________________
પૈસાનો
વ્યવહાર
૧૦૬
૧૦૬
પૈસાનો
વ્યવહાર
મોક્ષે લઈ જાય. નિયમથી ચોરી કરે એટલે શું ? કે એને મહિનામાં બે ચોરીઓ કરવાની કહી હોય. હવે પહેલી ફેરા હાથ માર્યો તો ચાળીશ રૂપિયા આવ્યા. એટલે ચાળીશને દસ, એમ મહિનામાં પચાસ રૂપિયા મળ્યા. હવે જો પહેલો હાથ ના માર્યો હોત તો એને બીજા ત્રણસો મળે એવું હતું. પણ બે વખત થઈ ગયું એટલે હવે લેવાય નહીં. એણે કોઈકના ગજવામાં હાથ ઘાલીને જોઈ લીધું કે આ ત્રણસો રૂપિયા છે, પણ તરત એને થયું કે આ તો ખોટું કર્યું, મારે બે ફેરા ચોરી તો થઈ ગઈ છે. એટલે એણે છોડી દીધું. અને નિયમથી અનીતિ કહેવાય.
વાત સમજો, જ્ઞાતીતી ભાષામાં! મૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પણ જો એ એની ભાષામાં વાતને લઈ જાય તો શું થાય ? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ, તે પોતાની ભાષામાં લઈ જઈને ફિટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે ‘નિયમથી અનીતિ કર !”
પ્રશ્નકર્તા : દાદા, મેં પણ જ્યારે પહેલી વખત વાંચ્યું ત્યારે હું એકદમ વિચાર કરતો થઈ ગયો, કે આ શું, દાદા શું કહેવા માગે છે ! પછી મને લાગ્યું કે આ તો બહુ ગજબનું વાક્ય છે !
દાદાશ્રી : હા, અક્રમ વિજ્ઞાન એટલે શું કે નેગેટિવ પોલિસી જ નહીં કે ‘તમે કેમ ચોરીઓ કરો છો ને તમે કેમ જૂઠું બોલો છો ? કેમ વ્યવહાર ખરાબ કરો છો ?” એવી તેવી નેગેટિવ પોલિસી જ નહીં.
અતિમાં ય ધી ઘટ્ટ ! પ્રશ્નકર્તા: આપ્તસૂત્રની અંદર જ્યારે આપનું આ સૂત્ર વાંચવામાં આવ્યું. એનાથી ઘણાને બહુ આશ્ચર્ય થયું અને પછી આપે એનું રહસ્ય સમજાવ્યું.
દાદાશ્રી : જો અનીતિ કરવાનો હોય તો તું નિયમથી કરજે. એ આ દુનિયાના સ્વભાવથી વિરુદ્ધ છે એટલે દુનિયાના સ્વભાવથી વિરુદ્ધ આ વાક્ય ઉપર લોકોને પ્રશ્નાર્થ થયા ! એટલે મેં ખુલાસો કર્યો. જરૂર હોય પાંચસો
રૂપિયાની તો એટલા સુધીનો એક નિયમ પાળજો. અને બીજી જોખમદારી મારી. અને તું સંપૂર્ણ નીતિ પાળે છે એ ગ્રેડમાં તને સિફારસ કરીને લઈ જઈશ. પણ નિયમથી પાળજે. પછી વીસ હજાર રૂપિયા આવે તો પણ કહીએ, “ના, બા,પાંચસોથી વધારે નહીં લઉં.’
પ્રશ્નકર્તા : દાદા, એવું બને ખરું ? માણસની પાસે તમે મૂકો આ ? દાદાશ્રી : બની શકે, જેને સમજવું છે તેને. પ્રશ્નકર્તા : પણ અગ્નિ પાસે ઘી મૂકીને, ને ઓગળે નહીં એવું થયું આ.
દાદાશ્રી : હા. ઓગળે નહીં. પણ આ તો કાળના જ લોકો આ પ્રમાણે પાળે. આજથી સો વર્ષ પહેલાના લોકો ના કરી શકે. આ કાળના જીવો એ બધાં કરે એવા છે. એ જાણે કે ઓહોહો ! મારી ઉપર જોખમદારી કંઈ આવે નહીં, ને આવી રીતે થાય તે ?” ત્યારે એ જ કહે કે ‘ના, એ પાળીશ.”
એ તો બહુ સહેલો રસ્તો છે, આ સરળ રસ્તો છે, અને પાંચસો રૂપિયાથી રહી શકે.
પ્રશ્નકર્તા : તમે તો કહો છો કે તારે કંઈ કરવાનું નથી, મારી આજ્ઞા પાળ, પતી ગયું.
દાદાશ્રી : હા, બસ, આજ્ઞા પાળ, પતી ગયું. પ્રશ્નકર્તા : એટલે પરિશ્રમ જ ગયો ને !
દાદાશ્રી : એટલે તું મારી આજ્ઞા પાળ. પછી તારે જોખમદારી નહીં એટલે એ જે એને ઉછીના લેવા પડતા હતા ને ઘરની મુશ્કેલી હતી, એ તૂટી ગઈ, પછી એ તો બહુ આનંદમાં રહે પાછો !
લાવોને હું જ એ વાક્ય બોલું.
‘વ્યવહારમાર્ગવાળાને અમે કહીએ છીએ.’ વ્યવહારમાર્ગ એટલે સંસાર એ વ્યવહારમાર્ગ કહેવાય.