________________
પૈસાનો
વ્યવહાર
૧૧૦.
૧૧૦
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : એકદમ જોઈએ, એ થોડું હશે તો ચાલશે, પણ શાંતિ જોઈએ.
દાદાશ્રી : હા, બરકત ! નાણું ટકે. બરકત હોય ને તો નાણું ટકે ! ને આપણને શાંતિ આપે, ને બરકત ના હોય ને તે તો ઉલટી ઉપાધિ કરે ! આવેલું નાણું દુઃખ આપીને જાય. અને પાછું જતું રહે પાછું ! તમે બે-ત્રણ વર્ષ પછી જો જો ને, મોટી મોટી પાર્ટીઓ આમ પડું પડું થઈ રહી છે. હવે આમાં શું થાય ? કે નાની પાર્ટીઓવાળા માર્યા જાય. એને ત્યાં મૂકી આવ્યો હોય, વ્યાજ ખાવા હારું ! બે ટકા અને અઢી ટકા, એ પાર્ટીઓ ઊડી જાય. પેલાનું તો શું ગયું ? એણે ચાલીસ લાખ રૂપિયાનું હીરાનું કાઢી નાખ્યું ! એ નાદારી-બદારી કાઢતો નથી, અત્યારે તો લોકોને એ કહી દે છે કે અત્યારે જે હોય તે લઈ લો બા ! આ કંઈ એવો નાદારીનો રિવાજે ય નથી. ને ભાંજગડે ય નથી. પહેલાં તો નાદારીમાં ખેંચી જતા હતા. અત્યારે પણ કો'ક માણસ ખેંચી જાય છે. બાકી ખાસ કરીને માંહ્યોમાંહ્ય પતાવી દે છે ! શું મજા કાઢવાની ! શું લેવાનું એમાં ? છે જ નહીં પછી શું લેવાનું તે ? અને એ કકળાટ કરવામાં શું સ્વાદ ! આવા ખોટા પૈસા તે ગયા !
બરક્ત વગરનું તાણું ! અને આ કાળમાં કોઈ માણસ એવો દાવો ના કરી શકે, અરે, હું પણ એવો દાવો ના કરી શકું કે મારા પૈસા સાચા છે. પૈસા સ્વભાવથી જ ખોટા છે હા, નહીં તો પાંચ રૂપિયા લઈ ને નીકળતાં પહેલાં તે બાર ભાઈબંધ પાછળ ફર્યા કરે, પાંચ રૂપિયામાં તો બાર ભાઈબંધ પાછળ ફર્યા કરે !! અત્યારે તો એક હજાર લઈને ફરો તો ભાઈબંધ કોઈ...
તાણું લાખો સીમંધર સ્વામીના દેરામાં ! વધારે નાણું હોય તો ભગવાનના કે સીમંધર સ્વામીના દેરાસરમાં આપવા જેવું બીજું એકે ય સ્થાન નથી. અને ઓછું નાણું હોય તો મહાત્માઓને જમાડવા જેવું બીજું એકે ય નથી ! અને એથી ઓછું નાણું હોય તો કોઈ દુ:ખીયાને ત્યાં આગળ આપજો. અને તે ય રોકડાથી નહીં, ખાવાનું , પીવાનું બધું પહોંચાડીને ! ઓછા નાણામાં ય દાન કરવું હોય તો પોષાય કે ના પોષાય ?
કૃપાથી ખુદાઈ બરકત ! બરકત આવવી જોઈએ, ખુદાઈ બરકત ! હવે નાણું ખુટશે નહીં. તમે જો ખુદાઈ બરકતમાં આવી ગયા ! કારણ કે જ્ઞાન મળ્યું ત્યારથી જ ખુદાઈ બરકત આવવા માંડી ! અને પછી જો વ્યવહાર ધીરે ધીરે ચોખ્ખો થવા માંડ્યો પછી નાણું ખૂટે નહીં. તમે પાવડેથી ખૂંપીને આપો તો ય ખૂટે નહીં.
આ ‘દાદા ભગવાન' પ્રગટ થયા છે ને, એમની જો કૃપા ઉતરે તો શું ના આવે ?! એમની કૃપા ઉતરે તો બરકત રહે ! એ ખુદાઈ બરકત છે !
સંસારતું સરવૈયું સાંપડ્યું ? આ સંસારના સરવૈયાની સમજણ પડે નહીં ને ? વેપારમાં તો સમજણ પડે કે આ ખાતું ખોટવાળું છે ને આ ખાતું નફાવાળું છે ! એટલે આ ચોપડાનાં સરવૈયા જોતાં આવડે છે, પણ બધાને ના આવડે ને ? સી.એ. એવું તેવું બધું ભણેલા હોય એ બધા કાઢી આપે. પણ આનું સરવૈયું કોણ કાઢી આપે ?!
પ્રશ્નકર્તા : આમાં તો આપ છો ને, સી.એ., આમાં સરવૈયું કાઢવાવાળા.
દાદાશ્રી : હા, એટલે કોઈક ફેરો જ્ઞાનીપુરુષ ભેગા થાય તો આપણું સરવૈયું કાઢી આપે. બાકી કોણ કાઢી આપે ? ઘરનાં માણસો તો ઉલટાં ગૂંચવે વધારે. એય અમારાં ખાતાં જોઈ આપો. અલ્યા, મેલને, મારે તો આ સરવૈયું જોવું છે, બધું. તેમાં શું કરવા માથાકૂટ કરે છે ? મારે ખાતે કેટલા જમે છે એ કાઢો, કહેશે.
પ્રશ્નકર્તા : ઉધારની વાત કોઈ ના કરે. જમેની વાત કરે.
પ્રશ્નકર્તા : આવતું નથી.
દાદાશ્રી : એટલે આ બરકત નથી. માટે આમાં ખુશ રહેવા જેવું નથી આ રૂપિયાથી. અને હોય તો લોકોને જમાડી-કરીને ઊંચો મૂકી દેવો. બ્રાહ્મણો જમાડવા, તેના કરતાં આ દાદાના મહાત્માઓને જમાડવા બહુ ઉત્તમ ! આવા બ્રાહ્મણો નહીં મળે. જેને જમવાની ઇચ્છા નથી, જેને કોઈ જાતની તમારી પાસે ઇચ્છા નથી, ભાવના નથી.