________________
પૈસાનો
વ્યવહાર
૧ ૧ ૮
૧ ૧૮
પૈસાનો
વ્યવહાર
કાળા ને કાળા છે. હું બધે જઈ આવ્યો. કેટલીક જગ્યાએ વિશેષ પડતા એકદમ કાળા છે. અને કેટલાક અહીં આગલ જરા કોલરવાળા છે. હું બધે જોઈ આવ્યો પણ આ સિવાય બીજી નાત નથી. જ્યાં જુઓ ત્યાં કાગડા કાળો !
ત્યાં કેસ મૂકો ઊંચો ! પ્રશ્નકર્તા : મારે એક પ્રશ્ન ઊભો થયો છે. એક રિક્ષાવાળાને મેં પેપરનું પાર્સલ બીજે ગામ પહોંચાડવા આપ્યું. તેણે તે ટ્રકમાં મોકલી આપ્યું ને ઉપરથી પુરા પૈસા માંગે છે. પાર્સલ મોડું પહોંચ્યું. મેં તપાસ કરાવી તો બધી ખબર પડી ગઈ. હવે પેલો રિક્ષાવાળો રોજ ઓફિસમાં આવી હેરાન કરે છે ને હું કહું છું કે તને એક પૈસોય નહિ મળે. ત્યાં શું કરવું ?
દાદાશ્રી : ઊંચું મૂકી દો. હરેક કેસ ઊંચા મૂકવા અને બાઝવું હોય, એવો તાંતો રાખવો હોય તો કોઈ શ્રીમંત જોડે રાખવો. ચપ્પા વગરનો હોય ત્યાં તાંતો રાખવો. આ ગરીબ બિચારાં, ખાવાનું ય ઠેકાણું નહીં હોય, દારૂ પીને ફરતો હોય. એની જોડે ઉકેલ લાવી નાખવો.
આ ભેગો થયો ? આ આપણું ઈનામ છે, માટે એને આપી દો.
કોઈને સહેજ હલાવશો નહીં. કારણ કે બધું સળગી ઊઠેલું છે. આમ ઉપરથી એમ લાગે કે કશું સળગ્યું નથી. ભડકો થયો નથી, પણ મહીં ઘુમાઈ રહેલું છે. જરાક આંગળી અડી કે ભડકો થશે. માટે આ કાળમાં કોઈ જાતની કચ-કચ કોઈની જોડે ય ના કરવી. બહુ જોખમદારીવાળો કાળ છે. એ બગડેને ત્યારે કહીએ, ‘ભઈ અમારે પણ ધંધો કરવાનો, પછી અમે શું ખાઈએ ?’ એમ તેમ કરીને અટકાવી-પટાવીને કામ લેવા જેવો વખત છે. એક પેલું લોખંડ એકલું જ ગરમ થયેલું હોય, તેને જ ઘણ મરાય, બાકી બીજે બધે તો મરાય નહીં, એ ગરમ થયેલા લોખંડને ના મારીએ તો ય ઉપાધિ, એનો ઘાટ ના ઘડાય અને આ જીવતાં ને તો જરાક હાથ અડાડ્યો કે ખલાસ. તેમ છતાં ય પ્રકૃતિ જોઈ લેવી. આપણો કાયમનો નોકર હોય એની પ્રકૃતિ જોઈ લેવી. તેમાં બહુ વાંધો નહીં. આપણે જાણીએ કે આ ડાહ્યો છે, એ ડાહ્યા જોડે ડાહી વાત કરો તો વાંધો નહીં પણ આ બહારની પબ્લિક સાથે તો ચેતીને રહેવું. કારણ કે ક્યારે કોઈ માણસ કેવો અકળાઈ ઊઠ્યો છે એ શું ખબર પડે ? છતાં એ તમને જ ક્યાંથી ભેગો થઈ ગયો? માટે સમજાવી કરીને એનાથી છૂટી જવું. આ વિચિત્ર કાળ છે. એટલે બિચારાને બહુ અકળાટ હોય છે. અહીં બહુ જ દુઃખ હોય છે. તે જરા છંછેડો કે ચપ્પ મારે. કશું વધારે પડતું દુઃખ સામાને ક્યારે દે ? પોતાનું દુ:ખ સહન ના થાય ત્યારે જ ને ?
પ્રશ્નકર્તા : એને પોતાનું દુઃખ તો હશે જ, પણ અત્યારે તો આમ રસ્તે જાય છે તો વાતે વાતે કોઈ લેવાદેવા વગર આમ સળગ્યું જ છે, આમ એને હાથ અડી ગયો કે સીધી મારામારી ઉપર જ જવાનો.
દાદાશ્રી : અરે, મારામારી તો શું ? એ કંઈ નવી જ જાતનું કરી નાખે. મારામારીમાંતી જો ખસી ના જાવને તો ચપ્પ મારી . એટલે એમને તો એમ કહેવું પડે કે “મારે લીધે તને કંઈ વાગ્યું હશે.” એમ-તેમ કરીને છૂટી જવું જોઈએ. આ તો જંગલી પાડી લઢતા હોય તેમાં મોટા રાજા હોય તો ય એનાથી જવાય ખરું ? એ પાડા રાજાનું માન રાખે ખરા ? એવું આ જંગલી પાડા જેવું થઈ ગયું છે અત્યારે !
ઝગડવામાં પણ વિવેક ! અત્યારે બધું ગુંચાઈ ગયેલું છે. એટલે આંગળી ના કરશો. આ પોટલાં ઊંચકવાવાળા વધારે પૈસા માંગે તો, કોઈ માણસ ઊંધો ચોંટી પડે કે આટલા તો પૈસા આપવા જ પડશે. તો આપણે, એને કહીએ કે, ‘ભાઈ, જરા ભગવાન તો માથે રાખ.' તો ય કહેશે કે, ‘ભગવાન શું માથે રાખે ? બે રૂપિયા ના લઈએ ત્યારે ખાઈએ શું ?”
એટલે પછી આપણે કહીએ કે, લે ભઈ, આ બે રૂપિયા ને ઉપરથી આ દસ પૈસા. આપણે જાણીએ કે આઠ આનાનું કામ હતું પણ આણે બે રૂપિયા લીધા તે આપણે જાણ્યું કે આવું તો કો'ક દહાડો મળે, રોજ આવું મળે નહીં, બીજે દહાડે ખોળવા જઈએ તો યે એવો મળે નહીં, મજૂરો જ કહેશે કે, કાકા, બે રૂપિયા તો લેવાતા હશે ? એટલે કોઈક વાર બે રૂપિયાવાળો મળી જાય, કોઈક વાર દોઢ રૂપિયાવાળો મળી જાય, કોઈકવાર આઠ આનાવાળો યે મળી જાય. આપણને કેમ