________________
પૈસાનો
વ્યવહાર
૧૨૪
૧૨૪
પૈસાનો
વ્યવહાર
લોકોને ખબર જ નથી.
અક્રમ વિજ્ઞાનની અનોખી સમજ ! પ્રશ્નકર્તા : આ જે ખોરાક છે, તે કઈ કમાણીથી મેળવવો ?
દાદાશ્રી : એ તો એવું છેને, જ્ઞાન ના હોય તેને તો કમાણી નીતિવાળી હોવી જોઈએ તે સારું અને જ્ઞાન હોય એ તો જે તને કમાણી આવે છે તે રીતે તું ખા. જ્ઞાન લેતાં પહેલાં જે કમાણી તું કરતો હોત, એ જ કમાણી તારે ચાલુ રહેવા દેવી. ફક્ત જો ખોટી લાગતી હોય તો મનમાં ખેદ પામ્યા કરવું જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે. બાકી, ખા, પી, મઝા કર. રસ-રોટલી નિરાંતે ખાજે.
કારણ કે જેવો હિસાબ બાંધ્યો છે, તેવો હિસાબ ફૂટ્યા વગર રહેવાનો નથી અને જેવા ભાવે બાંધેલું છે તેવા ભાવે છૂટશે. એમાં મારું ચાલવાનું નથી ને તમારુંય ચાલવાનું નથી. તેથી અક્રમ વિજ્ઞાન એવું છે કે એમાં કશામાં હાથ જ ઘાલ્યો નથી. તું તારા ભાવમાં આવી જા. બીજું બધું એને જવા દે.
દાદાશ્રી : ના, આર્થિક અસમાનતાને લઈને નહીં. આ તો માણસની વૃત્તિઓ દિવસે દિવસે હીન થતી જાય છે. માણસો ખરાબ નથી. પણ સંજોગોવશાત્, સંજોગો એવા ઊભા થયા છે, એથી આવી સ્થિતિ ઊભી થઈ છે. બાકી આ જગત જયારથી છે ત્યારથી લાંચ-રૂશ્વત તો ચાલુ છે. પણ પહેલાં જુદા પ્રકારની હતી. પહેલાં મસ્કો મારતા હતા. એવી લાંચ હતી. અત્યારે તો બધું રૂપિયા રૂપિયા થઈ ગયું છે.
પ્રશ્નકર્તા: કાળા બજારિયાને મોઢા ઉપર કાળા બજારિયા નથી કહી શકાતું.
દાદાશ્રી : મારાથી કહેવાય. મારાથી તો કાળો બજારિયો કહેવાય. નાલાયક કહેવાય, ગુંડો છે કહેવાય, બધું બોલાય મારાથી, કારણ કે મારે જોઈતું નથી કશું. જેને કંઈ પણ જોઈતું હોયને, તેણે કશું સારું બોલવું પડે. મીઠું મીઠું બોલવું પડે. મારે કશું જોઈતું નથી. - ધંધો કરતા હોય, તે નઠારા માણસ પેસી ના જાય એટલા માટે “એય આમ છે, તેમ છે.’ નંગોડો, આમ તેમ બોલવું. એટલે નઠારા માણસ હોય તે નાસી જાય બધા. કોઈ નાગા લાભ ના ઉઠાવી જાય. તે નાટક તો કરવું પડેને ! ‘નંગોડ પેસી ગયા છે, આમતેમ’ બોલીએ એટલે નંગોડ હોય તે તરત સમજી જાય કે આ તો આપણને કહે છે !
દિવેલ પીધા જેવું મોં ?! આ બધા વેપારીઓ મોઢા ઉપર કંઈ દિવેલ ચોપડીને ફરે છે ? ના, છતાં એનું દિવેલ પીધું હોય એવું મોટું થઈ જાય છે, શાથી ?
આખો દહાડો વિચાર કર્યા કરે, કે આ દુકાન મોટી કરું ! હવે, આ દુનિયામાં પૈસા કમાવાના વિચાર કોને ના આવે ? એવા કોને ના આવતા હોય વિચાર ? હવે બધા જ જો કમાવા ફરે તો પછી કુદરત પહોંચી શી રીતે વળે ? એ બધાને શી રીતે આપી શકે ? એના કરતાં થોડાક તો એવા રહોને, કે ભઈ, મારે પૈસા જોઈતા નથી. જે આવશે તે માટે કરેક્ટ છે. જેટલા એની મેળે આવે એટલા સાચા અને નહિ આવે એવુંય નથી. આ લક્ષ્મી શેના આધીન છે એની
મતલબ મણ ચઢાવવાથી ! પ્રશ્નકર્તા : પ્રામાણિક રહીએ પણ પૈસા ખવડાવ્યા વગર કોઈ કામ નથી
દાદાશ્રી : એ તો હવે એમાં બહુ હાથ નહીં ઘાલવો. મને પૂછે, “શું કરીશું આપણે સીમેન્ટ ઓછો નથી નાખતા, લોખંડ નથી કાઢતા, પણ આતો સાઠ હજારનું બિલ નથી આપતો.’ ત્યારે મેં કહ્યું કે, “પાંચસો રૂપિયા આપીને લઈ આવો.’ લઈ આવવું જ પડેને, નહીં તો આપણે ત્યાં માંગતાવાળા આવે તો એને શું આપીએ પછી ? એટલે એવું છે ને બસ્સો-પાંચસો આપીને પણ આપણો ચેક કઢાવી લેવો પડે.
પ્રશ્નકર્તા : ત્યાં વ્યાવહારિક થવું પડે. દાદાશ્રી : હા, જમાના પ્રમાણે વ્યાવહારિક થવું પડે.