________________
પૈસાનો
વ્યવહાર
૧૨ ૧
૧ ૨ ૧
પૈસાનો
વ્યવહાર
મચ્છરાં તો આવ્યા જ કરે. આપણે એને ઉડાડ્યા કરવાનાં અને આપણે સૂઈ જવાનું.
મહીં અનંતશક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે “હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?” ત્યારે મહીં બુદ્ધિ બોલે કે આ ધંધામાં આટલી ખોટ ગઈ છે. હવે શું થાય ? હવે નોકરી કરીને ખોટ વાળોને. મહીં અનંત શક્તિવાળા શું કહે છે કે, અમને પૂછોને, બુદ્ધિની શું કરવા સલાહ લો છો ? અમને પૂછોને, અમારી પાસે અનંત શક્તિ છે, જે શક્તિ ખોટ ખવડાવે છે એ શક્તિ પાસે જ નફો ખોળોને ! ખોટ ખવડાવે છે બીજી શક્તિ અને નફો ખોળો છો બીજા પાસે. એ શી રીતે ભાગાકાર થશે ? મહીં અનંતશક્તિ છે. તમારો “ભાવ” ના ફર્યો તો આ જગતમાં કોઈ શક્તિ નથી કે તમારી ઇચ્છા પ્રમાણે ના ફરે. એવી અનંતશક્તિ આપણી મહીં છે. પણ કોઈને દુ:ખ ના થાય, કોઈની હિંસા ના થાય, એવા આપણા લૉ હોવા જોઈએ. આપણા “ભાવ” નો લૉ એટલો બધો કઠણ હોવો જોઈએ કે દેહ જશે પણ આપણો ભાવ ન તૂટે. દેહ જાય તો એક ફેરો જશે એટલે એમાં કંઈ ડરવાની જરૂર ના હોય. એવું ડરે તો તો આ લોકોની દશા જ બેસી જાયને, કોઈ સોદો જ ના કરેને ! અમે તો એવા મોટા મોટા માણસ જોયા છે કે એ પાછો દલાલ હોય. એ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણીની વાતો કરે અને પાછા કહે છે શું કે, દાદા, બધાં જ ઘણાંખરાં લોકો અવળું જ બોલે છે, તે શું થશે ? ત્યારે મેં કહ્યું કે, જરા ધીરજ પકડવી પડે, પાયો સ્ટ્રોંગ રાખવો પડે. આ ગાડીઓ આટલી બધી સ્પીડમાં ચાલે છે. આમાં જીવતાં નીકળે છે તો ધંધામાં સેફ નહીં નીકળાય ? બહાર તો જરા વારમાં બીક લાગે. જરા જરામાં અથડાઈ જશે એવું લાગે પણ કંઈ અથડાતું જોવામાં આવતું નથી. બધાં કંઈ અથડાઈ જાય છે ? એ લોકો નીકળી જાય છે તો આ નહીં નીકળી જાય ? એ રસ્તા પર તો જો ભય પેઠોને તો તો પછી તમે સાંતાક્રુઝથી અહીં દાદર શી રીતે આવો ? અને આવો છો તો તમે મૂચ્છિત હો તો જ ભય ના લાગે માટે મહીં જરા સ્ટ્રોંગ રાખોને ! એટલે જે જગ્યાએ ઘા પડેને તે જગ્યાએ રૂઝાઈ જાય માટે જગ્યા ફેર ના કરીએ. જો કે અમે કાયદાની દ્રષ્ટિએય જાણીએ કે આમ હોવું ઘટે.
તોય દુનિયા ચાલે છેને ! કોઈ દહાડોય અટકી નથી. એક સેકન્ડેય અટકી નથી. મિયાંભાઈનું યે ચાલે છે, એ શું કહે છે કે, કલકી બાત કલ હો જાયેગા ને
આપણા હિન્દુઓ કહે છે કે કાલે શું કરીશું ? આ મિયાંભાઈનું યે ચાલે છે તો તારે શું અટકી જશે ? આ દુનિયા કંઈ બંધ થઈ જવાની છે ? પણ એવું છે ને બનતાં સુધી દરિયામાં ઊતરવું નહીં અને ઉતરવાનો પ્રસંગ મળી ગયો તો બીજું નહીં. કાયદો કેવો રાખવો કે દરિયામાં ઊતરવું જ નહીં. કારણ કે દરિયો એ ભૂમિ નથી. એટલે બનતાં સુધી ઊતરવું જ નહીં એવો આપણો કાયદો હોવો જોઈએ. તેમ છતાં દરિયામાં જવું પડ્યું તો ડરીશ નહીં. કારણ આવ્યા ત્યારે આવ્યા, તો હવે ડરવાનું નહીં, નીડર રહેજે, જ્યાં સુધી નીડર રહ્યો ત્યાં સુધી અલ્લા તેરી પાસે. ને ડર્યો તો અલ્લા કહેશે, કે ‘જા, ઓલિયા કે પાસ ચલે જાવ, અમારી પાસ નહીં પછી ઓલિયા મળી આવે અહીં આગળ. તે ઓલિયાને કહેશે કે મને કંઈ કરી આપને એટલે ઓલિયો માળા-બાળા કરી આપે અને એના પૈસા લે. આ અલ્લા કંઈ બહેરા છે ? સાંભળે છે બધુંયે, આપણને ખોટ ગયેલી હોય તો એના જાણે ? એટલે થોડુંઘણું સ્ટ્રોંગ તો જોઈએને માણસનામાં. જો કે અમે ધંધામાં તમારા જેવા જ હતા. અમે આ બધું બોલીએ ખરું, આ ટેકનોલોજી બધી મારા ખ્યાલમાં પણ મન એટલું બધું પોલું નહીં, એટલે દરિયામાં અમે પેસીએ જ નહીં. છતાંય પેઠા તો પછી હિંમત છોડવાની નહીં. એટલે જ્યાંથી ખોટ આવી ત્યાંથી વાળવી. ભગવાનને ત્યાં રેસકોર્સ કે કપડાંની દુકાન, ધંધામાં ફેર નથી. પણ જેને મોક્ષે જવું હોય તો આ જોખમમાં ના ઉતરશો, દરિયામાં ના પેસશો. ને પેઠા પણ પછી કુદરતી રીતે નીકળી જવાય. એવી રીતે નીકળી જવું. ધક્કો મારવો નહીં.
સ્ટીમરને હું કહું કે તારે અનુકૂળ આવે ત્યારે ડૂબજે, પણ અમારી ઇચ્છા નથી. અમારી ઇચ્છા નથી, બોલવું પડે, કારણ નહીં તો સ્ટીમર કહેશે કે, આમને અમારી જોડે ભાવ નથી. એટલે સ્ટીમરને કહીએ કે અમારે શાદી મંજૂર છે. અમારે ઇચ્છા નથી છતાં તારે ડાયવોર્સ લેવા હોય ત્યારે લેજે. એવી ફૂંક મારીએ ને પછી ખબર પડે કે તમારી સ્ટીમર ડૂબી છે, તો અમે જાણીએ કે અમે તો પહેલેથી જ કહેલુંને, પછી ડૂબી તો ભો ભડકાટ નહીંને. જ્યારે ને ત્યારે સ્ટીમરો દરિયામાં ડૂબશેને. કંઈ જમીન પર સ્ટીમર ડૂબે ? દરિયામાં જ ડૂબેને ?
એટલે ધંધો કરવો કે ના કરવો એવું બેમાંથી એ કશું કહીએ નહીં, કારણ કે એ વ્યવસ્થિતના તાબામાં છે. નહીં તો તમને કહી ના દઈએ કે છોડી દો આ