________________
પૈસાનો
આ સાંભળ્યું, ત્યારથી આપણે નક્કી કરવું જોઈએ કે આ નીતિવાળું જ્ઞાન સાચું છે. અનીતિનું જ્ઞાન આપણે સાચું ઠરાવ્યું હતું, તેની પર શ્રદ્ધા બેઠેલી, તેનું આ ફળ આવ્યું છે. પણ હવે નીતિની શ્રદ્ધા બેસે ત્યારે એનું ફળ પછી આવશે.
વ્યવહાર
૧૨૮
આ જ્ઞાન લીધું એટલે હવે તો આપણે શ્રદ્ધા જોઈતી જ નથીને. આપણે તો ઉકેલ લાવી નાખવો છે હવે ! હવે આ સંસારનો કાયમ ઉકેલ લાવી નાખવાનો, આ સંસાર તો કોઈ દહાડોય સુખિયો જ ના થવા દે ! આત્મસ્વરૂપતી વ્યવહાર તિકાલી !
પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી આ કાળમાં વ્યવહાર વેપાર પ્રામાણિકપણે કેવી રીતે કરવો ?
દાદાશ્રી : એવું હું પ્રામાણિકપણે કરવાનું નથી કહેતો. એવું છેને, જો જ્ઞાન હોય તો તમે ચંદુભાઈ નથી. તમે શુદ્ધાત્મા છો. જો તમે ચંદુભાઈ હોત તો તમારે પ્રામાણિક થવાની જરૂર હતી. હવે તો તમે શુદ્ધાત્મા છો, એટલે જે પડેલા ખેલ છે, સંયોગો, તેનો ઉકેલ લાવી નાખોને અહીંથી ! આ ચોરી ચે ને આ ના ચોરી છે, એવો ભગવાનને ત્યાં દ્વન્દ્વ છે જ નહીં, ભગવાનને ઘેર સારું-ખોટું છે નહીં, આ બધું સામાજિક છે. ને મનુષ્યનો બુદ્ધિનો આશય છે, બાકી ભગવાનને ઘેર આવું કશું છે નહીં.
પ્રશ્નકર્તા : નીતિનિયમ, સાચું-બૂરું એ બધા નિયમો એ કેમ પળાય પછી ? એની જરૂર શું છે પછી ?
દાદાશ્રી : ના, જો તમારે પાળવા હોય તો પછી ચંદુભાઈ થઈ જાવ. હું ફરી ચંદુભાઈ કરી આપું.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્માને પછી આ ગુણોની જરૂર જ નથી !
દાદાશ્રી : ના, એવું છેને, તમે જે આ કર્મો ગૂંથી લાવ્યા છો એ મને પૂછ્યા સિવાય બધા ગૂંથી લાવ્યા છો. ગયા અવતારે કંઈ મને પૂછવા આવ્યા નથી. માર્કેટ મટેરિયલમાં જે ભેગું થયું તેને ખરીદ-ખરીદ કર્યું, અને જેટલી બેન્કોએ ઓવરડ્રાફટ
પૈસાનો
વ્યવહાર
આપ્યા, તે લે લે કર્યા છે. એટલે મેં કહ્યું કે, આ ઓવરડ્રાફટ લઈને નાદાર જેવી સ્થિતિ થઈ ગયેલી છે માટે હવે તમે શુદ્ધાત્મા થઈ જાવ. અને આ બીજું બધું છે તે નિકાલ કરી નાકવાનો. આ દુકાન ધીમે ધીમે કાઢી નાખવાની, તે ખાંડ હોય
તો ખાંડેય વેચી ખાવ અને ગોળ હોય તો ગોળેય વેચી ખાવ. મરીયાં હોય તો મરીયાં વેચી ખાવ અને કોઈની જોડે લઢશો નહીં. કોઈ પૈસા ના આપે તોય એની જોડે લઢશો નહીં અને કોઈ પૈસા માંગતો હોય તો તેને વહેલામાં વહેલી તકે આપી દેજો અને તે તમારી સગવડ ના હોય તો બાપજી, જય બાપજી કરીને એને દુઃખ ના થાય, એવી રીતે સમભાવે નિકાલ કરીને છૂટા થઈ જાવ.
સવળી સમજણે !
૧૨૮
જ્યારે લક્ષ્મીનું નૂર જાયને ત્યારે બધું નૂર જાય. આત્માનું નૂર હોય તે તો રહે પણ તે આ લોકોને આત્માનું નૂર હોય ક્યાંથી ? એ તો જ્ઞાની પુરુષને, અગર તો જ્ઞાની પુરુષના ફોલોઅર્સને આત્માનું નૂર હોય !
પ્રશ્નકર્તા : દેવાં જે બધાં પાર વગરનાં છે તે ધર્મ વિશેનાં છે કે લક્ષ્મી વિશેનાં છે ?
દાદાશ્રી : લક્ષ્મી વિશેનાં નહીં, વિરાધનાનાં છે. આખો દહાડો પોતાની સમજણે, બસ સ્વચ્છંદથી જ બધું કર્યા કરે. લક્ષ્મી વિશેનાં નહીં. અને એ તો લક્ષ્મીમાં કોઈ ધીરનાર મળે, ત્યારે દેવું થાય. જે ધીરનાર મળે ત્યાં આગળ ચલાવ્યું અને વિરાધનામાં તો કોઈ સાંભળનાર મળવો જોઈએ કે બસ ચલાવ્યું. સાચું-ખોટું
રામ જાણે. પણ કોઈ સાંભળનાર મળવો જોઈએ.
એટલે એવું, કળિયુગમાં બધાં ગાંડપણ લઈને આવ્યા હોય. ઘેર જાય તો ઘેર ભાંજગડો થતી હોય, ઑફિસમાં જાય તો ત્યાંયે ભાંજગડો થતી હોય. એટલે પછી શું કરે ? એટલે પછી રસ્તામાં કોઈ ખોળે કે કોઈ મારી વાત સાંભળે છે. ને કોઈ મળે કે પછી પોતાની વાત ઠોકાઠોક કરે. આ તો બરકત નહીં, ભલીવાર નહીં તેવા લોક ! બાકી ભલીવાર હોય તેને ઘેર ભાંજગડ આવે જ નહીં. બહાર જાય, ઑફિસમાં જાય તો ભાંજગડ ના આવે. કોઈ જગ્યાએ ભાંજગડ જ કેમ થાય તે ?
પ્રશ્નકર્તા : એ વાત કરવા આવે તો સાંભળવું જોઈએ કે નહીં ?