________________
પૈસાનો
વ્યવહાર
૧૧૪
વીતરાગોતી આજ્ઞાનું પાલન !
લક્ષ્મી તો મળ્યા કરશે, કારણ કે વીતરાગના કાયદામાં કંઈકે ય છો ને, એટલે લક્ષ્મી મળ્યા કરશે, પણ લક્ષ્મી તે ય પાછી આવન-જાવન છે. પૂરણ ગલન છે. ઘડીમાં બેન્કમાં દસ લાખ ભેગા યે થઈ જશે ને ઘડીમાં તળિયું યે ખલાસ થઈ જાય એવી વસ્તુ છે. બહુ વિશ્વાસ રાખવા જેવું નથી. પૂરણ ગલન સ્વભાવનું છે, પણ આ વીતરાગના મતને લઈને લક્ષ્મી તો આવ્યા કરે છે. વીતરાગ ધર્મ પાળે છે, કંઈક, કંઈક અહિંસાધર્મ, એવા તેવા અમુક વીતરાગોએ સેવન કર્યું એવું કંઈક ક્રિયાઓ કરે છે. તેથી લક્ષ્મી તો આવ્યા કરે છે. કારણ કે વીતરાગોના મોઢામાંથી વાણી નીકળેલી અને એમની આજ્ઞા પળાય છે. તેને લીધે આટલું ચાલે છે. બાકી વીતરાગોનો મત તો સંસારમાં રહેતાં કંઈ પણ દુઃખ ન પડે એવો વીતરાગોનો મત છે.
એમાં કઈ મહેતત !
ચેક આવ્યો ત્યાંથી જ સમજોને કે આને વટાવીશ એટલે પૈસા આવશે !
તે આ તો ચેક લઈને આવ્યા હતા. અને તે આજ વટાવ્યો તમે ! વટાવ્યામાં શું મહેનત તમે કરી ? ત્યારે લોક કહેશે, હું આટલું કમાયો, મેં મહેનત કરી ! અલ્યા, એક ચેક વટાવી લાવ્યો એમાં મહેનત કરી કહેવાય ? તે પાછો જેટલાનો ચેક હોય એટલો જ વટાવાય. વધારે ના મળે ને ? એ તમને સમજાયું ?
તેમ ઉપાધિ યે વધે !
પ્રશ્નકર્તા : આ બધા મહાત્માઓ ઉપર એક વખત કૃપા વરસાવોને તો
લક્ષ્મી આમ રેલમછેલ થઈ જાય.
દાદાશ્રી : એવું છે લક્ષ્મી વધારે માંગોને તો મૂકવાની પાછી ઉપાધિ. વપરાઈ જાય તો યે ઉપાધિ કે વધારે વપરાઈ ગયું, એમ થયા કરે. લક્ષ્મીનો સ્વભાવ એવો છે કે મહાદુ:ખે કરીને એ આવે - મહામહેનતે, મહાકપટે કરીને જંજાળ કરીએ ત્યારે એ ભેગી થાય પછી એને ક્યાં મૂકવી એનો ભય રહ્યા કરે. લાખેક રૂપિયા બેન્કમાં હોય તો પાછો સાળો લેવા આવે કે મને દસેક હજાર
પૈસાનો
આપજોને. સાળાને તો આપ્યા, પછી બીજો મામાનો દીકરો આવે. એ ય ઉધિ. એના કરતાં સરખું બેલેન્સ હોયને તો કોઈ લેવા કરવા આવે નહીં.
કુદરતનું ગણિત !
મારું કહેવાનું કે ગંભીરતા પકડો, શાંતિ પકડો, કારણ કે જે પૂરણ ગલન માટે લોકો દોડધામ કરી રહ્યા છે, અને ગુણાકાર-ભાગાકાર કરી રહ્યા છે એ એના અવતારો બગાડે છે અને બેન્ક બેલેન્સમાં કંઈ ફેરફાર થાય એવો નથી, એ નેચરલ છે. નેચરલમાં શું કરી નાખવાનાં છે ? એટલે આ તમારો ભય ટાળીએ છીએ. અમે ‘જેમ છે તેમ’ ખુલ્લું કરીએ છીએ કે સરવાળા-બાદબાકી કોઈના હાથમાં નથી, એ નેચરના હાથમાં છે. બેન્કમાં સરવાળો થવો એ ય નેચરના હાથમાં છે અને બેન્કમાં બાદબાકી થવી એ ય નેચરના હાથમાં છે. નહીં તો બેન્કવાળો એક
૧૧૪
વ્યવહાર
જ ખાતું રાખત. ક્રેડિટ એકલું જ રાખત, ડેબિટ રાખત નહીં. પણ એ જાણે છે કે, ડેબિટ થયા વગર રહેવાનું નથી. કેટલાક માણસ નક્કી કરે છે કે, ‘હવે, આ ફેરો મારે બેન્કમાં લાક રૂપિયા રાખી મૂક્યા છે. ફરી ઉઠાવવા જ નથી. ઉઠાવીએ તો મહીં ભાંજગડ થાય ને.' પણ અલ્યા, ડેબિટનું ખાતું શું કરવા રાખ્યું છે લોકોએ ? બેન્કવાળા જાણે છે કે આ લોકો જ્યારે-ત્યારે રૂપિયા ઉઠાવ્યા વગર
રહેવાના નથી. છેવટે ય મરવાનો તો છે જ.
ય
એટલે આ બધું નેચરલ થયા કરે છે, શું કામ આમાં ચિંતા કરો છો ! ‘ડોન્ટ વરી !!' અને ગુણાકાર-ભાગાકાર બંધ કરી દો ને ! તો ય પણ આપણા લોક છાનામાનાં ઓઢીને ગુણાકાર-ભાગાકાર કરે છે ને, કે હવે આ મિલ તો બંધવાની પૂરી થવા આવી છે. હવે બીજું કારખાનું રચીએ. અલ્યા મેલને, આ છોકરાંઓ કહે છે કે, બાપુજી સૂઈ જાવ. બધાં ય કહે છે, અગિયાર વાગી ગયા છે. તમારી તબિયત સારી નથી. પ્રેશર વધી ગયું છે, તે હવે નિરાંતે ઊંઘી જાવને, પણ મહીં ઓઢીને પાછો યોજના ઘડે. ઓઢીને શાથી કે પોતાની ચંચળતા કોઈ જોઈ ના જાય.
એટલે સરવાળા ને બાદબાકી તો નેચરલ થઈ રહ્યું છે પણ ગુણાકાર-ભાગાકાર આ ઓઢીને કર્યા કરે છે !
આટલું વાક્ય સમજે તો પછી બેન્કવાળા જોડે કંઈ ભાંજગડ રહી બહુ ?