________________
પૈસાનો
એ સીસ્ટમથી જ નફો આવે છે. જો મહેનત કરીને ખોટ આવે તો મહેનત કરીને નફો આવે ! પણ એવું નથી.
વ્યવહાર
૧૨૭
સંસારી સ્વાર્થ !
ઇન્કમટેક્ષનો માણસ આવતો હોયને એને દેખીએ તો મહીં આનંદ બહુ થાય ખરો ? રીફન્ડ હોય તો બહુ આનંદ થાયને ! અને દંડ હોય તો દંડમાં દુઃખ થાય. શાથી ? રીફન્ડમાં આનંદ તાય છે એટલે દંડમાં દુઃખ જ થાય, સ્વાભાવિક રીતે જ દુઃખ થાય. અરે ! ઇન્કમટેક્ષના પૈસા ભરવાના હોયને, તોયે ઉપાધિ લાગ્યા કરે, અને એટલે સુધી કહેશે કે ઇન્કમટેક્ષવાળા ના હોય તો સારું. આનું નામ
જઅજંપો ને ઉપાધિ ! અને આમાં પૈસા ભરવાના આવ્યા એ ફરજ બજાવવાની નહીં ! ફરજ બજાવવામાં તો આપણે ઇન્કમટેક્ષના કાયદા પ્રમાણે રહેવું જ પડેને ? આ તો ફરજ બજાવતા નથી એનું નામ સ્વાર્થ કહેવાય. આ સંસારી સ્વાર્થ કહેવાય.
પ્રામાણિકતા એ ભગવાતતી આજ્ઞા !
આ તો ખોટું કરવાની કુટેવ પડી ગયેલી છે. તે લક્ષ્મી વધતી નથી ઘટે છે. પહેલાં પાંચ-દશ વર્ષ કૂણું લાગે પણ પછી પાછળ તો નરી ખોટ જ આવે, અને જેનું બંધારણ પ્રામાણિકપણે છે તેનું તો ફરી તૂટેય નહીં. એય પણ કુદરત જ્યારે ફરેને ત્યારે તો એનેય તૂટી જવાનું એટલે આ બધું સાચુંયે નથી. પણ પ્રામાણિકપણું હોય તો એને જરા ભય ઓછો લાગે, ભય ના રહે એને !
પ્રશ્નકર્તા : હવે બિઝનેસમાં પ્રામાણિક ધંધો કરું છું, કોઈનેય છેતરતો નથી.
દાદાશ્રી : એ બરોબર છે, એ ભગવાનની એક આજ્ઞા પાળી તમે કે કોઈનેય છેતરશો નહીં. પ્રામાણિકપણે, નિષ્ઠાથી કામ કરજો. એ એક ભગવાનની આજ્ઞા પાળી.
સત્ય પ્રકાશે મોડું !
કેટલાક લોકો ગુપ્તદાન આપે છે, તેમાં કોઈ એમ નથી કહેતું કે મારું આ
પૈસાનો
દાન, એટલે આવું બધું ચાલ્યા કરે છે. અને આ સાચી વસ્તુ છે એ ઉઘાડી પડ્યા વગર રહેવાની નથી. જો જૂઠી ઉઘાડી પડે છે. અસત્ય વહેલું ઉઘાડું પડે છે અને સત્યને ઉઘાડું પડતાં ઘણો ટાઈમ લાગે કળિયુગમાં. જ્યારે સતયુગમાં સત્ય હોય તે તરત ઉઘાડું પડે. અને અસત્ય ઉઘાડું પડતાં બહુ વાર લાગે. એટલે આ ઉઘાડું પડતાં ઘણો ટાઈમ લાગશે. અત્યારે મુંબઈ શહેરમાં ચોખ્ખું ઘી લઈને વેચવા નીકળે, લ્યો રે ચોખ્ખું ઘી, તો કેટલા લે ? એ કહો મને. ડૉક્ટર સાહેબ તે ? ઊલટું મશ્કરી કરે. એવું આ ચોખ્ખો માલ છે, ચોખ્ખું એ છે પણ એક દહાડો આ એનું કામ કરી રહેશે.
૧ ૨૭
વ્યવહાર
તીતિ : વ્યવહારતો સાર !
વ્યવહારનો સાર હોય તો નીતિ. એ નીતિ હોય તો પછી તમને પૈસા ઓછા હશે તોય પણ અંદર શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હોય તોયે અશાંતિ રહેશે. એ જોવાનું. પૈસા તો કરોડો રૂપિયા હોય પણ મહીં જાણે જલતી ભઠ્ઠી જ જોઈ લોને ! અકળામણ-અકળામણ ! પાર વગરની અકળામણ ! તમે કોઈ દહાડો અકળામણ જોયેલી ખરી !
પ્રશ્નકર્તા : બહુ જોયેલી !
દાદાશ્રી : બહુ જોયેલી ? ભારે ! તે અત્યારે હવે સમાધિય એવી રહે છેને ! પ્રશ્નકર્તા : હા, પણ વ્યવહારમાં નીતિ રાખવી એ એના પોતાના હાથમાં
ખરું ?
દાદાશ્રી : એ નથી પોતાના હાથમાં.
પ્રશ્નકર્તા : તો ‘વ્યવસ્થિત'ને આધીન છેને એ તો ?
દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ને આધીન ખરું પણ આ તો જ્ઞાન હોવું જોઈએને કે આ સાચું જ્ઞાન કે આ સાચું જ્ઞાન ? ત્યારે કહે, વ્યવહારમાં નીતિ રાખવી જોઈએ કે સાચું જ્ઞાન છે. પછી આપણે જોવું કે આપણામાં નીતિ કેટલી રહે છે ? એ તપાસી જોવું. એવું કંઈ કહ્યા પ્રમાણે થઈ જતું નથી. થાય ખરું એવું ? પણ