________________
પૈસાનો
વ્યવહાર
૧૩.
૧૩૦
પૈસાનો
વ્યવહાર
દેવો. હાથ ચીકણો ના થવો જોઈએ.
પ્રશ્નકર્તા ઃ એટલે શું જરા સમજાવોને દાદા.
દાદાશ્રી : આ પૈસા છે એની જોડે અભાવ તો હોય નહીં લોકોને ' પણ હવે પૈસા ઉપર ભાવ ના બેસી જવો જોઈએ. અભાવ તો હોય નહીંને ! કોઈ એવા માણસ ના હોય ! અમને એની પર ભાવ-અભાવ બેઉ ના હોય અને તમારો ભાવ બેસી જાય. પૈસો એટલે ભાવ બેસી જાય. કારણ કે અભાવ છે નહીં એટલે પેલી બાજુ બેસી જાયને, તેય તમારે હવે ડીસ્ચાર્જમાં, ચાર્જમાં નહીં.
કેટલાક માણસ તો કહે કે તમે તમારા હાથે જ મારા પૈસા સ્વીકારો તો મને આનંદ થશે તે હું લઈ લઉં ‘લાવ, બા લાવ.' હું કંઈ ચીકણો થવા દઉં ત્યારે ને ! ચીકણો થાય તો આ ભાંજગડને !
સંગ્રહની સમજ !
દેવું છે. એટલે પછી આપણે ત્યાં ભીડ તો થાય. ભીડ થાય, ગુંગળામણેય થાય. પણ આપણે આપી દીધા એટલે પછી છૂટા થઈ ગયા. ગુંગળામણ તો થાય, ભલે ને થાય પણ એક ફેરો આપી દીધા એટલે પછી ઉકેલ આવી ગયોને ! આમ ટપલે ટપલે માથું કાણું થાય, તેના કરતાં માર એક હથોડો, તે ઉકેલ આવી ગયો. એક જ હથોડે ઉકેલ આવી જાયને ? અને ટપલે ટપલે મારે તે માથું રૂઝાય નહીં અને લ્હાય બળ્યા કરે એના કરતાં એક હથોડો મારી દે તો ઉકેલ આવી જાય. ને સોનું તો એટલું ને એટલું જ રહેને ? કે સોનું ઓછું થાય ? ઘાટ-ઘડામણ એકલી જાય. એટલે હવે ગુંગળામણ થાય તો વાંધો નહિ રાખવો. આવે તો સારું ઉકેલ આવી જાય. બે-પાંચ આવે તો કહીએ હજુ બીજા હોય તો આવી જાવ. હવે બધાને પેમેન્ટ કરી દઈશું. કારણ હવે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એટલે બધું પેમેન્ટ થઈ શકે. કો'ક ગાળો આપીને જાયને તોય હવે આપણે જમે થઈ શકે. પહેલાં તો જમે ના થાય. જમે કરવી પડે. ને પાછી સામે ઉધારેય કરવા પડે. જમે તો ના છૂટકે કરવી પડેને, પેલો આપી ગયો. એટલે જમે જ કરવી પડેને ! પણ પાછી સામે પાંચસાત ઉધાર કરી દે અને આપણે જમે કરી દઈએ પણ પછી ઉધારીએ નહીં, કારણ વેપાર બંધ કરવાનો થયો. બે ગાળો આપી જાય તો ચંદુભાઈને આપવાનો છે ‘તમને ક્યાં ઓળખે છે એ ? ‘તમને કંઈ એ ઓળખે છે ?
પ્રશ્નકર્તા : આપે જે કીધું એવું જ થાય છે, હવે જે જે મને સામા જવાબ આપે છે એ શાંતિથી લઈ લઉં છું. હવે પ્રતિ જવાબ આપતો નથી. પ્રતિકાર કરતો નથી. એવું થાય છે હમણાં.
દાદાશ્રી : એટલે એનો અર્થ એ થયો કે એ આપે છે કે આપણે જમે કરી દઈએ છીએ. ફરી ધીરતા નથી હવે. જો ફરી જોઈતું હોય તો ફરી ધીરજ, ધીરાણ કરશો અને ફરી જોઈતું ના હોય, ના ગમતું હોય તો વેપાર જ બંધ કરી દો. ‘ચંદુભાઈ” જોડે પાડોશી જેટલો સંબંધ રાખવાનો. પાડોશીને બહુ કોઈ પજવતું હોય, હેરાન કરતું હોય, તો પાડોશીને આપણે અરીસામાં જોઈને કહેવાનું કે, “હે ચંદુ હું છુંને જોડે !'
છતાં હાથ ચીકણો તહીં ! દાદાશ્રી : રૂપિયા હાથમાં અડવા દેવા ખરા પણ હાથ ચીકણો ના થવા
પ્રશ્નકર્તા : દાદાએ આ ધનની બાબતમાં કહ્યું એવું જ ધંધાની બાબતમાંને ?
દાદાશ્રી : ધંધાની બાબતમાં એવું જ રાખવાનું, ધંધામાં સિન્સિયર રહેવાનું, પણ ચીકાશ નહીં, થશે હવે, હવે તો ‘વ્યવસ્થિત'. મોડું થશે તો કશો વાંધો નહીં.” એવું ના હોવું જોઈએ. ‘વ્યવસ્થિત' છે, મોડું થશે, શું વાંધો છે ? આ શબ્દો ના હોવા જોઈએ. ત્યાંય સિન્સિયારીટી જોઈએ.
પ્રશ્નકર્તા : ધનનો સંગ્રહ કરે એ ચીકાશમાં ગણાય કે નહીં ?
દાદાશ્રી : ના, સંગ્રહ કરવામાં વાંધો નથી. સંગ્રહ તો કરવો જોઈએ. ફેંકી દેવું એનું નામ ચીકણું થયું કહેવાય. સારા ઉપયોગ સિવાય ફેંકી દેવું એ બગડે. સંગ્રહ કરેલું ના બગડે, સંગ્રહ તો કામ લાગશે. તમને હેલ્પ કરશે. પણ ચીકણું ના હોવું જોઈએ, એની પર ! અને સંગ્રહ કરેલું યાદ ના રહેવું જોઈએ. ભલેને વીસ લાખ હોય. ચીકણું ના કરો બસ. મને તો ઘી અડે તોય ચીકાશ નહીં. જે રેડો તે ચીકાશ નહીં. ઘણાંની જીભ એવી હોય છે કે તેની પર ઘી મૂકો તોય જીભ ચીકણી ના થાય અને ઘણાંને તો દૂધ પીએ તોય જીભ ચીકણી થઈ જાય. જીભમાં