________________
પૈસાનો
વ્યવહાર
૧૨૯
૧૨૯
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : એ તો આપણા “જ્ઞાન”ને લીધે તમે સમજી જાવ. નહીં તો શી રીતે સમજી લેવાય ? “જ્ઞાન” ના હોય તો માણસ શી રીતે રહે ? ઉલટું અવળું ચાલે. પ્રતિભાવવાળું મન થઈ જાય. કોઈકે નાલાયક કહ્યા કે પેલા નાલાયક કહેનારની પર પ્રકૃતિભાવ તો એટલા બધા કરી નાંખે કે જેનો હિસાબ જ નહીં અને મહીં તો ખોટ જ નથી ભાવની !
પ્રશ્નકર્તા : દાદા, પણ આપણે નક્કી કરીએ કે સાંભળવું નહીં, પછી એક દિવસ સાંભળીએ નહીં, બે દિવસ સાંભળીએ નહીં પછી એ આવે જ નહીં સંભળાવવા.
દાદાશ્રી : ના, પછી ના આવે. આપણે જાણીએ કે આ તો લપલપ કરવાની ટેવ પડી છે આને ! પહેલુ 'બે દહાડા સાંભળીએ પણ પછી એ આવવાનો બંધ થઈ જાય. પછી એ બીજા ખોળી કાઢે.
આ તો જ્યાં જાય ત્યાં બધું દુઃખ, દુઃખ ને દુઃખ. ‘ઘરનાં બળ્યાં વનમાં જાય, વનમાં લાગી આગ.”
એટલે મહામુશ્કેલીમાં સપડાયા છે. અહંકારેય મેડ પાછો. અહંકાર જો ડાહ્યો હોય, વાઈઝ હોય તો વાત જુદી છે. પણ અહંકારેય મેડ !
લાવ્યા ઓવરડ્રાફ્ટ પાર વગરતા ! પુણિયા શ્રાવકની સામાયિક, જેની કિંમત છે તે આખ શ્રેણિક રાજાનું રાજય ત્રણ ટકા દલાલીમાં જતું રહે. એટલી બધી કિંમત. તો એવો લાભ થતો હોય તો તો બહુ સારુંને ? આ લોકો તો બેન્કમાં ઓવરડ્રાફટ એટલા બધા લાવ્યા છે, બધુ આટલું બધું મૂડી ભર ભર કરે છે, તોયે વધતું નથી. ઓવરડ્રાફટ બધા ! દુષમકાળની શરૂઆત એટલે ઓવરડ્રાફટ લીધા વગર રહે નહીં અને બેન્કો આપ્યા વગર રહે નહીં. બેન્કોએ આપે. ચાલો ગાડી લાવો, ચાલીસ હજાર રૂપિયની દરેકની ટેક્ષી ઉપર લખેલું હોય, બેન્ક ઓફ ઇન્ડિયા...
આ તો બેન્કના રૂપિયા છે એવું જેને ભાન રહેતું હોય તે ઉપયોગ રાખે.
આ તો બેન્કના રૂપિાય આવ્યા કે લઈ આવો કેરીઓ કહેશે અને દોઢસો રૂપિયાની કેરીઓ અને ત્રણસો રૂપિયાનું ઘી લઈ આવે.
દુકાત કાઢી નાખવાની રીત દુકાન કાઢી નાખવાની નક્કી કરે ત્યારથી હવે શું ખરીદી કરવાની છે, એ બધું જાણતા હોય પોતે. હવે શું કરવાનું છે એય જાણતા હોય. ના જાણતા હોય કે ભઈ હવે ઉઘરાણી પતાવી દો. જેટલી પતે એવ હોય એ પતાવી દો, ના પતે એવી હોય તો આપણે ઝઘડા-બગડા કરવા નથી. લોકોની અહીં થાપણો હોય તે આપી દો. થાપણ એટલે લોકોની આપણે ચોપડે જે રકમ જમે હોય તે બધાને આપી દેવાની અને ના આપીએ તો રાત્રે બે વાગે પેલા બુમો પાડે. જ્યારે ઉઘરાણી તો પેલો આપણને આપે કે નાય આપે. એ તો એના હાથની વાત છે. કોઈ ઉઘરાણી ના આપે ત્યારે કોર્ટમાં દોડો, વકીલો કરો ને બધાં તોફાનમાં ક્યાં પડીએ ? આપણે દુકાન કાઢી નાખવાની છે, તે હવે ખરીદી બધી જ બંધ કરી દેવી પડેને ? ને પછી વેચ-વેચ કર્યા કરવાનું છતાં માલ ના વેચાય તો તપાસ કરવી પડે કે ભઈ હમણે ઘરાકી કેમ નથી આવતી. તો પછી ખબર પડે કે ખાંડ નથી, ગોળ નથી. એટલે લોકો આવતા નથી, ગોળ ને ખાંડ જોડે ના જોઈએ ? એ ના હોય તો આપણે એ વેચાતાં મંગાવવાં પડે. કારણ ખાંડ થઈ રહી હોય, ગોળ થઈ રહ્યો તો લોકો પછી કહેશે ત્યાં ખાંડ-માંડ કશું મળતું નથી, હવે બીજી દુકાને હેંડો. લોકો બીજો બધો સામાન જ્યાં ખાંડ મળે ત્યાંથી લે, એટલે આપણે એટલા ખાંડના કોથળા મંગાવવા પડે. પણ દુકાન કાઢી નાખવાની છે. એ એને લક્ષમાં જ હોય કે રાતે ભૂલી જાય ? જ્યારથી નક્કી કર્યું ત્યારથી દુકાન કાઢવા જ માંડે ! રસ્તામાં કોઈ માલ વેચવાવાળો મળી જાય કે અરે ! તમને પંદર ટકા કમિશન આપીશ. આ માલ ખરીદી લો. ત્યારે કહેશે, કે ના ભઈ, મારે માલ નથી જોઈતો. હવે દુકાન કાઢવાનું નક્કી કર્યું છે એવું નક્કી કર્યા પછી દુકાન ફરી ના જમાવે ને ? એવું આપણે આ દુકાન કાઢી નાખવાની છે. હવે બધા હિસાબ ઉકેલ લાવી નાખવાના છે. અટાવી-પટાવીનેય ઉકેલ લાવી નાખવાના છે.
પછી ઉઘરાણીવાળા આવે. થાપણવાળાએ આવે. એટલે આપણે કહેવું કે બીજા જે હોય, જેનું બાકી હોય તે બધા લઈ જાઓ જલદી. અમારે હવે આપી