________________
૧ ૨ ૫
પૈસાનો
વ્યવહાર
પૈસાનો વ્યવહાર
૧૨ ૫ આપણે લેવું નથી એનું નામ લાંચ લીધી ના કહેવાય. આપવાનું તો આપણને ગરજ હોય તો શું કરીએ ? આ તમારા બે લાખ રૂપિયા કોઈ જગ્યાએ દબાઈ રહ્યા હોય ત્યારે પેલો પાંચ હજાર રૂપિયા માંગતો હોય તો આપી આવીએ એને ?
પ્રશ્નકર્તા : પણ આપનાર વધારે ગુનેગારને ! લેનાર કરતાં ? દાદાશ્રી : એ તો પકડાય ત્યારેને ! પ્રશ્નકર્તા : લાંચ લેવી-આપવી એ કુદરતના હિસાબમાં ગુનો નહીં ?
દાદાશ્રી : એવા ગુના ગણે તો ક્યારે પાર આવે. એવું છેને પોતે કશું ખોટું ના કરવું - એવું નક્કી રાખવું.
પણ થાય તે ગરજના માર્યા ક્યાં જાય છે ? ઘેર ડિલિવરી આવવાની હોય ને પણે આગળ જગ્યા ન મળતી હોય તો ગમે તેમ કરીને પેલાને પૈસા આપીનેય રસ્તો કરે કે ના કરે ? કંઈ ઘરે ડિલિવરી કરાવાય છે ?
એટલે મગ ચઢાવો. છેવટે આ મગને ગમે તે પાણીએ ચઢાવો. કાં તો આજવાનું પાણી હોય કે છેવટે ગટરનું પાણી હોય, જે પાણીએ મગ ચઢે તે પાણીએ ચઢાવી દો એવું આપણે કહેવા માંગીએ છીએ. આનો પાર નહિ આવે. આ તો હજુ લપસતો કાળ છે. હજુ તો આવું જુઓ છો. પણ હજુ તો કળિયુગ નવી નવી જાતનો દેખાવાનો છે, આનો પાર નથી આવવાનો માટે ચેતી જાવ. ટૂંકમાં જ સમજી જાવ.
એમાં ભૂલ કોતી ? પ્રશ્નકર્તા : મને મારા મામાએ જે ધંધામાં ફસાવ્યો છે, તે જ્યારે જ્યારે આમ યાદ આવેને ત્યારે મને મામા માટે ખૂબ ઉદ્વેગ આવે કે આ કેમ કર્યું હશે ? મારે શું કરવું? કંઈ સમાધાન જડતું નથી.
- દાદાશ્રી : એવું છે કે તારી ભૂલ છે તેથી તને તારા મામા ફસાવે છે. જ્યારે તારી ભૂલ પૂરી થઈ જશે, પછી તને કોઈ ફસાવનારું મળશે નહીં. જયાં સુધી તમને
ફસાવનાર મળે છેને, ત્યાં સુધી તમારી જ ભૂલો છે. કેમ મને કોઈ ફસાવનાર મળતો નથી ? મારે ફસાવું છે તોયે કોઈ મને ફસાવતું નથી અને તેને કોઈ ફસાવા આવે તો તું છટકીય જાઉં ! પણ મને તો છટકતાંય નથી આવડતું. એટલે કોઈ તમને ક્યાં સુધી ફસાવશે ? કે જ્યાં સુધી તમારો કંઈ ચોપડાનો હિસાબ બાકી છે. લેણ-દેણાનો હિસાબ બાકી છે, ત્યાં સુધી જ તમને ફસાવશે. મારે ચોપડાના બધા હિસાબ પૂરા થઈ ગયા છે. વચ્ચે તો હું એટલે સુધી લોકોને કહેતો હતો કે ભઈ, જેને કોઈને પૈસાની ભીડ હોય તો મારી પાસેથી આવીને લઈ જજો. પણ મને એક ધોલ મારીને પાંચસો લઈ જવાના.
ત્યારે એ લોકો કહે કે, ના ભઈ સા'બ, ભીડમાં તો હું ગમેતેમ કરીશ, પણ તમને હું ધોલ મારું તો મારી શી દશા થાય ? હવે ગમે તે માણસને આ વાત ના કરાય, અમુક જ ડેવલપ્ત માણસને વાત કહી શકાય.
એટલે વર્લ્ડમાં તને કોઈ ફસાવનાર નથી. વર્લ્ડનો તું માલિક જ છે, તારો કોઈ ઉપરી જ નથી. ખુદા એકલા જ તારા ઉપરી છે. પણ જો તું ખુદને ઓળખુને, પછી કોઈ તારું ઉપરી જ ના રહ્યું. પછી કોણ ફસાવનાર છે વર્લ્ડમાં ! કોઈ આપણી ઉપર નામ દે એવું નથી. પણ આ તો જોને કેટલી બધી ફસામણ થઈ છે ! હજુ તો એકલા મામાએ જ ફસાવ્યા છે, પણ બીબી આવશે ત્યારે બીબી પણ ફસાવશે ! હજી તો તું બીબી લાવ્યો નથી. બીબી લાવશે પછી બીબી પણ ફસાવશે. જ્યાં ને ત્યાં ફસામણ જ છેને ! એવું ફસામણવાળું આ જગત છે, પણ આ જગત ક્યાં સુધી ફસાવશે ? કે આપણે ચોપડામાં કંઈ ડખલ કરી હશે તો જ ફસાવશે. નહીં તો આપણા ચોપડામાં કોઈ ડખલ ના હોય તો કોઈ ફસાવે નહીં, કોઈ નામ ના દે.
તને ખબર છે ? ઘણા ફેરા એવી પેપરમાં જાહેરાત આવે છે કે ભઈ, ફોર્ટમાંથી અમને એક ઘડિયાળ મળ્યું છે અને સોનાની ચેઈન મળી છે, આ જેનું હોય તે અમારી આ જાહેરાતનો ખર્ચ આપીને, પુરાવો આપીને લઈ જજો ! પુરાવો આપશો તો જ આપીશું. આવી જાહેરાતો આવે છે. એવી જાહેરાતો તે કોઈ વખત જોયેલી ખરી કે ?
પ્રશ્નકર્તા : હા, જોયેલીને.