________________
પૈસાનો
વ્યવહાર
૧૧૭
૧૧૭
પૈસાનો
વ્યવહાર
લૂગડે અમને કાચા !' મેં કહ્યું, “થોડીઘણી રકમ તો પાછી આપશે ને !” ત્યારે કહે, “ના, હવે કંઈ આપે એવું હમણાં કંઈ દેખાતું નથી. પછી હવે ઝગડા કરીએ ને કોર્ટે જઈએ ત્યારે થાય !” તે મેં જાણ્યું કે આ તો બહુ દુઃખી થઈ ગયા હશે. એટલે મારા મનમાં એમ કે આની ‘વિધિ’ વહેલી કરો. પછી મેં થોડીવાર ધીરજ પકડી. પછી મેં પૂછ્યું, ‘ત્યારે હવે તમારે સર્વિસ કરવા જવું પડશે ! મેઈન્ટેનન્સ કરવા માટે શું થાય ? સર્વિસ કરવા જવું પડશે ? ત્યારે એ કહે, “ના, એમ તો પચાસ લાખ રૂપિયાનું મારી પાસે સાધન છે !!’ ત્યારે મને થયું કે આ લોકોનો વિશ્વાસ ના કરાય. આ લોકોની જોડે આપણે પડવું ના જોઈએ. ‘આમ તો પચાસ લાખની મૂડી ખરી, પણ આમ બધું લૂંટાઈ ગયો’ એમ કહે છે ! એટલે આટલા પૈસાએ આ લોકો આટલા દુઃખી છે તો ખરેખર દુઃખ હશે ત્યારે શું થશે આમનું ?! દરેક માણસ કહે કે ખરેખર આ ભાઈ દુ:ખી છે, લોકો કહે એ જ દુ:ખી છે અત્યારે તો. આમને લોક શું કહે ? સુખિયા છે. મેં તો મારી જાતને ય સુખિયા કહેલું, આજુબાજુનાં લોક કહે છે કે અંબાલાલભાઈ ઘણા સુખિયા છે અને તમે એમ માની બેઠા છો કે હું દુ:ખી છું. કઈ જાતના માણસો છો ? આમ હું એમને પૂછું, વટું હઉ એમને ! આજુબાજુનાં તે પૂછીએ. ત્યારે બધાં કહે, ‘એ સુખી માણસ છે” પછી ઢાંકીને સુખી દેખાતા હોય કે ગમે તે. ઢાંકીને ય સુખી દેખાય કે ના દેખાય ? ઉઘાડું ના થવા દે ને ? પ્રશ્નકર્તા : ના.
તા કાગડા બધે ય કાળા ! દાદાશ્રી : તમારું રાગે પડી જશે ભઈ, હું કે ! ધંધામાં નથી ફાવતું ?
પ્રશ્નકર્તા : ફાવે તો છે પણ લેબરની ટ્રબલ ઊભી થઈ છે એટલે જરા મનમાં અશાંતિ રહ્યા કરે..
દાદાશ્રી : તે લેબરતની ટ્રબલ ના હોય એવો ધંધો ખોળી કાઢને ! આ કોઈ ટ્રબલવાળાને સોંપી દેવી, પૈસા લઈને આપણે અહીં ટ્રબલ આવે તો અહીંથી અહીં ખસી જવું. લેનારા ય છે ને દેનારા ય છે. વેચનારાને વેચીએ તો એ લે કે ના લે? આ ઓછું પૈણેલી ચીજ છે તે કંઈ કાયમ ના કાઢી મુકાય ?
પ્રશ્નકર્તા: એ તો અહીંયા મહારાષ્ટ્રમાં ટ્રબલ બહુ છે. એટલે અમારે હવે ગુજરાતમાં શિફટ થઈ જવું છે.
દાદાશ્રી : આપણે ત્યાં જઈશું તો એ ટ્રબલ ત્યાં આવીને ઊભી રહેશે. આ દુ:ખ તો કંઈ છોડવાનાં ઓછાં છે ? કેટલા ભાગીદાર છે ?
પ્રશ્નકર્તા : ભાગીદાર કોઈ નથી. પોતે જ પ્રોપ્રાયટર છું.
દાદાશ્રી : ઇન્કમટેક્ષ કેટલો ભરવો પડે છે ? સેંકડે બે ટકા. લોક સીધી રીતે ઇન્કમટેક્ષ ભરતા હશે ! અને સર્વિસવાળાને તો એમ ને એમ ઇન્કટેક્ષ કાપી જ લે, પછી એમને નોખું આવ્યું જ ક્યાં ? એટલે એક સર્વિસવાળા હતા, રીસર્ચમાં. તે મને કહે, ‘ત્રેપનસો રૂપિયા પગાર મળે છે. હવે કંપની કહે છે કે ‘અમે તમને પગાર વધારીએ.’ મેં કહ્યું, “ના, મારો પગાર ના વધારશો, હું કંટાળી ગયો છું. મને એક ગાડી તમારી આપો ફક્ત. ગાડી હોય એટલે મારે આવવાજવાનું ફાવે. પગાર વધારો તો તે પાછા પેલા લોકો લઈ જાય. ‘કોણ લોકો લઈ જાય ?’ ‘સરકાર.” એવી કંઈ કળા હશે જ ને ? એમાં ય કળા ખરી ને ?? એ ય આવડે છે ને ?! ઊંટ કરે ઠેકડા ને માણસ કરે કાંઠડા. આ દુઃખ તમારું બધું જતું રહેશે. દુ:ખ તો કાઢવું છે ને ? આપણી આ લેબરની ટ્રબલ કાઢવી કે આપણી ટ્રબલ કાઢવી ?
પ્રશ્નકર્તા : આપણી.
દાદાશ્રી : આપણી ટ્રબલ નીકળી ગઈ તેને બધીયે નીકળી ગઈ. જેને પોતાની ટ્રબલ નીકળી એને બધીયે નીકળી ગઈ.
પ્રશ્નકર્તા : પછી વડોદરા શિફટ થવાની જરૂર નહીં ને ?
દાદાશ્રી : શેનું વડોદરા જવાની જરૂર ? જ્યાં જુઓ ત્યાં આગળ ને આગલ આવશે. આપણે સેફસાઈડ ખોળીએ, પણ જ્યાં જુઓ ત્યાં આની આ માયા આગળ આવ્યા વગર રહેશે નહિ. એક નહીં ને બીજી, પણ ટ્રબલ તો નિરંતર રહેવાની જ. આપણી જો ટ્રબલ નીકળી જાય તો કોઈ ટ્રબલ રહેશે નહીં. તમારાં વાઈફ તમને ખરું કહે છે કે જ્યાં જશો ત્યાં ટ્રબલ આવશે. જ્યાં જુઓ ત્યાં કાગડા