________________
પૈસાનો
વ્યવહાર
૧૧૫
પૈસાનો
વ્યવહાર
એમને પૂછીએ કે લાખ રૂપિયા તમે મૂકી જાવ છો તે ક્યારે ઉપાડશો ? એ ખબર નથી. પણ તું ઉપાડશે એ નક્કી છે ! ત્યારે કહેશે કે મારી ઇચ્છા નથી. હવે રૂપિયા ઉપાડવાની ઇચ્છા ના હોય તો ય ક્યારે ઉપાડી જાય એ કહેવાય નહીં. અલ્યા તારું પોતાનું નક્કી કરેલું ય અદબદ છે ! પણ કહે છે શું કે ઇચ્છા નથી. નક્કી કર્યું હોય કે નથી જ ઉપાડવા, હવે તો આટલા બચાવવા જ છે. અલ્યા તું જ બચવાનો નથી ને આ શી રીતે બચવાના છે તે ! અલ્યા, આ કઈ જાતની પોલિસી લઈને બેઠો છું તે !! એના કરતાં ખાઈ-પીને વાપરને, તાજાં શાક આવે છે તે ખાને નિરાંતે ! ફુટ લાવીને નીરાંતે ખા, અને બૈરીને બે-ચાર સારા દાગીના ઘડાવી આપ. પેલી બિચારી રોજ કચકચ કરતી હોય તો યુ અલ્યા નથી લાવી આપતો !!
આ બધું શું છે ! પૂરણ-ગલન છે. અમે અમારા જ્ઞાનથી જોઈને કહ્યું છે આ ! હવે જો કશું ભો ભણકાર રહ્યો છે ? એક બાજુ ‘વ્યવસ્થિત’ છે કહીએ અને બીજું કહીએ બેન્કના સરવાળા-બાદબાકી અગર તો ચોપડાના એકાઉન્ટના સરવાળા બાદબાકી, અગર તો પેલો ઇન્કમટેક્ષવાળો ગજવાં કાપી લેશે, તે બધું નેચરલ' છે. એ એના હાથમાં સત્તા નથી. એ તો બિચારો નિમિત્ત છે. પણ ગુણાકાર-ભાગાકાર તમારા હાથમાં છે. ‘આ’ ‘જ્ઞાન’ લીધું એટલે હવે એ ગુણાકારભાગાકાર તમે હવે ‘પોતે’ કરો નહીં. કારણ કે ‘તમે” તો “આત્મસ્વરૂપ” થઈ ગયા. આ તો ક્યાં સુધી ગુણાકાર-ભાગાકાર કરતા હતા ? ક્યાં સુધી યોજનાઓ ઘડતા હતા ! અજ્ઞાન હતું ત્યાં સુધી. અને હવે જો એવું ઓઢીને યોજના કરીએ તો તે ‘ઇફેક્ટ' છે. એ યોજના આવતા ભવના માટે નથી તે નિકાલ યોજનાઓ છે. બે પ્રકારની યોજનાઓ - એક ગ્રહણી ય યોજના અને બીજી નિકાલી યોજના. ગ્રહણી ય યોજનામાં મહીં ચૂન-ચૂન-ચૂન ચૂન થયાં કરે. નિકાલી યોજના શાંત ભાવે થયા કરે. યોજના જે કરી છે એનો નિકાલ તો કરવો પડે ને ? અને તમારે આખો દહાડો નિકાલી ભાવ રહે છે ને ?
તે આ જ કહેશે કે પૈસા છે તે બે વર્ષ પછી કશું જ ના હોય. એટલે લક્ષ્મીનો સ્વભાવ કેવો છે ? ચંચલ સ્વભાવની. એનું કંઈ ઠેકાણું ના માનવું. બહુ એટલો બધો એનો આધાર ના માનવો. આધાર એકલો આત્માનો માનવો. બીજી બધી વસ્તુ ચંચળ છે.
દુ:ખિયાતી વ્યાખ્યા ? એટલે એવું માગીએ કે કંઈ માગવું જ ના પડે. પ્રશ્નકર્તા : એ જ માગ્યું છે. દાદાશ્રી : એ તો માગવું પડે જ ને !
બીજી શેની ઉપાધિ છે તને ? તને કાઢી આપું. ઉપાધિ બધી નોંધાવી દે આજે.
પ્રશ્નકર્તા : ધંધાદારીની ઉપાધિ છે. દાદાશ્રી : ધંધાદારીમાં શું જોઈએ ? ઉપાધિ ક્યારે ન હતી ? પ્રશ્નકર્તા ઃ હમણાં વધેલી છે.
દાદાશ્રી : પણ ઉપાધિ ન હતી ક્યારે ? એ મને કહે ને ? કયા વર્ષમાં ન હતી ઉપાધિ તારે ?
પ્રશ્નકર્તા : પહેલાં તો બધું સીધું ચાલતું હતું, જ્યાં સુધી લેબર ટ્રબલ હતી નહીં ત્યાં સુધી. મારે એક ફેક્ટરી છે.
દાદાશ્રી : પાંચ લાખની ફેક્ટરી હોય અને પોતાની જાતને મહાન દુઃખી છે, એમ માનીને સૂઈ જાય આખી રાત ! બે લાખનો ફલેટ હોય, વીસ લાખની વહુ હોય. તો ય ચિંતા હોય !!! જો માની બેઠાં છે ! આખી ખોટી માન્યતા, રોંગ બિલીફો !!! પોતાની પાસે સાધન ના હોય તો ય દુઃખિયો, સાધન હોય તો ય દુઃખિયો ! ક્યારે તું દુઃખિયો ન હતો એ મને કહે ! નિરાંતે જમે છે કોઈ દહાડો ? નિરાંતે ? એટલે માથેથી ભાર ઉતારીને કે, ‘હે દુ:ખ તમે બેસી રહો !” આવું બોલો તો દુ:ખ બેસી રહે ! મને તો આવું આવડતું હતું. હું તો દુ:ખને કહી દઉં, “અરે ! બેસી જા થોડીવાર, મને જમી લેવા દે પછી આવજે.” આપણે ઊભું કરેલું તેને આપણે બેસાડીએ તો બેસી જાય. ઊભું તો આપણે જ કરેલું છે ને !
આ બધાં દુ:ખો તને અમે કાઢી આપીએ. કાઢી આપવાનો વાંધો નહીં.