________________
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : આ છોકરાં ઉછેરે છે તેય પોતાના ફાયદા માટે કરે છે. છોકરાં ઉછેરવાં તેય પારકાનું કર્યા બરાબર છે. ભલેને મોહથી ઉછેરે છે, પણ પારકાનું કરે છે. એટલે જે છોકરાં ઉછેરે તેનેય ખાવાનું તો મળે. કોઈનું કશું ના કરે તેવા હોય, પણ છોકરાં ઉછેરેને, તો એનું ખાવાનું તો મળે.
પારકાનું કરવું એ જ ધર્મ છે. પોતાનું તો છૂટકો જ નથી. એ ફરિજ્યાત છે. મરિજ્યાત શું ? પારકાનું કરવું તે.
પ્રશ્નકર્તા : પારકાનું આપણે કરવા જઈએ છીએ તો લોકો ઉલટાં આપણને આવીને કહી જાય. ટોણાં મારે કે, તમારું સંભાળોને ? તમારાં ઠેકાણાં નથી.
૧૨૩
દાદાશ્રી : લોક એટલા બધા ડાહ્યા (!) છે કે ઊંધે રસ્તે લઈ જાય એવા છે. પોતે ઊંધે રસ્તે જાય અને બીજાને ઊંધે રસ્તે લઈ જાય. આ તો બહાર ના થાય તો વાંધો નહીં.
પરિણામ, દગા-ફટકાતાં !
ધંધામાં દગા-ફટકા કરું છું ?
પ્રશ્નકર્તા : બિઝનેસ છે એટલે થોડાઘણાં તો કરવા પડેને ?
દાદાશ્રી : એટલે તું દગો-ફટકો કરું છું ?
પ્રશ્નકર્તા : એ તો લોકો પણ કરતા હશેને ?
દાદાશ્રી : પણ મારું કહેવાનું કે જો આપણે એવું બંધ કરીએ તો સામો બંધ કરે, ત્રીજો બંધ કરે, એવું બધા દગા-ફટકા બંધ કરીએ તો કેવું સરસ લાગે ? બધાં એવું કરે છે, માટે તું કરું છું ?
પ્રશ્નકર્તા : આ તો બિઝનેસ છે એટલે એવું બોલવું પડેને ?
દાદાશ્રી : નહીં તો શું થાય ?
પ્રશ્નકર્તા : ખોટું ના બોલે તો ઑર્ડર ના મળે, કામ ન મળે, બિઝનેસ ના મળેને !
પૈસાનો
દાદાશ્રી : લોકોને કેટલી બધી ઊંધી શ્રદ્ધા બેસી ગઈ છે ? આખો દહાડો ખોટું બોલીએ તો કેટલો લાભ થાય ?
પ્રશ્નકર્તા : કંઈ નહીં.
૧ ૨ ૩
વ્યવહાર
દાદાશ્રી : કેમ ! વધારે ખોટું બોલીએ તો વધારે લાભ ના થાય ? પ્રશ્નકર્તા : એ તો લિમિટમાં બોલીએ તો લાભ થાય.
દાદાશ્રી : આ તો એક ભડક પેસી ગઈ છે કે ખોટું બોલું તો જ લાભ
થાય !!
બેમાંથી એક આઈટમ પર આવો. ભગવાન શું કહે છે ? કાં તો સાચું બોલીએ ને કાં તો ખોટું બોલું, તો બેઉ પર હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. હું ભગવાનને પૂછું કે ભગવાન, તમે કોની પર રાજી ? ખોટું કરે તેની પર રાજી કે સારું કરે તેની પર ? ત્યારે ભગવાન કહે, ‘ના, તદન સારું કરતો હોય તો તેની પર રાજી છું. અગર તો તદન ખોટું કરતો હોય તેની ઉપરેય હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. તું મિક્ષ્ચર કરીશ તો તને સમજણ જ નહીં પડે કે આ ક્યાંથી સુખ આવે છે ? આ તો એમ જ સમજણ પડે છે કે આ જૂઠું બોલે છે તેથી સુખ આવે છે. પછી એવી શ્રદ્ધા માણસને બંધાય.
મંદીતા તવા ધંધા !
જરાક મંદી આવે તો શું થાય જાણો છો ?
આ ધંધાઓ બધા માંદા પડી જાય. મિલો ‘સીક' થાય એટલે બધા નોકરો છૂટા થાય. છૂટા થાય એટલે ચોરીનો ધંધો કરવાના. ત્યારે આ સોસાયટીમાં ખબર પડે. નવરો પડે એટલે શું કરે માણસ ? અને પગાર તો વપરાયેલો હોય. એટલે પછી ચોરીઓ કરે.
લાંચતું કારણ !
પ્રશ્નકર્તા : લાંચ-રૂશ્વતનું કારણ તો આર્થિક અસમાનતા છેને ?