________________
પૈસાનો
વ્યવહાર
૧ ૧ ૨
૧ ૧૨
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા: આવ્યા'તા, તે કંઈ સાથે લઈને આવ્યા'તા ?
દાદાશ્રી : બસ, સાથે લઈને આવવાનું નહીં, ને સાથે લઈ જવાનું નહીં, કાયદો સારો છે, નહીં તો આ રાતે ય ના ઊંધે, રાતે ય દુકાનો ચાલુ હોત અને ઇલેક્ટ્રિસિટી વાપરત, આખી રાત.
આ બે વાત જો સમજે ને, તો કશી ઉપાધિ ના રહે ! જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પીછે ચાલશે અટકે ના કોઈ દી વહેવાર રે ...સાપેક્ષ સંસાર રે...' ‘જન્મ પહેલાં પારણું ને મૂઆ પીછે લાકડાં, સગાંવહાલાં રાખશે તૈયાર રે....વચ્ચે ગાંઠ જંજાળ રે..” બધા બુદ્ધિજીવીઓને આ એકસેપ્ટ કરવું પડે, એવી વાત છે ને !
ઘાણીતો બળદિયો ! પોતાનામાં કોઈ ભાગીદારી કરે નહીં, મહીં આમ હાથે ય ઘાલે નહીં, આ તો અક્કલનો ઇસ્કોતરો હોય તે કર્યા જ કરે.
આપણે છોકરાને પૂછીએ કે અલ્યા ભાઈ આ ચોરીઓ કરી કરીને ધન કમાઈએ છીએ. ત્યારે એ કહે, ‘તમારે કમાવવું હોય તો કમાવ, અમારે એવું નથી જોઈત. ઉપરથી પાછી બૈરી કહે, આખી જિંદગી ખોટાં કર્યા છે. હવે છોડી દોને બળ્યાં ? તો યે ના છોડે મૂઓ.
પ્રશ્નકર્તા: કળિયુગમાં હજુ કોઈ બૈરી એવી મળી નથી. એ તો (બીજીનું) પેલીનું દેખે સારું, તો મને કેમ ના લાવી આપ્યું ? પોતે કહે જ કે આવું અમને કરી આપો. ધણીની ઇચ્છા હોય કે ના હોય તો યે કરવું પડે.
દાદાશ્રી : ના, એવું કશું નથી. એ તો બધો પ્રકૃતિ સ્વભાવ હોય છે.
આ મનુષ્ય એકલાને ઠેઠ સુધી ઢસરડા કરવા પડે છે. બાકી આ બળદને તો પાંજરાપોળમાં મૂકી આવે. કારણ કે હવે કશા કામમાં નહીં આવે બિચારો, માટે એને પાંજરાપોળમાં મૂકો !
સહજ મિલા.... ત્યાં સિદ્ધિઓ ! અનંતી, પાર વગરની શક્તિઓ છે. જ્ઞાન ના હોય તો યે પાર વગરની શક્તિ છે. અજ્ઞાનદશામાં ય અહંકાર તો છે જ ને ? પણ અહંકાર ચોખ્ખો કરે, પોતે કંઈ પણ ન વાપરે, પોતાને ભાગે આવ્યું હોય તે ય બીજાને આપી દે, પોતે સંકોચાઈ સંકોચાઈને રહે, તો ઘણી સિદ્ધિઓ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા: અત્યારે તો એવું છે કે જો પોતાનો રોટલો હોય, મહેનત કરીને ખાય છે ત્યારે બીજો આવીને ખેંચી જાય છે. હવે પોતે જો સામો બચાવ ના કરે તો ભૂખે મરે એવો ટાઈમ છે, એમાં તમે આવું કહો છો.
દાદાશ્રી : હા, અત્યારે તો ખેંચી લે છે ઊલટું કે એ ય લાવ ઈધર ! અને આગળ શું કહેતા હતા કે....
‘સહજ મિલા સો દૂધ બરાબર.” જે કંઈ પણ મળ્યું, સહજ પાણી મળ્યું હોય તો યે દુધ બરાબર. પછી “માંગ લિયા સો પાની’ દુધે ય માંગી લીધું તો પાણી, અને ‘ખિંચ લિયો સો રક્ત બરાબર’ આ કાયદો કોણ પાળે છે ?
પ્રશ્નકર્તા : આ કાયદો પાળે તો બૈરી-છોકરાં ભૂખે મરે ! દાદાશ્રી : પણ ત્યારે એને બીજી સિદ્ધિઓ ઉત્પન્ન થાય ને !
પ્રશ્નકર્તા : પણ તે સિદ્ધિ ઉત્પન્ન થતા સુધીમાં વચલા ગાળામાં શું કરવું? અહીં તો તમારી મહેનત, તમારા હક્કનું લોકો પડાવીને બેઠાં છે ! આપણું બચાવવા ના રહ્યા તો લોકો આપણું જ ખેંચી જાય.
દાદાશ્રી : ના, ના. કોઈ ખેંચી ના જાય. એવું છે ને આ જ્ઞાન આપણું જે છે ને, જ્ઞાન એટલું બધું સિદ્ધાંતિક છે કે રાતે સોનું બહાર મૂકીને સૂઈ ગયા હોય તો સવારમાં જુઓ તો એટલું ને એટલું જ હોય અને એવું તેવું કશું થાય જ નહીં.
ત શીખ્યો આપવાનું ! આપવાનું શીખ્યો ત્યારથી સદબુદ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું