________________
પૈસાનો
વ્યવહાર
૧૦૯
૧૦૯
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : નહીં, ખોટું કરવાનો સવાલ નથી. આ પસ્તાવો લો છો એ જ તમારા ભાવ છે. થઈ ગયું એ થઈ ગયું એ તો આજે ‘ડિસ્ચાર્જ (નિકાલી) છે. અને ‘ડિસ્ચાર્જમાં કોઈનું ચાલે જ નહીં. ‘ડિસ્ચાર્જ’ એટલે એની મેળે સ્વાભાવિક રીતે પરિણામ પામવું. અને “ચાર્જ' એટલે શું ? કે પોતાના ભાવ સહિત હોવું જોઈએ. કેટલાક લોકો ઊંધું કરે છતાં ભાવમાં એમ જ કહે કે “આ બરાબર જ થઈ રહ્યું છે.’ તો એ માર્યો ગયો જાણો. પણ જેને પસ્તાવો થાય છે એનું આ ખોટું ભૂંસાઈ જશે.
ભગવાનની દષ્ટિએ ! બાકી આ દુનિયામાં જે કોઈ ખોટી વસ્તુ થયેલી જોવામાં આવે છે, એનું અસ્તિત્વ જ નથી. ખોટી વસ્તુનું અસ્તિત્વ જ નથી. આ ખોટી વસ્તનું અસ્તિત્વ તમારી કલ્પનાથી ઊભું થયેલું છે. ભગવાનને ખોટી વસ્તુ આ જગતમાં કોઈ દહાડો લાગી જ નથી. સહુ કોઈ જે કરી રહ્યા છે, એ પોતાની જોખમદારી પર જ કરી રહ્યા છે. એમાં ખોટી વસ્તુ છે નહીં. ચોરી કરી લાવ્યો. એ આગળ લોન લઈને પછી પાછી વાળશે. દાન આપે છે એ લોન આપીને પાછી લેશે. આમાં ખોટું શું છે ? ભગવાનને કોઈ દહાડો ખોટું લાગ્યું નથી. ખોટી વસ્તુ જ નથી ને !
એટલે ખોટી જે આપણને લાગે છે એ હજુ આપણી ભૂલ છે. જે બને છે, જે બની રહ્યું છે એને જ ‘કરેક્ટ' (બરાબર) કહેવામાં આવે તો નિર્વિકલ્પ થાય. નહીં તો બને છે એને કરેક્ટ ના કહે તો વિકલ્પી થયા કરશે. આ ઉપાય સાથે બધી વાત કહી દીધી. કશું ‘ખરું-ખોટું’ હોતું જ નથી. બીજું બધું ‘કરેક્ટ' જ છે. પછી સહુ સહુનું ડ્રોઈગ જુદું જ હોય. એ બધું ડ્રોઈગ કલ્પિત છે, સાચું નથી. જ્યારે આ કલ્પિતમાંથી નિર્વિકલ્પ ભણી આવે ને, નિર્વિકલ્પની હેલ્પ લઈ લે ને, એટલે નિર્વિકલ્પપણું ઉત્પન્ન થાય. એ એક સેકન્ડ પણ થયું કે કાયમને માટે થઈ ગયું ! તમને સમજાઈ કે આ વાત ?
પરિગ્રહની પરિસમા ! ધંધો હોય તો વાંધો નહીં. મને એમાં વાંધો નથી. આ તો એક સાધારણ વાત કરું છું. તમે કરો કે ના કરો, શાથી કરો છો તે ય હું જાણું છું. શાથી નથી કરતા તે ય હું જાણું છું. એટલે તમને ગુનેગાર ગણતો જ નથી.
તમે વેપારમાં પડ્યા છો તેથી વધ્યા છે આ. વેપાર તો કશો કરવાનો જ, જે આપણો ઉદય હોય, પણ ઉદયપૂર્વકનો વેપાર વધે-ઘટે, જેવો હોય એવો આપણે કરી લેવાનો અને તમે તો વધારવા હારું, ઉલટું કેટલું ય બધું આમ કરો છો. નક્કી નહીં કે ભઈ, મારે પાંચ લાખ જ કમાવા છે. એવું કંઈ નક્કી કરતો હોય તો ભગવાન જવા દે. પણ બાઉન્ડરી નહીં કરેલી.
પ્રશ્નકર્તા : એટલે પરિગ્રહનું બંધન કરવું ?
દાદાશ્રી : આપણું પ્રારબ્ધ છે ને, એ બધો હિસાબ લઈ ને આવેલું હોય તે આપણે સાચા દિલથી તપાસ કરીએ ને તો આપણને ખબર પડે કે બે લાખ તો આપણને બહુ થઈ ગયા. તે આપણે બે લાખની ભાવના રાખીએ. એ જ્યારે લાખ થઈ જાય ત્યારે બંધ કરવું. બાકી આમ લોભને તો પાર આવે એવો નથી.
જોવાતું, બરકત વધે તે ! નાણું કમાવાનું જોર કરવા જેવું નથી. નાણામાં બરકતત શી રીતે આવે છે વિચારવા જેવું છે. તે જ્ઞાનીપુરુષ દેખાડે કે આ રીતે બરકત આવશે. નહીં તો બરકત નહીં આવે.
એક મુસલમાન શેઠ હતા. તે કહે છે કે પંચોતેર લાખ રૂપિયા મારી પાસે આજે બેન્કમાં તૈયાર છે, અને આવક જબરજસ્ત છે. પણ સાહેબ બરકત નથી આવતી. તે શી રીતે આવે ? બરકત નહીં એટલે શું ? નરી ઉપાધિ, ધંધામાં ઉપાધિ, હાયવોય, હાયવોય, બળતરા, ચિંતા ! અલ્યા આટલા લાખ રૂપિયામાં ય ચિંતા ! બરકત નથી આવતી ! એટલે જ્ઞાનીપુરુષને પૂછે કે સાહેબ બરકત શી રીતે આવે ? બરકત ના જોઈએ ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હા, એક ફેરો સમજી લેવાની જરૂર કે આ ડ્રોઈગ કેવું છે ! એ બધું ડ્રોઈગ સમજી લઈએ ને, તો પછી આપણને એના પરથી પ્રીતિ ઊઠી જાય.