________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
વાગ્યે ગયા, તો ય ભેગો ના થયો, તો પછી ઘેર આવીને ફરી પાછા દોઢ વાગ્યે જઈએ, એવું નહિ કરવાનું. પ્રયત્ન એટલે એક ફેરો જઈ આવવાનું ફરી પાછો વિચાર નહીં કરવાનો. આ તો પ્રયત્ન કરે તો કેટલા ધક્કા ખા ખા કર્યા કરે. પ્રયત્ન તો સહજ પ્રયત્ન હોવા જોઈએ. સહજ પ્રયત્ન કોનું નામ કહેવાય કે આપણે જેને ખોળતા હોય તે સામો મળે. આમ એને ઘેર જઈએ તો જડે નહીં, પણ આપણે પાછાં હૈડતી વખતે ભેગો થઈ જાય. અમને બધું સહજ પ્રયત્ન થાય. સહેજા સહેજ હિસાબ બદો ગોઠવાયેલો કારણ કે અમારે ડખો નહીં ને કોઈ જાનો !
તો ઘેર બેઠાં લેણું મળે ! ખરી રીતે તો એવું છે કે તમારું વિચારેલું નકામું નહીં જાય. તમારું બોલેલું નકામું જાય નહીં. તમારું વર્તન નકામું જાય નહીં. અત્યારે તો લોકોનું બધું કેવું જાય છે ? કશું ઊગતું નથી. વાણી ય ઊગતી નથી. વિચારો ય ઊગતા નથી. ને વર્તને ય ઊગતું નથી. ત્રણ ત્રણ વખત ધક્કા ખાય તો ય ઉઘરાણીવાળો મળે નહીં. તે વખતે મળે તો પેલો દાંતિયા કરે, આમ તો કેવું છે કે ઘેર બેઠાં નાણું આપવા આવે એવો આ માર્ગ છે. પાંચ-સાત વખત ઉઘરાણી કરી હોય ને છેવટે કહે કે મહિના પછી આવજો, તે ઘડીએ તમારાં પરિણામ ના બદલાય તો ઘેર બેઠાં નાણું આવે. તમારાં પરિણામ બદલાઈ જાય છે ને ?” આ તો અક્કલ વગરનો છે. નાલાયક માણસ છે, આ ધક્કો માથે પડ્યો. એવાં પરિણામ બદલાયેલાં હોય. ફરી વાર તમે જાવ તો પેલો ગાળો દે. તમારાં પરિણામ બદલાઈ જાય છે તેથી સામો બગડતો ના હોય તો ય બગડે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે આપણે જ સામાને બગાડીએ છીએ ?
દાદાશ્રી : આપણું બધું આપણે જ બગાડ્યું છે. આપણને જેટલી અડચણો છે એ બધી આપણે જ બગાડી છે. એનો સુધારવાનો રસ્તો શો ? સામો ગમે તેટલું દુ:ખ દેતો હોય, પણ તેને માટે જરા પણ અવળો વિચાર ના આવે, એ એને સુધારવાનો રસ્તો. આમાં આપણું ય સુધરે ને એનું ય સુધરે. જગતના લોકોને અવળા વિચાર આવ્યા વગર રહે નહીં. એટલે આપણે તો સમભાવે નિકાલ કરવાનું કહ્યું, એટલે એ કરે. સમભાવે નિકાલ એટલે શું કે એને માટે કંઈ વિચાર
જ કરવાનો નહીં.
તે એ ભૂત વળગે અને ઉઘરાણીમાં કોઈ માણસ ના આપતો હોય, એની પાસે ના હોયને ના આપતો હોય તો પછી ઠેઠ સુધી એની પાછળ ઠંડ હેંડ ના કર્યા કરવું. એ વેર બાંધે ! ને જાય ભૂતમાં તો આપણને હેરાન કરી નાખે. નથી તેથી નથી આપતો એમાં એનો શું ગુનો બિચારાનો ? હોય ને નથી આપતા લોકો ?
પ્રશ્નકર્તા હોય ને ના આપતા હોય તો શું કરવું ?
દાદાશ્રી : હોય ને ના આપે તેને ય શું કરીએ આપણે તે ? દાવો માંડીએ બહુ ત્યારે ! બીજું શું ? એને મારીએ તો પોલીસવાળા આપણને પકડી જાય ને?
નહીં તો છોડી દઈએ કે ભઈ, હશે તો આવશે, નહીં આવે તો ગયું. તો આ વકીલનું ભૂત તો ના ઘાલવું પડે ને !
પ્રશ્નકર્તા : પણ છોડાતું નથી આપણે. સામો માણસ એવી રીતે ફરતો જાય કે આપણને છોડી દેવાનું મન ના થાય.
દાદાશ્રી : મન ના થાય તો વકીલનું ભૂત ઘાલે પાછું અને વકીલ કહેશે, “હંઅ, સાડા નવે કહ્યું હતું તે પાછા પંદર પંદર મિનિટ મોડા થયા ? અક્કલ વગરના છો, ગધેડા છો, કૂતરા છો ! મેર ચક્કર, ફી આપણે આપવાની ને ગાળો ભાંડે ઉપરથી !
એટલે આપણે ગભરાવું નહીં. અને તે ઘડીએ આપણે વકીલને શું કહેવું જોઈએ કે સાહેબ તમારે ને મારે કંડિશન ફીની છે. હું તમને ફી આપું ને તમે દાવો લઢો. બીજી કોઈ કંડિશન ગાળની નથી. આ એકસ્ટ્રા આઈટમ કરો છો તેનો દાવો માંડીશ, એવું કહીએ. એક્સ્ટ્રા આઈટમ કહેવાય.
પ્રશ્નકર્તા : ના જવું એ જ વધારે સારું ! દાદાશ્રી : કોર્ટમાં ના જવું ઉત્તમ. જે ડાહ્યો માણસ હોય તે કોર્ટમાં ના જાય.