________________
પૈસાનો
વ્યવહાર
૧૨ ૬
૧ ૨૬
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : એ શું કહે છે કે ખોવાયું છે તોય પાછું મળે છે એને ? એવું આ જગત છે ! ખોવાયેલું પાછું મળે છે કે નથી મળતું ? એ કઈ સત્તાના આધારે મળતું હશે ? એટલે તારી વસ્તુ હોય તેને કોઈને તાકાત નથી કે કોઈ લઈ શકે, અને જો તારી નથી તો તારી તાકાત નથી કે તું રાખી શકું. એટલે તને મામાએ ફસાવ્યા નથી. તે મામાને ફસાવ્યા હતા. તેથી મામાએ તને ફસાવ્યો. ‘ભોગવે તેની ભૂલ' અત્યારે કોણ ભોગવે છે? મામો ભોગવે છે કે તું ભોગવે છે ? તું જ ભોગવું છું માટે તારી ભૂલ ! મામો તો કુદરત એને પકડશે ત્યારે એની ભૂલ કહેવાશે. જગત તારા મામાની ભૂલ કાઢે અને તને ડાહ્યો કહે, પણ એમાં શું ફાયદો ? પણ દર અસલ શું છે કે કોણ ભોગવે છે ? ત્યારે તેની ભૂલ છે માટે કોઈની ભૂલ કાઢશો નહીં. જે ભોગવી રહ્યો છે તેની જ ભૂલ છે.
ઘરમાં ચાર માણસો હોય, બેચાર નોકરો હોય ને બધાએ જાણ્યું હોય, ઘર ઉપર આજે બોંબ પડે એવું લાગે છે. તે ઘરમાં આઠ માણસો છે. બધાએ સાંભળ્યું છે કે બોમ્બ પડવાનો છે, પણ જે ઊંઘી ગયો છે એની ભૂલ નહીં, ને જે જાગે છે અને ચિંતા કરે છે તેની ભૂલ ! ભોગવે એની ભૂલ. બધેય બોંબ પડતા નથી. બોંબ કંઈ સસ્તા નથી કે ઘેર ઘેર પડે ! આપણે અહીં ખબર પડે કે કાલે પડવાનો છે, તે પહેલાં તો મુંબઈ ઘણીખરી ખાલી થઈ જાય !! ચકલાં ઊડી જાય એમ બધાં નાસી જાય ! ચકલાંય થોડીવાર તો માળામાં બેસી રહે ! પણ આ લોક તો નાસી જાય !! અને જ્ઞાની પુરુષને પેટમાં પાણી ના હાલે ! એ શું લઈ જશે ? નાશવંતને લઈ શકે. મને લઈ શકે નહીંને ! વિનાશી હોય તેને લઈ શકે, વિનાશી તો જવાનું જ છેને ! ત્યારે એ તો સટ્ટામાં જ મૂકેલું છેને ! આપણે સટ્ટો મારવા જઈએ. તો જોડે જોડે એવી કઈ શર્ત છે કે મારી રકમ ના જવી જોઈએ ? રકમ જવાની છે, એવું માનીને સટ્ટો કરીએ છીએને ?! તો આયે સટ્ટો જ છે, મનુષ્ય દેહ તો તદન સટ્ટામાં જ મૂકેલો છે, પછી સટ્ટામાં આશા શું કરવા રાખીએ ?
એટલે મામાએ મને ફસાવ્યો છે, એવું મનમાંથી કાઢી નાખજે ને વ્યવહારમાં કો'ક પૂછે ત્યારે એવું ના કહેવું કે મેં એમને ફસાવેલા તેથી એમણે મને ફસાવ્યો ! કારણ આ વિજ્ઞાનની લોકોને ખબર નથી, તેથી એમની ભાષામાં વાત કરવી જોઈએ કે મામાએ આવું કર્યું. પણ અંદરખાને જાણીએ કે એમાં મારી જ ભૂલ છે. આ
‘દાદા’ કહેતા હતા તે જ રાઈટ છે. અને આ વાત સાચી જ છેને, કારણ મામા અત્યારે ભોગવતા નથી, એ તો મોટર લાવીને અત્યારે મઝા કરે છે. કુદરત એને પકડશે ત્યારે એનો ગુનો સાબિત થશે અને આજ તો તને કુદરતે પકડ્યોને !!!
તફો-ખોટ એક જ નિયમથી ! એટલે તમારે તે ઘડીએ આમ જાગૃતિ રાખવી પડે કે આપણો હિસાબ છે.
હિસાબ વગર કોઈ ઘેર આવે નહીં, હિસાબ વગર આ દુનિયામાં કશું જ બને નહીં. હિસાબ વગર તો સાપ કરડે નહીં, વીંછી કરડે નહીં, કોઈ નામ ના દે ! હિસાબ વગર આ દુનિયામાં કશું બને એવું નથી, આ બધા હિસાબ જ ચૂકવાય છે. નવા હિસાબ ઊભા થાય છે અને જૂના હિસાબ ચૂકવાય છે. છતાં આવું બધું લોકોને ગમે છે પણ ખરું ! બાકી આ કાળ દહાડે દહાડે સારો આવતો જવાનો નથી. આ કાળનું નામ શું કહેવાય છે ! અવસર્પિણી કાળ એટલે ઊતરતો કાળ ! એટલે અઢાર હજાર વર્ષ પછી આ દુનિયામાં દેરું પણ નહીં હોય, પુસ્તક પણ નહિ હોય. શાસ્ત્રો પણ નહીં હોય ને કોઈ ભગત પણ નહીં હોય, ત્યાં હવે ચેતવું પડે કે નહીં ચેતવું પડે ? આ બધા બહુ સારા સારા કાળ ગયા છે, કેટલી ચોવીસીઓ વટાવી છે. ત્યાં સુધી આપણે ખસ્યા નહીં, તો પણ ચટણી ખાવા માટે બેસી રહ્યાં છે !! શેના માટે બેસી રહ્યાં છે ? આખો થાળ જમવાનો નથી, એક ચટણી માટે જ ! - ઘેર તો કોઈ ભોગવતાં જ નથી, આખો દહાડો બહાર જ ફરતો હોય. ઘેર તો દહાડે પંખા બધા ચાલ્યા કરે, પલંગ બધા ખાલી ને એ તો ક્યાંય તાપમાં ભટકતો હોય. કારણ કે એને કશુંક જોઈએ છે. એવું કશુંક ચટણી જોઈએ છે. તેના આધારે ભટકતો હોય. તેને બધું જોઈતું નથી. આ બધા વૈભવ ભોગવ્યા નથી અને કોઈ દહાડો વૈભવ ભોગવ્યો પણ નથી.
પ્રશ્નકર્તા : પૈસા માટે રખડે છેને ?
દાદાશ્રી : પૈસા માટે તો રખડવા જેવું છે જ નહીં. ખોટ ઘેર બેઠાં આવે છે, તો નફો પણ ઘેર બેઠાં જ આવે એવી વસ્તુ છે. જે સીસ્ટમથી ખોટ આવે છે