________________
પૈસાનો
વ્યવહાર
૧૧૯
૧૧૯
પૈસાનો
વ્યવહાર
એટલે કોઈની ય જોડે કચકચ ના કરશો. ને એવા કોક દહાડો જ મળી આવે ને ! હવે એની જોડે બાઝીએ એમાં શું કાઢવાનું ? પહેલું એકવાર કહી મૂકીએ કે “આ ભગવાન તો માથે સંભાર’ ત્યારે કહે, ‘ભગાવન-બગવાન શું?” એ બીજા શબ્દ નીકળેને એટલે આપણે સમજી જઈએ કે આ હુલ્લડવાળો છે !
પ્યાલા ફૂટે ત્યારે.....
એક શેઠ આવ્યા'તા. મેં એમને કહ્યું, ‘અમે પચ્ચીસ જણ તમારે ત્યાં ચા પીવા આવીએ ત્યારે નોકરના હાથમાંથી પચ્ચીસ કપરકાબી પડી જાય ત્યારે તમને શું થાય ?” ત્યારે એ કહે છે અને નોકરને એટલું પૂછીએ કે, ‘ભાઈ દાજ્યો નથીને ?” ત્યારે મેં કહ્યું, ‘બહુ સારું કહેવાય.' જો હિન્દુસ્તાનમાં અજાયબી કેવી ભરેલી હોય છે !!
નહીં તો પચ્ચીસ પ્યાલા-રકાબી ફૂટે કે પહેલાં તો તરત જ મનમાં વિચાર આવે કે સવાસો રૂપિયાનું નુકાસન કર્યું આ નોકરે. ગુણાકાર નક્કી થતો હશે, નહીં ? પેપર પર તો જરા વાર લાગે પણ આ મનમાં તો વાર ના લાગે !
પછી કહ્યું, ‘ગજવું કપાય તો ! ત્યારે એ કહે, ‘એને જરૂર હોય તો લઈ જાય ને નહીં તો ના લઈ જાય.” એટલે મને એમ થયું કે આવા જો ગુણ આવ્યા હોત તો હું કે'દાહાડાનો ભગવાન થઈ ગયો હોત.
તમે વાત સરસ કરો છો પણ તે એકુંય માણસ સુધર્યું નહીં તમારા હાથે ? પ્રશ્નકર્તા : અઘરમાં અઘરું તો નોકરને સુધારવાનું હોય. તે નોકર સુધરી
બહુ મોટા શેઠિયાનેય પ્યાલા ફૂટી જાય ઘરમાં તો અજંપો થાય, તો અલ્યા ક્યા ગુરુ કરવા ગયો હતો તું ? પ્યાલા ફૂટી જાય તોય તારો અજંપો જતો નથી, એવું તે શું જાણ્યું તે ? આ તો અજ્ઞાન જાડું કર્યું ! અજ્ઞાનીના સંગમાં પડ્યો તેથી અજ્ઞાન જાડું થયું એટલે કપ ફૂટ્યા કે તરત એને ખ્યાલમાં આવી જાય કે આ તો બહુ નુકસાન થયું ! પંદર-વીસ રૂપિયાનું નુકસાન થયું ! પછી રોકકળાટ ચાલુ !! આ આદિવાસીઓને પ્યાલા ફૂટી જાયને, તો અજ્ઞાન પાતળું, એટલે કશુંય નહીં, ને આ તો અજ્ઞાન જાડું !!
જોડાતી ય કાણ ! નોકર પ્યાલા લઈને આવે અને ફૂટી જાય તો મહીં કશું થાય કે ના થાય ? જુઓને પ્યાલાની કાણ કરે છે. છોકરાની યે કાણ કરે ને પ્યાલાની યે કાણ કરે. સંસારીઓને તો બધાની જ કાણ કરવી જોઈએને ? અરે ! જોડા ખોવાઈ ગયા હોયને તો આ મોટા મોટા શેઠિયા હોય છેને તો એ ય કાણ કરે. દહાડામાં જે આવે તેને કહ્યા કરશે કે મારા નવા બુટ હતા, તે જતા રહ્યા. અલ્યા, કાણ શેની કરે છે ? કાણ કોઈનીય કરવાની ના હોય. જોડો ગયો એટલે આપણે જાણીએ કે કોઈક પુણ્યશાળીના હાથમાં ગયો છે. એની પુણ્ય હોય ત્યારે જ આવો મોંઘો જોડો ભેગો થાયને ? નહીં તો શેઠિયાનો જોડો ક્યારે ભેગો થાય ? પણ આપણે સમજી જવાનું કે આપણો હિસાબ ચૂકતે થઈ ગયો !
હવે એવું એક ફેરો બન્યું'તું ! એક મિલવાળા શેઠ હતા તો એમના દોઢસો રૂપિયાના બૂટ હતા, તે બધા રૂમમાં જમવા ગયા તે એ બૂટ પહેરીને કોઈક લઈ ગયું. પછી શેઠને તો બહાર જવાનું થયું, ત્યારે બૂટ ના જડ્યા. પછી તો મનમાં થોડીવાર કાણ થઈ ! હવે કાણ ક્યારે કરાય ? જમાઈ મરી ગયો હોય, ત્યારે કાણ થાય. પણ તે આ બૂટની કાણ કરી શેઠે ! પછી બપોરે એમને ત્યાં બીજા કોઈ ઓળખાણવાળા હતા તે આવ્યા. તો શેઠ એને કહે છે, ‘વખત કેવો બગડી ગયો છે ? દોઢસો રૂપિયાના મારા બૂટ કોઈ લઈ ગયા.” અલ્યા ફરી પાછી કાણ કરી ?! કેટલી વખત આવી કાણ કરી છે બળી ! સાંજે ફરી ચાર જણને તો કહે. આવી કાણો કર્યા કરે ! અલ્યા, આની કાણ કરવાની હોતી હશે !
ગયો.
દાદાશ્રી : નોકર સુધરી જાય. નોકર તો એમ જાણે કે આ શેઠાણી સારા છે. એવું ઓળખે, પણ આ તો ઘરનો મેમ્બર, ‘મેમ્બર ઓફ ધી હોમ’. ‘હોમ મેમ્બર’ના માને. નોકર તો સુધરે. અરે, તમારું ને મારું ઓળખાણ હોત તો હું સુધરી જાત. વાત સરસ કરો છો. સામાને ફીટ થાય એવી વાત છે, પણ ‘હોમ મેમ્બર” ના માને.