________________
પૈસાનો
વ્યવહાર
૧૦૮
૧૦૮
પૈસાનો
વ્યવહાર
ભાવાભાવથી પર !
પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને એવા ભાવ રહેવા જોઈએ ને કે આ ધંધામાંથી છુટાય ?
દાદાશ્રી : એ એવા ભાવ નહીં રહેતા હોય તો ય છે તે આ અક્રમ વિજ્ઞાન જ એના ભાવ છોડાવશે. જો એવા ભાવ રહેતા હોય તો ઉત્તમ જ છે. એવા ભાવ રહેતા હોય તો આપણે અક્રમની રાહ નહીં જોવી જોઈએ. અને ના રહેતા હોય તો આપણે એની ચિંતા કરવા જેવી નહીં. અક્રમ એને ધક્કો મારીને છોડાવી દે. એ તાવ ચઢ્યો કે પેલાને છોડવાની તૈયારી ચોતરફથી કરાવે.
જાતને જોયા કરો ! પ્રશ્નકર્તા : ધંધામાં કંઈ ગરબડ હોય અને ચંદુભાઈ અકળાય એ આપણને દેખાય.
દાદાશ્રી : હા, ચંદુભાઈ અકળાય એ બધું ખબર પડે. ને પછી જોખમદારી નહીં. ચંદુભાઈ અકળાય તો આપણને જોખમદારી નહીં. એ અકળાય ને પછી શાંત થઈ જાય. ફરી બીજ પડે નહીં ને ! આ શેકાઈ ગયેલું બીજ છે. એટલે ઊગે નહીં.
ધંધામાં ય પૂર્ણ વીતરણ ! અમે ય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધો-રોજગાર ઈન્કમટેક્ષ વગેરે બધું ય અમારે પણ છે. અમે કનટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ. છતાં એમાં અમે સંપૂર્ણ ‘વીતરાગ’ રહીએ છીએ એવા ‘વીતરાગ’ શાથી કહેવાય છે? ‘જ્ઞાનથી’. અજ્ઞાનથી લોક દુ:ખી થઈ રહ્યા છે.
તે પ્રતિક્રમણથી ભૂંસાય ! પ્રશ્નકર્તા : આ ધંધો કરીએ છીએ, તેમાં કોઈકને કહીએ ‘તું મારો માલ વાપર, તને એમાંથી ટકા-બે ટકા આપીશું” એ ખોટું કામ તો છે જ ને ?
દાદાશ્રી : ખોટું કામ થઈ રહ્યું છે એ તમને ગમે છે કે નથી ગમતું ?
પ્રશ્નકર્તા : ગમતું એ બીજો પ્રશ્ન છે. પણ ન ગમતું હોય તો ય કરવું પડે છે, વ્યવહારને માટે.
દાદાશ્રી : હા, માટે જ કરવું પડે છે. એટલે ફરજિયાત છે. તો આમાં તમારી ઇચ્છા શું છે ? આવું કરવું કે નથી કરવું ?
પ્રશ્નકર્તા : આ કરવાની ઇચ્છા નથી પણ કરવું પડે છે.
દાદાશ્રી : એ ફરજિયાત કરવું પડે તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો હોવો જોઈએ; ‘આ નથી કરવું છતાં ય કરવું પડે છે.' આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી છૂટ્યા. આ તો આપણી ઇચ્છા નહીં હોવા છતાં ય ફરજિયાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે છે. આવું જ કરવું જોઈએ’ તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવાય માણસો ખરા ને ! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવો ય ના થાય.
એવું છે ને દ્રવ્ય કોઈના તાબામાં નથી. આ ફક્ત ભાવ એકલો જ તાબામાં છે. દ્રવ્ય ફરજિયાત છે બધું અને ભાવ જે છે એટલું જ તમારા તાબામાં છે. માટે ખોટું થાય તો પસ્તાવો કરી લો ! અમારું દ્રવ્ય સારું હોય અને ભાવે ય સારો હોય, બેઉ સારા હોય. તમારા બધાનું સ્વછંદપૂર્વકનું નીકળે એટલે તમારે પસ્તાવો થાય કે “આવું કેમ થાય છે. આજનાં જ્ઞાન જોડે એડજસ્ટ ના થાય એટલે એમ જ લાગે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. એટલે આ જે દ્રવ્ય છે. દ્રવ્ય પરિણામ છે, જે ફરજિયાત લાગે છે. આપણને ન કરવું હોય છતાં ય કરવું જ પડે, એ બધું ‘ડિસ્ચાર્જ' છે. અને ભાવ જે અંદર છે તે “ચાર્જ' છે. તો આપણે સાંજે અડધો કલાક બેસીને પસ્તાવો પ્રતિક્રમણ કરવું કે આમ નથી કરવું છતાં ય આ થાય છે. એ મારું કામ નહીં. આ જવાબદારી મારી નથી એમાં, હવે ભવિષ્યમાં નહીં કરું, હવે આવી જાતના ભાવ ભવિષ્યમાં નહીં કરું. બસ.’ એવો પસ્તાવો કરવાનો.
પ્રશ્નકર્તા: પણ ફરી રોજ તો પેલું ખોટું કરવાના જ છીએ.