________________
પૈસાનો
વ્યવહાર
૧ ૧ ૬
૧ ૧૬
પૈસાનો
વ્યવહાર
:
હે
!!'
વળાય ?!! પછી એને જરા રાગે પાડી આપ્યું, જ્ઞાન આપ્યું. અત્યારે સુખિયો થયો છે ! એ કહે, ‘તમે દાદા મને ખરું શિખવાડ્યું. ભાઈઓ જોડે મારે વેર હતું તે વેર તમે મારું બધું તોડી નંખાવ્યું. ખરું શિખવાડ્યું દાદાજી તમે. તે ઘેર દોડતા આવે છે !' કહ્યું, ‘તમે મિલમાલિક તે તમને શરમ નથી આવતી અહીં આવતા ?” ત્યારે એ કહે, “શાની ? તમારી પાસે આવવાની શાની શરમ તે ? બીજે જવાની શરમ આવે. ‘ભોગવે તેની ભૂલ’ એ મને બહુ સારું ફીટ થઈ ગયું છે. મેં અત્યાર સુધી ભોગવ્યું. તે મારા મનમાં એમ કે આ ભાઈઓ જ ભોગાવડાવે છે. પણ ભૂલ તો મારી જ છે. હવે સમજાઈ ગયું. હું તો ભાઈઓને વેરને માટે, તો ભાઈઓને આમ કરી નાખું ને તેમ કરી નાખું એવા જ બધા ભાવ રાખતો !” ત્યારે મેં કહ્યું, ‘હવે બધું છોડી દે છાનોમાનો. ડાહ્યો થઈ જા !” પણ એના હજાર લીધા પછી તો, પાંચ લાખ દેખાડ્યા કે હજાર લીધા !
કેવી અવળી દષ્ટિ !
ગભરાઈશ નહીં. એ તો બધા ય દુખિયા હોય, હું યે દુખિયો હતો ! એવું મનમાં ના રાખવું કે આ દુખિયો શાથી હું થઈ ગયો ! તું દુખિયો છે નહીં. એવું તું માની બેઠો છે. મારી પાસે તો બધા ય આવ્યા તેમાં કોઈએ એમ નહીં કહ્યું કે ‘સાહેબ, હું બહુ સુખિયો છું જ્ઞાન મલ્યા પછી સુખિયા થઈ ગયા ! પણ પહેલાં તો કોઈ એમ નહિ કહેતું કે, “સાહેબ સુખિયો છું.” આપણે પૂછીએ ‘કેમનું ચાલે છે ?” તો કહે, ‘ઠીક છે હવે !!'
આ તે કેવી તાદારી ? એક મિલવાળા શેઠને કહ્યું, ‘કેમ ચાલે છે, તમારા ધંધારોજગાર ?” ત્યારે તેમણે કહ્યું, ‘બધું ડીરેલમેન્ટ થઈ ગયું.” મેં કહ્યું, ‘બહુ સારું થઈ ગયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ !” આ રેલવેમાં ડીરેલ થઈ જાય તો બેચાર દહાડા માસ્તરો ચા-પાણી કરશે, ખાશે-પીશે નિરાંતે ! મેં એમને પૂછયું, ‘શાથી એવું થઈ ગયું ?” ત્યારે કહે, ‘રૂપિયા થોડા ઘણા મિલમાંથી કમાયો, તે બેંકમાં બરવા ગયો, તે બેંકવાળાએ પછી પાછા આપ્યા જ નહીં ! હવે આપતા જ નથી ! પહેલાં બેંકમાંથી લોન લાવેલો તે બૅકવાળા પાછા આપતા જ નથી. તેથી મારું ટાટું પડી ગયું છે, હવે મને કંઈ વિધિ કરી આપો. મેં કહ્યું, ‘કરી આપું ! કરી આપું !” એટલે મને લાગ્યું કે આ બિચારાં બહુ દુઃખી છે. આ માણસને બેંક આપે નહીં, ભલેને મિલ એમને હોય, પણ મિલને કરે શું છે ? મિલને ઓઢે કે પાથરે ? એટલે પછી એમને ઘેર મને ને બધાને બોલાવ્યા. કહે છે, “પધરામણી તો કરોને મારે ઘેર, પગલાં પડે તો મારું કંઈક કામ થાય.’ તે મેં કહ્યું, ‘આવીશું.' તે અમે એને ઘેર ગયા. ચા-પાણી નાસ્તો લીધો એનો. પછી એક પાકીટમાં રૂપિયા આપવા માંડ્યા. ત્યારે મેં કહ્યું, ‘તમારા રૂપિયા ના લેવા. આવી તમારી સ્થિતિમાં અમારે રૂપિયા શું કરવા છે ?” હજાર જ રૂપિયા હતા. વધારે ન હતા. ત્યારે એ કહે, “ના, દાદાજી, એ તો લેવા જ પડે.’ દાદાજી એવું નથી પણ તમે જેટલું કહો છો એવું નથી, એ તો બીજું કારખાનું છે ને એમાંથી બાર મહિને પાંચ લાખ રૂપિયા આવે છે !!” મેં કહ્યું, ‘અલ્યા તમારી જોડે હું ક્યાં બેઠો આ ?! ‘હું મારા મનમાં સમજું કે આ હપુચી બધી સ્ત્રીઓથી રાંડ્યો, અને તું તો કહું કે અહીં બીજી છે !!! ‘બીજા પાંચ લાખ આવે છે.' કહે છે ! હવે આમને ક્યાં પહોંચી
એક ભાઈને કરોડ રૂપિયાની ઉઘરાણી ફસાઈ હતી. તે અહીં દર્શન કરવા આવ્યા હતા. એમણે વિધિ કરાવડાવી. છ મહિના પછી બીજી વાર આવ્યા. ત્યારે એમણે કહ્યું, ‘હજી પચ્ચીસ લાખ બાકી છે, તેની વિધિ કરી આપોને ! પંચોતેર લાખ રાગે પડ્યું તો ય પચ્ચીસ બાકી.’ કરોડમાં ચાર આનાય આવે એવા ન્હોતા. એવું એ મને કહેતા હતા. એમાં પંચોતેર આવ્યા તોય એ કહે, ‘હવે પચ્ચીસ બાકી છે તેની વિધિ કરી આપો !” આપણાં લોક એવાં છે. “અલ્યા, પંચોતેર આવ્યા તે તો ગણને હવે.
..તો ય દુઃખી ? અમે એક ફેરો એક જગ્યાએ ગયા હતા. ત્યાં એક ભાઈ આવ્યા, એમણે જાણ્યું કે દાદાજી કોઈ મોટા જ્ઞાની પુરુષ છે, અને એ બધું આપણને રાગે પાડી આપે છે. એમના આશીર્વાદથી બધું સારું થઈ જાય છે. તેથી તે આવ્યા. તેમણે મને કહ્યું, ‘મારું બધું જ જતું રહ્યું છે, કશું જ ના રહ્યું. મેં કહ્યું, ‘ક્યાં રહો છો તમે ?” ત્યારે તેમણે કહ્યું, ‘અહીં, જોડે જ રહું છું.’ પૂછ્યું, ‘તમારે ફલેટ નથી ?” ત્યારે કહે, ‘ફલેટ તો છે પણ આ ફલેટને શું કરું હું ? અમારા ભાગીદારે પહેરેલ