________________
પૈસાનો
વ્યવહાર
૧૦૫
પ્રશ્નકર્તા : હવે પાંચસો રૂપિયાની લાંચ લેવાની છૂટ આપી તો પછી જેમ જરૂરિયાત વધતી જાય તો પછી એ ૨કમ પણ વધારે લે તો ?
દાદાશ્રી : ના, એ તો એક જ નિયમ પાંચસો એટલે પાંચસો જ, પછી એ નિયમમાં જ રહેવું પડે.
એક દારૂ ના પીવાનો અહંકાર કરે છે ને એક દારૂ પીવાનો અહંકાર કરે છે, તો મોક્ષ કોનો થાય ? ત્યારે ભગવાન બેઉને કાઢી મેલે ! એ તો શું કહે છે કે, ‘અમારે અહીં તો નિર્અહંકારીની જરૂર છે.’ ભગવાન તો શું કહે છે, ‘નીતિ તો તને સંસારમાં સુખ પડે એટલા માટે પાળવાની છે. બાકી અમારે નીતિઅનીતિની કશી ભાંજગડ જ નથી. તને દુઃખ સહન થતું હોય તો અનીતિ કરજે.’ અનીતિથી દુઃખ જ પડે ને ? કોઈને દુઃખ આપ્યા પછી આપણને પણ દુઃખ પડે. આ તો તને સુખ પડે એટલા હારુ નીતિ પાળવાની છે.
આજ્ઞામાં રહીતે કરો તો જ !
પ્રશ્નકર્તા : પણ અનીતિ કરે તો એને ટેવ પડી જાય ને ?
દાદાશ્રી : ટેવ પડી જાય, એમ ? ના. એટલે કહ્યું ને, કે અનીતિ કરો પણ નિયમસર કરો. કોઈ પણ વસ્તુ નિયમસર કરવામાં આવે અને તે પણ જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વક હોય તો તો એ કામ કાઢી નાખે.
પ્રશ્નકર્તા : એને અનીતિની ટેવ પડી, પછી તો એને નિયમ ના રહે ને ? દાદાશ્રી : તો પછી એનો અર્થ જ નહીં ને ? અને અમારી જવાબદારી પણ નહીં ને ! આ તો શું કહ્યું કે તને પાંચસો રૂપિયા ખૂટે છે તો તારે લાંચના પાંચસો રૂપિયા લેવા. પછી કોઈક પાંચ હજાર રૂપિયા આપે તો પાંચસો ઉપરની રકમ તારે લેવી નહીં. આવું નિયમમાં જ રહે એને મુક્તિ થાય, એનો નિવેડો આવે.
નિયમ જ મોક્ષે લઈ જાય !
પ્રશ્નકર્તા : કોઈ નિયમથી લાંચ લે એને લોભ જ ના થાય ને, પછી ? દાદાશ્રી : અરે ! આ નિયમ તો ઠેઠ મોક્ષે લઈ જાય, અને લોભ તો
પૈસાનો
સડસડાટ ઊડી ગયો અને એ થઈ શકે એવી સ્થિતિ છે. એ કરી શકાય એવું છે. પ્રશ્નકર્તા : અને કોઈ લાંચ લેતો જ નથી એનું શું થાય !
દાદાશ્રી : એ રખડી મરે. લાંચ મળતી હોય ને ના લે એટલે એને અહંકાર વધતો જાય. અને પેલો લાંચ લે છે પણ નિયમથી એટલે કે ઘરખર્ચમાં ખૂટતા રૂપિયા પૂરતું જ પાંચસો રૂપિયા લે છે. હવે એને પછી કોઈ પાંચ હજાર રૂપિયા આપવા આવ્યો હોય તો પણ એ લે નહીં, પાંચસોથી વધારે એક પૈસો પણ નહીં, એટલે એવો નિયમ પાળે તો એ મોક્ષે જાય.
૧૦૫
વ્યવહાર
કાળને અનુરૂપ વચગાળાતો માર્ગ !
અત્યારે માણસ શી રીતે આ બધી મુશ્કેલીઓથી દહાડા કાઢે ? અને પચી એને ખૂટતા રૂપિયા ના મળે તો શું થાય ? ગૂંચવાડો ઊભો થાય કે રૂપિયા ખૂટે છે, એ ક્યાંથી લાવવા ? આ તો એને ખૂટતા બધા આવી ગયા. એને ય પછી પઝલ સોલ્વ થઈ ગયું ને ? નહીં તો આમાંથી માણસ ઊંધો રસ્તો લે ને પછી અવળે રસ્તે ચાલ્યો જાય, પછી એ આખી લાંચ લેતો થઈ જાય, એના કરતાં આ વચગાળાનો માર્ગ કાઢ્યો છે અને એ અનીતિ કરી છતાં ય નીતિ કહેવાય, અને એને ય સરળતા થઈ ગઈ ને નીતિ કહેવાય અને તેનું ઘર ચાલે. જૂઠ્ઠું બોલ, પણ નિયમથી !
અમે તો શું કહ્યું કે તું જૂઠું બોલીશ જ નહીં. અને તારે જૂઠું બોલવું જ હોય તો નિયમથી બોલ કે આજ મારે પાંચ જ જૂઠ બોલવાં છે. છઠ્ઠી વખત નહીં, તો મોક્ષે જઈશ. પછી એ પાંચ જૂઠ બોલીને વપરાઈ જાય ત્યાર પછી એની બહેને કંઈ ચારિત્ર સંબંધી દોષ કર્યો હોય, ત્યારે કોઈ પૂછે કે, ‘ભઈ આ તમારી બહેનની વાત સાચી છે ?” પેલાને આ પાંચ જૂઠ તો થઈ ગયાં, હવે છઠ્ઠું જૂઠ તો બોલાય નહિ એટલે એને ‘સાચું છે’ એમ કહેવું પડે. પાંચ ના વપરાઈ ગયાં હોત તો પાંચમું આને વાપરત, પણ પાંચ જૂઠ વપરાઈ ગયાં ! આને નિયમથી અનીતિ કહ્યું. ચોરી કર, પણ નિયમથી !
કોઈ ચોર ચોરી કરતો હોય, પણ જો નિયમથી ચોરી કરે તો એ નિયમ એને