________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
તો કોર્ટના ન્યાયથી નીવેડો લાવો. કુદરત શું કહે છે ? બન્યું એ ન્યાય છે એમ તમે સમજો, તો તમે નિર્વિકલ્પી થતા જશો, અને કોર્ટના ન્યાયથી જો એ કરશો. તો વિકલ્પી થતા જશો.
| ઉઘરાણીતી અનોખી રીત ! ટૂંકી વાત. જે બન્યું એ ન્યાય છે. બીજો ન્યાય ખોળશો નહીં. જગતનો સ્વભાવ શું ? ન્યાય ખોળે. મેં એને સો રૂપિયા આપ્યા હતા. અને ખરે ટાઈમે મેં પાંચ રૂપિયા માગ્યા તો ય આપતો નથી. અલ્યા, નથી આપતો એ જ ન્યાય છે. એને અન્યાય શી રીતે કહેવાય આપણાથી ?
બુદ્ધિ તો માર તોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને. એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે એનું નામ બુદ્ધિ. કહેશે, “શા બદલ પૈસા ના આપે ? માલ લઈ ગયા છે ને ? આ ‘શા બદલ’ પૂછયું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઉઘરાણી કર્યા કરવી. કહેવું, “અમારે પૈસાની બહુ જરૂર છે ને અમારે અડચણ છે', પછી પાછા આવી જવું. ‘પણ શા બદલ ના આપે એ ?” કહ્યું એટલે એ પછી વકીલ ખોળવા જવું પડે. સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે પછી !
જે બન્યું એ ‘વ્યવસ્થિત’ કહીએ ! જે બન્યું એ ન્યાય કહીએ એટલે બુદ્ધિ જતી રહે. જે બને છે એ ન્યાય છતાં વ્યવહારમાં આપણે પૈસાની ઉઘરાણીએ જવું પડે. તો એ શ્રદ્ધાને લીધે આપણું મગજ પછી બગડે નહિ, એના પર ચિઢિયાં ના ખાય, અને આપણને અકળામણે ય થાય નહીં. જાણે નાટક કરતા હોય ને, એમ ત્યાં બેસીએ, કહીએ કે, ‘તો ચાર વખત આવ્યો, પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્ય હો કે મારી પુણ્ય હો, પણ આપણે ભેગા થયા કહીએ.’ એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઉઘરાણી કરીએ. ‘અને તમે લહેરમાં છો ને, મારે તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું.” ત્યારે કહે, ‘તમને શું મુશ્કેલી છે ?” ત્યારે કહીએ, ‘મારી મુશ્કેલીઓ તો હું જ જાણું. ના હોય તો કોઈની પાસેથી મને અપાવડાવો.’ કહીએ. આમ તેમ વાત કરીને કામ કાઢવું. લોકો તો અહંકારી છે, તો આપણું કામ નીકળે. અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએને, તો બધું કરી આપે. પાંચ-દસ હજાર
અપાવડાવો કહીએ તોય, ‘હા અપાવડા છું.” કહેશે. એટલે ઝગડો ના થવો જોઈએ. રાગ-દ્વેષ ના થવો જોઈએ. સો ધક્કા ખાય ને ના આપું તો કંઈ નહીં, બન્યું તે જ ન્યાય કહી દેવું. નિરંતર ન્યાય જ ! કંઈ તમારી એકલાની ઉઘરાણી હશે ?
પ્રશ્નકર્તા : ના, ના. બધા ધંધાવાળાને હોય.
દાદાશ્રી : આખું જગત મહારાણીથી સપડાયું નથી. ઉઘરાણીથી સપડાયું છે. જેને તે મને કહે કે, “મારી ઉઘરાણી દસ લાખની છે, તે આવતી નથી. પહેલાં ઉઘરાણી આવતી હતી.’ કમાતા હતા ત્યારે કોઈ મને કહેવા નહોતા આવતા. હવે કહેવા આવે છે.
ઉઘરાણી નો શબ્દ તમે સાંભળેલો કે ? એ કોની રાણી છે વળી ? પ્રશ્નકર્તા : કોઈ ખરાબ શબ્દ આપણને ચોપડે છે એ ઉઘરાણી જ છે ને !
દાદાશ્રી : હા, ઉઘરાણી જ છે ને ! એ ચોપડે તે ખરેખરી ચોપડે. ડિક્ષનરીમાં ના હોય એવો યે શબ્દ બોલે. પછી આપણે ડિક્ષનરીમાં ખોળીએ કે આ શબ્દ ક્યાંથી નીકળ્યો ? આમાં એ શબ્દ હોય નહીં. એવો મગજ ફરેલા હોય છે. પણ એમની જવાબદારી પર લાવે છે ને એમાં જવાબદારી આપણી નહીં ને ! એટલું સારું છે.
ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય આ મેં શું બગાડ્યું છે તે મારું બગાડે છે.
પ્રશ્નકર્તા : એવું થાય છે, આપણે કોઈનું નામ લેતા નથી તો અમને લોક શું કરવા દંડા મારે છે ?
દાદાશ્રી : તેથી તો આ કોર્ટો, વકીલો, બધાનું ચાલે છે. એવું ના થાય તો કોર્ટે વકીલોનું શી રીતે ચાલે? વકીલનો કોઈ ઘરાક જ ના થાય ને ? પણ વકીલો ય કેવા પુણ્યશાળી તે અસીલો ય સવારમાં ઊઠીને વહેલા વહેલા આવે ને વકીલ સાહેબ હજામત (દાઢી) કરતા હોય ! ને પેલો બેસી રહે થોડીવાર. સાહેબને ઘેર બેઠાં રૂપિયા આપવા આવે. સાહેબ પુણ્યશાળી છે ને ! નોટિસ લખાવી જાય ને