________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
પચાસ રૂપિયા આપે.
કરવી'તી ઉઘરાણી તે થયું જાત ! હું તો કોઈની ઉપર દાવો માંડું નહીં. પણ દાવાવાળી જે રકમ હતી ને, તે મેં અમારાં ભાભીને કહેલું કે તમે તમારી મેળે ઉઘરાણીઓ પતાવજો, મારે આ રકમ નથી જોઈતી. ત્યારે મને કહે છે કે, ‘તમે ઉઘરાણી તો કરવા જજો.” મેં કહ્યું કે, ‘હું ઉઘરાણી કરવા જઉં ત્યારે એને બિચારાને જપ્તી બેઠેલી હોય તે એની બૈરી ઢીલી થઈને કહેશે કે આ જપ્તી બેઠેલી છે, દસ-પંદર રૂપિયા નથી તે આપજોને. તે હું આપીને આવેલો એટલે આવું ને આવું ચાલે.
ધમ કરતાં ધાડ મારી ૪૫ વર્ષની ત્યારે ઉંમર હતી. ત્યારે જ્ઞાન નહીં થયેલું. ત્યારે એક ત્રીસ વર્ષનો ફોજદાર હતો, મુસલમાન હતો.
થયું એવું કે આપણું લોખંડનું કારખાનું હતું, ‘બીટકો એન્જિનિયરીંગ કું.” તે કારખાનામાં અમારા ગામનો એક જણ હતો. તે મને કહે, “મારે કારખાનામાં પતરાં મૂકવાં છે. મારે હમણાં ગાડું લઈ જવાનું સાધન નથી.’ કહ્યું, ‘ક્યાંથી લાવ્યો આ ?” ત્યારે એ કહે, ‘કંટ્રોલમાંથી લાવ્યો છું.’ ત્યારે મેં અમારા ભાગીદારને ચિઠ્ઠી લખી આપી કે એને બિચારાને પતરાં મૂકવા દેજો. છ પેટી પતરાં હતાં. એક એક પેટીમાં છે, છ નંગ હોય. સાત-આઠ નંગની ય હોય. પછી છ મહિના, બાર મહિના થયા, પણ પેલો લેવા આવેલો નહિ. પછી કાગળ આવ્યો એનો, પછી એ જાતે આવ્યો ને કહે કે, ‘આજે અમે ગાડું લઈને આવ્યા છીએ લેવા. ‘હવે એ પહેલાં અમારે ત્યાં સરકારના માણસો આવી ગયેલા. તેમણે પૂછ્યું, ‘તમારે ત્યાં પતરાં ક્યાંથી લાવ્યા છો ?” મેં કહ્યું, ‘બહારગામવાળાનાં છે, અમારે ત્યાં મૂકી ગયા છે ખાલી.” ત્યારે સરકારવાળા કહે, ‘અમે જપ્તીમાં લઈએ છીએ. આ કંટ્રોલનું લાવ્યા ક્યાંથી ?” મેં કહ્યું, લો જપ્તીમાં, મારે શું ?” હવે પેલા લોકો આવ્યા તે, ‘અમે એ લોકોને પરમીટ દેખાડી આવ્યા કે હવે માલ લેવા દો.’ કહ્યું, “આ ઝગડો થયો, એ લોકો પરમીટ ખોળતા હતા.” ત્યારે એમણે કહ્યું, ‘એ
તો અમે દેખાડી આવ્યા હવે માલ લેવા દો.' કહ્યું, ‘હા, ત્યારે લઈ લો.” ને અમારા ભાગીદારે માલ લેવા દીધો. પછી પેલા સરકારના માણસો આવ્યા, એ અમને કહે કે, ‘તમે માલ વેચી દીધો ?” અલ્યા ભઈ. અમે વેચતા જ નથી. અમે જાણતા જ નથી. આ તો પેલા માણસો લઈ ગયા.’ ત્યારે એમણે કહ્યું, ‘પણ અમે તમને ના કહ્યું હતું ને ? આ જપ્તીમાં લીધેલા છે ને ? આ સરકારી માલ છે. એ કેમ વેચાય ? તમારાથી અપાય કેમ કરીને ?” કહ્યું, ‘ભઈ, એ તો પરમીટ બતાડીને લઈ ગયા !ત્યારે એ કહે, ‘એણે ખોટું કહ્યું, આ તો તમને એણે ફસાવ્યા.” ત્યારે મેં કહ્યું, ‘ભાદરણમાં અમુક નામ છે ?” એ ખબર આપી. તે લોકોએ તપાસ કરી. મામલતદારે પેલા લોકોને ટેડકાવ્યા. તો તે કહે છે, “અમે લાવ્યા જ નથી ને !' એટલે મામલતદારે અહીં કહેવડાવ્યું એટલે પછી આ સરકારના લોકો કહે છે આ લોકોએ વેચી ખાધાં ! એટલે અમારી ઉપર વોરંટ કાઢ્યું. મુખ્ય ભાગીદાર તરીકે તો અંબાલાલ મૂળજીભાઈ પટેલને ત્યાં પોલીસવાળો આવ્યો. હું અંદર બેઠેલો. પોલીસવાળો કહે છે, “અંબાલાલ મૂળજીભાઈ છે ?” મેં કહ્યું, ‘હા, હું છું.' સાંજના સાડા પાંચ વાગેલા. હું તો ગયો એની જોડે ત્યારે ત્યાં ફોજદાર નાની ઉંમરનો બેઠેલો. ત્રીસ વર્ષની ઉંમરનો હતો. મેં કહ્યું, “શું નામ આપનું ?” ત્યારે એ કહે, ‘અહમદમીયાં.’ તે મને કહે છે, ‘તમે કેમ ફસાઈ ગયા છો ?” મેં તેમને કહ્યું, ‘તમને શી રીતે ખબર પડી કે હું ફસાયો છું ?” ત્યારે એ. કહે, “અમે તમને ના ઓળખીએ ? બિલાડીને ઉંદરની ગંધ આવે કે ના આવે ?” આવે.’ ‘તેમ અમને ચોરની ગંધ આવે.” એવું એણે કહ્યું. ‘તમે ચોરી નથી કરી. તમે ચોરી કરી હોય તો અમને ગંધ આવે કે આ માણસે ચોરી કરી છે !' મેં કહ્યું. ‘પણ સાહેબ અમે ફસાયા છીએ. શું થાય તે ?” ત્યારે એ કહે, ‘પણ સાહેબ શું વાંધો થયો ? તમે થોડીવાર બેસો. હું નમાજ પઢી આવું.’ તે પછી નમાજ પઢીને આવ્યા. તેમણે ચા મંગાવી. ચાના પૈસા મેં આપવા માંડ્યા ત્યારે એ કહે, ‘તમારે નહિ આપવાના.” કહ્યું, સાહેબ, કામ મારું ને ચા ઉલ્ટા મને પાઓ છો ?” પછી એ કહે, ‘તમે ફસાયા છો એવું મને લાગ્યું માટે હવે કંઈ રસ્તો કરી આપું.” ‘તમે રસ્તા કાઢો છો ?” ત્યારે એ કહે, ‘સીટી મામલતદારને ખબર આપો કે તમે ફોજદાર પાસેથી આ બિનવારસી મિલકત મંગાવી લો. તો પછી એની પાસે કેસ બધા જાય. પછી આ ફોજદારી ગુનો ઊડી જાય તમારો !' મિંયાભાઈને મેં કહ્યું,