________________
પૈસાનો
વ્યવહાર
૧૨૦
લાચારી મહાપાપ !
અને લાચારી જેવું બીજું પાપ નથી. લાચારી થતી હશે ? નોકરી ના મળતી હોય તોય લાચારી, ખોટ ગઈ તોય લાચારી, ઈન્કમટેક્ષ ઓફિસર ટૈડકાવતો હોય તોય લાચારી. એય અલ્યા, લાચારી શું કરે છે તે. બહુ ત્યારે પેલો પૈસા લઈ લેશે, ઘર લઈ લેશે. બીજું શું લઈ લેશે ? લાચારી શેને માટે કરવાની. લાચારી તો ભયંકર અપમાન છે ભગવાનનું. આપણે લાચારી કરી તો મહીં ભગવાનને ભયંકર અપમાન થાય. પણ શું કરે ભગવાન ?
પ્રશ્નકર્તા : ભગવાન પોતે ફસાયા છે.
દાદાશ્રી : ધંધામાં ખોટ આવશે, આમ થશે, અલ્યા મેલને પૂળો, નાદારી આવ’ કહીએ. અમે આ સૂતા એથી મોટું પદ કયું આવશે ? જગતથી તરીને બેઠેલા છીએ. ડૂબેલા ડૂબશે. મોક્ષે જવું છે એને કોઈ કાયદો નડતો નથી. મારીને આલી દે ને નીકળી જાય તો વાંધો નથી. આ તો જ્ઞાની પુરુષનો આપેલો શુદ્ધાત્મા છે.
ભય પમાડે કે આવતી સાલ અઢીગણી ખોટ આવશે. તો કહીએ આવજો નાદારી. અમે તો સૂઈ જઈએ. એકનો એક છોકરો મરી જાય તો કહીએ, ‘સર્વસ્વ ચલે જાય' પણ લાચારી ના હોય.
ખોટ ત્યાંથી જ તફો !
વ્યાવહારિક કાયદો કેવો છે ! શેરબજારની ખોટ થયેલી હોય તો તે
કરિયાણા બજારથી ના વાળીશ. શેરબજારમાં જ વાળજે. મૂળ આ ગજું નહીં અને કામ કરવા ગયા. એટલે ખોટ ખાય અને પછી કરિયાણાની દુકાન કાઢીને ખોટ વાળે એવાં આ લોક. પહેલાં ત્રાજવે તોલી તોલીને આપે ને પછી ભેળસેળ કરીને આપે. પણ કહેશે ખોટવાળો. અલ્યા આવું ના કરાય. નરી પાપ-હિંસા થઈ રહી છે. ત્યાં પાછો ફરી જા અને શેરબજારમાં દોસ્તી કરીને પછી લગાવ પાછો. મૂઆ જે ગામની ખોટ હોય તે ગામમાં જ વાળીને આવીએ.
આ હિસાબ મેં નાની ઉંમરમાં કાઢેલો કે અમુક બજારની ખોટ ગયેલી હોય તે અમુક બજારથી વાળવા જઈએ તો શું થાય ? એ ખોટ ના નીકળે. કેટલાક
વ્યવહાર
માણસો એટલા હલકા વિચારના હોય છે. ખોટ કોંટ્રાક્ટના ધંધામાં ગયેલી હોય અને પાનની દુકાનમાંથી ખોટ કાઢવા જાય. અલ્યા ખોટ એમ ના નીકળે. કોંટ્રાક્ટના ધંધાની ખોટ કોંટ્રાક્ટથી નીકળે પણ એ પાનની દુકાન કરે, પણ એનાથી કશું વધે નહીં, ઉલટો લોક તારો ગલ્લોય લઈ જશેને તારું તેલ કાઢી નાખશે. એનાં કરતાં પૈસા ના હોય, તોયે ત્યાં જઈને ઊભા રહેવાનું. તે દહાડે જરા સારું પેન્ટ પહેરીને જવાનું, કોઈની દોસ્તી થઈ તો કામ પાછું ચાલુ થઈ જાય અને એને દોસ્તી-બોસ્તી બધું મળી આવે.
૧૨૦
પૈસાનો
આપણે નક્કી કરવું કે ખોટું નથી કરવું, કાયમને માટે ખોટું નથી કરવું અને રૂપિયા, આના, પૈસા આપી દેવા છે, વહેલે મોડે પણ આપી દેવા છે. આ જિંદગીમાં તો અવશ્ય આપી દેવા છે એવું નક્કી કરવું જોઈએ.
એટલે નિયમ કેવો છે, જ્યાં જે બજારમાં ઘા પડ્યો હોયને તે બજારમાં જ ઘા રૂઝાય. એવું છે જ્યાં ઘા થયો હોયને તે એરિયામાં જ એની રૂઝાવાની દવા હોય. આપણે જે ગુનો કરી આવ્યા એ ગુનાની જગ્યાએ હિસાબ પૂરો ના કરીએ તો બીજી જગ્યાએ ગુના ના કરાય પણ આ તો બુદ્ધિ જ ફસાવે છે.
ભગવાને મોક્ષે જવું હોય દ્રવ્યને ગણકાર્યું નથી. એટલે આપણે તો એક જ ભાવ રાખવો કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો અને બીજું એ કે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે, કારણ કે લક્ષ્મી એ અગિયારમો પ્રાણ છે. મનુષ્યના દસ પ્રાણ છે. પછી લક્ષ્મીને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી એ ધ્યેય નિરંતર રહેવો જોઈએ. પછી તમે ખેલ ખેલો તો વાંધો નથી. એ ધ્યેય લક્ષમાં રાખીને તમે ખેલ ખેલો પણ ખેલાડી ના થઈ જશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ. એટલે આ જગતના કંઈ ‘લૉ’ તો હશે જ ને ! દરેક ધંધા ઉદયઅસ્તવાળા છેને ! બધું ઉદય-અસ્તવાળું જ હોય.
મચ્છરો ખૂબ હોય તોયે આખી રાત ઊંઘવા ના દે અને બે મચ્છર હોય તોયે આખી રાત ઊંઘવા ના દે. તો આપણે કહેવું કે ‘હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવોને. આ નફા-ખોટ એ મચ્છરાં જ કહેવાય.