________________
પૈસાનો
વ્યવહાર
૧૦૭
૧૦૭
પૈસાનો
વ્યવહાર
આવું કોઈએ કહ્યું નથી કે ભઈ, તું અનીતિ પાળ. કારણ કે આમને છોડાવવા માટે આવું ના કહીએ તો આ લોકો છૂટે કેવી રીતે ? આવું ના કહીએ તો છૂટે નહીં, અને દહાડો વળે નહીં !
અક્રમ વિજ્ઞાનમાં તિકાલી બન્ને !
‘કે સંપૂર્ણ નીતિ પાળ. તેમ ન થાય તો નીતિ નિયમસર પાળ.” કે ભઈ મારે આટલી નીતિ પાળવી છે.
‘તેમ ન થાય તો, અનીતિ કરું તો ય નિયમમાં રહીને કર ! નિયમ જ તને આગળ લઈ જશે !!!” એ અમારી ગેરન્ટી છે ! કારણ કે કળિયુગમાં છોડાવનાર જોઈએ.
નિયમ તોડે, તેની ગેરન્ટી નહીં ! પ્રશ્નકર્તા : એનું અનુસંધાનમાં પૂછું છું કે અનીતિ પણ નિયમથી કરજે. પાંચસો રૂપિયા ખર્ચાના ખૂટ્યા, તો એને તમે મંજૂરી આપી કે પાંચસો રૂપિયા સુધી તું લાંચ લેજે. હવે મારા સવાલ એ છે કે હવે ઘરનો ખર્ચો પાંચસો ખૂટવાને બદલે બીજા બસો વધારાના ખૂટ્યા, તો હવે એ સાતસો રૂપિયા લે તો એની તમે સિફારસ કરો કે નહીં ?
દાદાશ્રી : ના, એક વખત સેકશન (મંજૂરી થયા પછી તારે બદલાય નહીં. તું પહેલેથી પાંચસોને બદલે સાતસો નક્કી કર. હું સેંકશન કરું. પણ તું પાછળથી આમાં સેંકશન થયેલા પ્લાનમાં ફેરફાર ના કરીશ. એ પછી અમારી જવાબદારીનો ત્યાં એન્ડ (અંત) થાય છે, કારણ કે અમે સમજી જઈએ કે આ નોર્માલિટી ખસી ગઈ. પછી એબનોર્મલ થવા માંડે. બીલો નોર્મલથી નોર્મલ પર લાવ્યા. તે હવે એબનોર્મલ થવા માંડ્યું. એટલે અમારી જવાબદારીનો એન્ડ થાય છે. અમે પહેલેથી કહીએ છીએ કતારી રક્ષા માટે તારે જેટલાં બારણાં રાખવા હોય એટલાં બારણા રાખે. મને વાંધો નથી, અને પછી, મારી પાસે સેંકશન કર્યા પછી, બારણું નહીં મુકાય, એક આવડી જાળી સરખી યે નહીં મુકાય, ને પાણી જાય એવો હોલેય (કાણું) નહીં પડાય, કારણ એનો નિયમ, નિમય એટલે શું કે નિયમથી રહે એની જોખમદારી હું લઉં છું. હું જ્ઞાની પુરુષ છું. સર્વ પાપો ભસ્મીભૂત કરવાનો મારી પાસે પાવર ઑફ એટર્ની (Power of atorny) છે ! તો પછી તું મારા કહ્યા પ્રમાણે ચાલ ને ! અને હું તને ગેરન્ટી આપું છું.
અક્રમ વિજ્ઞાન તો નીતિ-અનીતિ બન્ને બાજુએ મૂકી દે છે. તું એમને નિકાલી બાબત ગણું છું ને ? કઈ બાબત ગણું છું ?
પ્રશ્નકર્તા : ડિસચાર્જ.
દાદાશ્રી : નીતિને કોઈ ઈનામ નથી ચાલતું અને અનીતિને કોઈ માર નથી ચાલતું. એવું આપણું વિજ્ઞાન છે. અનીતિ એને માર આપીને જ જાય. નીતિ અને સુખ આપીને જાય. પણ તે એ સુખને મારબે છે. તે ખરેખર પદ્ધતિસરનું નથી એ. એ તો કલ્પિત છે. સમજ પડીને ? અનીતિવાળાને ટાઢું પાણી મળે શિયાળાને દહાડે અને નીતિવાળાને ગરમ પાણી મળે. પણ એનો નિકાલ થઈ જાય, આ જિંદગીમાં. પોતે શુદ્ધાત્મા થયો હોય તો, અમારી આજ્ઞામાં રહે તો બધું ઊડી જાય. હડહડાટ ! જેટલું દેવું હોય એટલું બધું સાફ. એક અવતાર પૂરતું બાકી રહે, આજ્ઞા પાળી તે બદલ. આ કંઈ બધા નીતિવાળા હશે ? આ કળિયુગ છે ને ?
પ્રશ્નકર્તા તમે એટલે જ કહેતા હતા કે લાવો, એક્ય નીતિવાળા બતાવો મને.
દાદાશ્રી : ના, પણ કળિયુગમાં શી રીતે રહે બિચારો ? નીતિવાળો રહે શી રીતે ? લપસી પડ્યા વગર રહે જ નહીં. આટલી ચીકણી માટી અને પોતાની શક્તિ નહીં. શક્તિ હોય તો તો અંગુઠો દાબીને ય મૂઓ ચોટે પણ આ તો અંગુઠો દાબે છે તો અંગૂઠો હઉ દુઃખી જાય છે. લપસી પડે છે. હાડકાં હલું ખોખરાં થઈ ગયેલાં છે, લપસી લપસીને. ત્યારે તો અક્રમ વિજ્ઞાન લેવા આવે નહીં તો અક્રમ વિજ્ઞાન લેવા આવતું હશે ? ઝટપટ નિકાલ કરી નાખીએ. કહેશે, અક્રમ વિજ્ઞાન એટલે નીતિ, અનીતિને બાજુએ મૂકી દે છે, એ બન્ને બીજ શેકી નાખે છે. એટલે ઉગવા લાયક ના રહે.