________________
પૈસાનો
વ્યવહાર
૧૨૨
૧૨૨
પૈસાનો
વ્યવહાર
બધું ? પણ તે વ્યવસ્થિતના તાબામાં છે. તમેય વ્યવસ્થિતના તાબામાં ને હુંય વ્યવસ્થિતના તાબામાં છું.
આપીને મેળવો ! પ્રશ્નકર્તા : પૈસો કેવી રીતે મેળવવો ? ખોટું કાર્ય કરીને પણ પૈસો મેળવાય ?
દાદાશ્રી : એનાં પરિણામ સહન કરવો હોય તો લેવા. પરિણામ સહન કરવાની શક્તિ હોય તો લેવા. તમારી પાસે ખોટું કરીને કોઈ પૈસા લઈ જાય તો તમને સુખ લાગે ખરું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કોઈની પાસે ખોટું કરીને પૈસો લેવાય જ નહીં. સામાને દુઃખ થાય એ પોતાને દુ:ખ થયા બરાબર છે. ખોટો એક પૈસોય લેવાય નહીં. આપણા પુણ્યનું આવીને મળે એ સાચું.
તમારી પાસે કોઈ ખોટું કરીને પૈસા લઈ જાય તો તમને સારું લાગે ખરું? સામાને દુ:ખ લાગેને ? કોઈને દુઃખ થાય એવો ધંધો જ ના કરીએ.
આ દુનિયામાં સુખ આપે તો સુખ મળે પણ દુઃખ ન આપે તો દુ:ખ મળે. શું આપો છો ? મિલ્ચર આપો છો ?
પ્રશ્નકર્તા : સુખ આપવા પ્રયત્ન કરું છું. દાદાશ્રી : છતાં દુ:ખ કેમ અપાઈ જાય છે ! પ્રયત્ન કેમ ફળતો નથી ?
પ્રશ્નકર્તા : હું અત્યારે લાઈફ ઇન્શયોરન્સનું કામ કરું છું. અહીંયા લાઈફ ઈન્થયોરન્સ સચ્ચાઈથી નથી મળતો. એટલે એપ્લિકેશન કરવા માટે જૂઠું કરવું જ પડે છે. એટલે સચ્ચાઈના માર્ગે જવા માંગતા હોય તો વિપ્નો આવે. એટલે મને એમ થાય કે ખોટે માર્ગે પૈસો કમાવો ? કે એના કરતાં પૈસો નહીં કમાવો ? કે સાચે રસ્તે જવું ?
દાદાશ્રી : સાચે રસ્તે જવું. એમાં અંદર શાંતિ રહેશે. ભલે બહાર પૈસા નહીં હોય. પણ અંદર શાંતિ ને આનંદ રહેશે. ખોટા રસ્તાનો પૈસો ટકેય નહીં અને દુઃખી દુઃખી કરે. અંદર દુઃખી કરે એટલે ખોટે રસ્તે જવું જ નહીં, એમ નક્કી કરવું અને બધાંને સુખ આપશો તો સુખ મળશે. દુ:ખ આપશો તો દુ:ખ મળવાની શરૂઆત થઈ. દુ:ખ ગમે ખરું તમને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી બીજાને કેમ કરીને ગમે ? તમારામાં જે જે શક્તિ હોય તેનાથી આપણે ઓબ્લાઈઝ કરવા. બીજી રીતે કરવું પણ સામાને સુખ આપવું બધાંને. સવારમાં નક્કી કરવું જોઈએ કે જે મને ભેગા થાય તેને કંઈનું કંઈ સુખ આપવું છે. પૈસા અપાય નહીં તો બીજા બહુ રસ્તા છે. સમજણ પાડી શકાય, કંઈ ગુંચાયો હોય તો ધીરજ આપી શકાય અને પૈસાય પાંચ-પચાસ ડૉલર તો આપી શકાયને !
કરો પાકાતું તે થાય પોતાનું ! જેટલી જવાબદારીથી પારકાનું કરે એ પોતાનું કરે. પ્રશ્નકર્તા : પારકાનું કરે એ પોતાનું કરે. એ કઈ રીતે ?
દાદાશ્રી : બધા આત્મા એક જ સ્વભાવના છે. એટલે જે આત્મા માટે કરે તે પોતાના આત્માની પાસે પહોંચે. પારકાના આત્મા માટે કરે તે પોતાના આત્માને પહોંચે અને જે પારકાના દેહ માટે કરે તેય પહોંચે. હા, ફક્ત આત્મા માટે કરે તે બીજી રીતે પહોંચે. મોક્ષમાં જવાનો રસ્તો ખુલ્લો થઈ જાય અને દેહને એકલાને માટે કરે તો અહીં સુખ ભોગવ્યા કરે. એટલે આટલો ફેર છે ફક્ત. ને પારકા માટે કરે તો પારકાનું થાય છે. જે પારકાનું કરે છે એ જ પોતાનું કરે છે. એકલું પોતાનું કરે છે એ પોતાનું કરતો નથી. એનાથી પોતાનું કામ પૂરું ન થાય. એટલે પારકા માટે કરવું એનું નામ પુણ્ય કહેવાય, અને પોતા માટે કરવું એ પાપ કહેવાય. તમે આવતા ભવને માટે તૈયારી કરી નહીંને ? પુણ્ય તો બાંધ્યું નહીં ?
પ્રશ્નકર્તા : ખરેખર આવો ભેદ કોઈએ સમજાવ્યો ન્હોતો.