________________
પૈસાનો
વ્યવહાર
૧ ૧૩
૧ ૧ ૩
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : હા, એ બધું ભગવાનથી નથી મળતું એટલે પછી આલોકોને ભગવાન પર પ્રીતિ ઊઠી ગઈ છે. એને ખાતરી પણ નથી ભગવાન પર ! એટલે એ ભગવાનને ઓળખતો ય નથી ! અને જે દેખાય છે, એના પર પ્રીતિ થઈ જાય છે. આ રૂપિયા પર આખા જગતને ય પ્રીતિ ખરી ને ?
લક્ષ્મી માટે ચાર્જિંગ !
શીખ્યો જ નથી. એંઠવાડો ય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને ! તેમાં જાનવરમાં હતો તો ય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં ! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષે ભણી વળે છે. કોઈને આપવાનું તને ગમે છે કશું ?
પ્રશ્નકર્તા : હું તો બહુ આપી દઉં !
દાદાશ્રી : ત્યારે સારું ! બાકી અનાદિ અવતાર ગ્રહણ કરવાનું શીખેલો ! આ કીડીઓ હઉ બધી સ્વાર્થમાં ચોક્કસ ! એમાં કશુંક મંકોડો લઈ જતો હોય ને તો કીડીને ગમે નહીં ! હા એમની ક્વૉલિટીની બધી કીડીઓ હોય તો એ જાણે કે આપણા સ્ટોરમાં જ લઈ જાય છે એટલે એ વઢે નહીં, અને મંકોડા લઈ જાય ત્યાં લઢવા જ માંડે !
પ્રશ્નકર્તા : બધા લોકો લક્ષ્મીની પાછળ બહુ દોડે છે. તો એનું ‘ચાર્જ વધારે થાય ને, તો એને આવતા ભવ લક્ષ્મી વધારે મળવી જોઈએ ને ?
દાદાશ્રી : આપણે લક્ષ્મી ધર્મને રસ્તે વાપરવી હોય એવું ચાર્જ કર્યું હોય તો વધારે મળે.
પ્રશ્નકર્તા : પણ આમ મનથી ભાવ કર્યા કરે કે મને લક્ષ્મી મળે, તો આવતા ભવમાં, આ ભાવ કર્યા, એ “ચાર્જ કર્યું તો એને કુદરત લક્ષ્મી પૂરી ના પાડે ?
સંયોગ, પાપ-પુણ્યતા આધારે ! કોઈ ફેરા સંજોગો આવે છે ખરા કે ? પ્રશ્નકર્તા : સારા યે આવે છે.
દાદાશ્રી : એ ખરાબ ને સારા સંજોગોને કોણ મોકલતું હશે ? આપણા જ પુષ્ય ને પાપના આધારે સંજોગો ભેગા થાય છે.
લક્ષ્મી, શેતા આધીત ? મેં લોકોને કહ્યું કે, શું કરવા હારુ પૈસા પાછળ પડ્યા છો તે ? પૈસા હારુ ધ્યેય શાનો રાખો છો ? પૈસા તો પુણ્યને આધીન છે. ત્યારે કહે કે, “અક્કલને આધીન નહીં ?” મેં કહ્યું કે, ‘અક્કલવાળો તો તું ભૂલેશ્વરમાં જા, અરધા ચપ્પલવાળાં બધાં બહુ ફરતાં હોય. તને બધી જાતની સલાહ હઉ આપે, અક્કલવાળાં તે સલાહ હઉ બધી આપે ! અક્કલ તો વટાવી ખાય બધી’ બેઅક્કલના જ પૈસા હોય, પુણ્યના જ પૈસા હોય.
પ્રશ્નકર્તા: રૂપિયાથી પથારી ને જલેબી બન્ને મળે છે.
દાદાશ્રી : ના, ના એનાથી લક્ષ્મી ના મળે. આ લક્ષ્મી મળવાના જે ભાવ કરે છે ને તેનાથી લક્ષ્મી મળતી હોય તો યે ના મળે. ઊલટો અંતરાય પડે. લક્ષ્મી સંભારવાથી મળે નહીં, એ તો પુણ્ય કરવાથી મળે.
‘ચાર્જ' એટલે પુણ્યનું ચાર્જ કરે, તો લક્ષમી મળે. એ ય લક્ષ્મી એકલી ના મળે. પુણ્યના ચાર્જમાં જેની ઇચ્છા હોય, કે મને લક્ષ્મીની બહુ જરૂર છે, તો એને લક્ષ્મી મળે, કોઈ કહેશે મારે તો ફક્ત ધર્મ જ જોઈએ, તો ધર્મ એકલો મળી જાય. અને પૈસા ના ય હોય. એટલે એ પુણ્યનું પાછું આપણે ટેન્ડર ભરેલું હોય કે આવું મારે જોઈએ છે. એ મળવામાં પુણ્ય વપરાય.
કોઈ કહેશે, “મારે બંગલા જોઈએ, મોટરો જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ’ તો પુણ્ય એમાં વપરાઈ જાય. તો ધર્મમાં કશું ના રહે. અને કોઈ કહેશે મારે ધર્મ જ જોઈએ, મોટરો ના જોઈએ. મારે તો આવડી બે રૂમો હશે તો ય ચાલશે, પણ ધર્મ જ વધારે જોઈએ તો એને ધર્મ વધારે હોય ને બીજું ઓછું હોય એટલે એ પુણ્યનું પોતાના હિસાબે પાછું ટેન્ડર ભરે.