________________
પૈસાનો વ્યવહાર
૯૫
૯૫
પૈસાનો વ્યવહાર
‘તમને હું ચોર નથી એ શી રીતે ઓળખાણ પડી ? કો’કે મારા ગજવામાં વીંટી નાખી હોય તો તમે શું કરો ?” ત્યારે એ કહે, “અમે તરત જાણી જઈએ કે તમે ચોરી નથી કરી. આ કો’કે નાખેલી છે. ઉંદર-બિલાડી જેવું, ગંધ આવે. ડાકુ જેવી આંખ ઓળખતા નહિ હોય લોક ? આની આંખ ડાકુ જેવી છે, આની આંખ છે તે ચારિત્ર્યનો ફેલ છે, એવું નથી ઓળખાતું ? અને અમારી આંખમાં વીતરાગતા દેખાય. બધા જુએ ને કે કોઈની પર રાગે ય ના થાય ને દ્વેષે ય ના થાય.
પ્રશ્નકર્તા : પછી આગળ શું થયું ?
દાદાશ્રી : પછી એવું થયું કે હું ઘેર આવ્યો. ત્યાં એક અંબુભાઈ પાઠક કરીને ભાઈ આવેલા. તે ડીપ્લોમા થયેલો, તે મારી પાસે કોન્ટ્રાક્ટના અનુભવની લાઈન શીખતો હતો. એટલે એ રોજ આવે. તે આવીને બેઠેલો. મેં એને કહ્યું, ‘કેમ પાઠક કેમ ? ક્યારના આવ્યા છો ?” એણે મને કહ્યું, ‘તમે ક્યાં ગયા હતા ?” કહ્યું, ‘આવી ફસામણ હતી, તે ત્યાં ગયા હતા. હવે અહીં સીટી મામલતદારને ત્યાં જવું પડશે.’ તે પાઠક મને કહે, “મારા કાકા પરમ દા'ડે જ નવસારીથી અહીં મામલતદાર તરીકે આવ્યા. શું કામ છે તમારે ?” મેં કહ્યું, ‘આવું કામ છે.” ત્યારે એ કહે, “એ તો કરી આવીશ, તમારું કામ !' કહ્યું, ‘અલ્યા, આ તો બહુ ગોટાળિયું કામ છે, મને જાતે આવવા દે.’ ‘ત્યારે એ કહે, ‘ગમે તેવું ગોટાળિયું કામ હશે તો ય હું કાકાને કહી દઈશ.” ને એણે તો એના કાકાને કહી દીધું કે કંઈક રસ્તો કાઢો ! જેટલા હજાર-બારસો ભરવાના હશે તો ભરી દઈશ.” ત્યારે એના કાકા કહે, ‘ચાર આના ય નહીં !! ને એમણે કેસ જ કાઢી નાખ્યો ! એમને બધું આવડે.
એ તો આપણો ગુનો હતો જ નહીં ને આવો તો અહંકાર કર્યો કે લો, અમારા કારખાનામાં પતરાં મૂકો. કશો વાંધો નહીં. એના આ ધક્કા ખાવા પડ્યા, કંઈ દાનત ખોરી ન હતી.
પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ આપણી પાસે આવી રીતે હેલ્પ માંગવા આવા કે ભાઈ, આ અમને હેલ્પ કરો, મૂકવા દો, તો તેને મૂકવા દેવું કે નહિ ?
દાદાશ્રી : અરે, મૂકવા દેવું હોય તો બોંબ મૂકીને જાય, અત્યારે તો ! મને હઉ લોકો કહે છે કે બોંબ મૂકી જાય, પણ મેં કહ્યું, ‘ભાઈ હવે મૂકી જાય એનું
શું થાય તે ? જે થશે એ ખરી ! છેવટે કર્મના ઉદય હશે તો જ મુકાશે ને ! આ કંઈ દુનિયામાં નવ્યા છે કે અન્યાયમાં ?
પ્રશ્નકર્તા : ન્યાયમાં.
દાદાશ્રી : એટલે ગભરાવું નહિ. તેમ મૂકવા દેવું એવો ય નિશ્ચય નહિ રાખવો અને નહિ મૂકવા દેવું એવો ય નિશ્ચય નહિ રાખવો અને પેલો નિશ્ચય કરીએ તો આ બાજુ પડીએ અને આ નિશ્ચય કરીએ તો પેલી બાજુ પડીએ ! વચ્ચે મોક્ષનો માર્ગ !
ઉધરાણી, સહજ પ્રયત્ન ! ધંધો તમે જ ચલાવો છો બધું? પ્રશ્નકર્તા : હા, જી. દાદાશ્રી : હા, ઉપાધિ નથી આવતી પોતાને ? પ્રશ્નકર્તા : ના, એવું કંઈ નથી આવતું. દાદાશ્રી : સરસ મજા આવે છે? આયે પુર્વે જ છે ને કશી મુશ્કેલી વગર !
તેથી અમે કહીએ છીએ કે આપણી પુણ્યનું ખાવ. પુણ્ય કોનું નામ ? ગેર સવારના સાડા પાંચ વાગ્યે ઉઠાડે કે ‘ભાઈ, અત્યારે બંગલો બંધાવવો છે, ને એનો કોન્ટ્રાક્ટ તમને આપવો છે !' આવું ‘વ્યવસ્થિત’ છે ! જો ધણી દોડધામ ન કરતો હોય તો ય ‘વ્યવસ્થિત ધણીને ઉઠાડવા આવે અને ધણી દોડધામ કરતો હોય, બંગલો બંધાવવા સારું, તો વ્યવસ્થિત શું કહેશે કે “થાય છે હવે !”
આ ‘વ્યવસ્થિત'ની બહાર કશું થાય એવું નથી. છતાં આપણે ‘વ્યવસ્થિત'નો અર્થ એવો ના કરવો જોઈએ કે આપણે સૂઈ રહો. બધું થઈ જશે. જો ‘વ્યવસ્થિત' કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. છતાં પ્રયત્નો તે તો ‘વ્યવસ્થિત' કરાવે એટલા જ કરવાના હોય. પણ આપણી શું ઇચ્છા હોવી જોઈએ પ્રયત્ન કરવાની ? પછી ‘વ્યવસ્થિત’ જેટલા કરાવે એટલા પ્રયત્ન. પ્રયત્નમાં પછી, દસ વાગ્યાથી ઉઘરાણી માટે હેંડવા માંડ્યા. પેલો ભઈ ભેગો ના થયો, તો પછી બાર