________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
કરે તો પછી એ ભટકે શી રીતે ?
૫૩
આવી જાવ, એક વાત પર !
અહીં જો તમને ગમતું હોય તો દોષિત જોયા કરવું. સંસાર ગમતો હોય તો જગતને દોષિત જોયા કરો અને સંસાર ન ગમતો હોય તો એક કિનારે આવો. એક વાત ઉપર આવી જાવ. જો સંસાર ન ગમતો હોય તો સંસાર દોષિત નથી, એવું તમે જોયા કરો. મારા દોષે જ થઈને આ ઊભું થયું છે. એક કિનારે તો લાવવું પડશે ને ? વિરોધાભાસ ક્યાં સુધી ચાલવાનું ? મહાવીર ભગવાનને કોઈ દોષિત લાગ્યું નથી. પેલા ઉપરથી દેવ આવીને હેરાન કરી ગયા તો ય એમને દેવ દોષિત નથી લાગ્યા.
પયો જ હોય માંહી એ દોષ !
*
જગતમાં દોષિત ના દેખાય. નિર્દોષ દેખાતા હોવા જોઈએ.
પ્રશ્નકર્તા : એવું તો ખરુંને, આપણે જેને દોષિત જોઈએ છીએ, જે દ્રષ્ટિએ દોષ જોઈએ છીએ, એ દોષ આપણામાં ભરાયેલા છે.
દાદાશ્રી : તેથી જ દેખાય.
પ્રશ્નકર્તા : અને જેટલા અંશે દોષનું ઓછા થવાપણું થયું, એટલા અંશે દ્રષ્ટિ સ્વચ્છ થાય ખરી કે ?
દાદાશ્રી : હા, એટલું ચોખ્ખું થાય.
પોતાની ગટર ગંધાય તે બીજાતી ગટર ધોવા જાય !
દોષો તો બધાની ગટરો છે. આ બહારની ગટરો આપણે ઉઘાડતાં નથી.
ય
આ નાના બાબાને ય એ અનુભવ હોય. આ રસોડું રાખ્યું તે ગટર તો હોવી જ જોઈએને ! પણ તે ગટરને ઉઘાડવી નહીં. કોઈનામાં અમુક દોષ હોય, કોઈ ચિઢાતો હોય, કોઈ રઘવાયો ફરતો હોય, તે જોવું, તેને ગટર ઉઘાડી કહેવાય. એના કરતાં ગુણો જોવા તે સારું. ગટર તો આપણી પોતાની જ જોવા જેવી
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
છે. પાણી ભરાઈ ગયું હોય તો પોતાની ગટર સાફ કરવી. આ તો ગટર ભરાઈ જાય છે, પણ સમજાતું નથી ! અને સમજાય છતાં કરે શું ? છેલ્લે કોઠે પડી જાય છે એ. એનાથી તો આ રોગો ઊભા થયા છે, શાસ્ત્રો વાંચીને ગા ગા કરે કે ‘કોઈની નિંદા ના કરશો' પણ નિંદા તો ચાલુ જ હોય. કોઈનું જરાય અવળું બોલ્યો કે તેટલું નુકસાન થયું જ ! આ બહારની ગટરોનું ઢાંકણ કોઈ ઉઘાડતું નથી. પણ લોકોની ગટરોનાં ઢાંકણ ઉઘાડ ઉઘાડ કરે છે.
૫૮
એક માણસ સંડાસના બારણાને લાત માર માર કરતો હતો. મેં કહ્યું, ‘કેમ લાતો મારો છો !' ત્યારે કહે કે, ખૂબ સાફ કરું છું તો ય ગંધાય છે.’ બોલો, હવે એ મૂર્ખાઈ કેટલી બધી કહેવાય ! જાજરૂના બારણાને લાતો મારીએ તોય ગંધાય છે, તેમાં ભૂલ કોની ?
પ્રશ્નકર્તા : લાતો મારનારની.
દાદાશ્રી : કેવડી મોટી ભૂલ કહેવાયને ? કંઈ દરવાજાનો દોષ છે બિચારાનો ? આ લાતો મારી મારીને જગત આખું ગંધાય તેને સાફ કરવા જાય છે. પણ તે સંડાસના બારણાંને લાતો મારીને પોતાને ઉપાધિ થાય છે અને બારણાં ય તૂટી જાય છે.
તમને તો શું કહીએ છીએ કે આ દેહનાં જે જે દોષ હોય, મનનાં દોષ કે હોય એટલા તમને દેખાયા એટલે તમે છૂટ્યા. બીજું તમારે દોષો કાઢવાને માટે માથાકૂટ કરવાની નથી, કે સંડાસનું બારણું ખખડાય ખખડાય કરવાની જરૂર નથી. સંડાસના બારણાને લાતો મારીએ તો એ ગંધાતું મટી જાય ? કેમ ના મટે ? એણે લાત મારી તો ય ન મટે ? બૂમ મારી ય તો ?
પ્રશ્નકર્તા : ના મટે.
દાદાશ્રી : સંડાસને કશું અસર ના થાયને ? એવું આ લોકો માથાકૂટ કરે છે, વગર કામની માથાકૂટ ! તેમ આ નવટાંકે ય દળ્યું નથી ને પહેલાં જૂનું દળેલું હતું તે ઉડાડી મૂક્યું, ભૈડી ભૈડીને ! તે ભૈડેલું ઊડી જાય ને બધું ! નવું દળેલું તો ક્યાં ગયું, પણ જૂનું દળેલું છે તે ફરી ભૈડવા લીધું તે ઉડાડી મૂક્યું ! કશું હાથમાં જ રહ્યું નથી. આ મનુષ્યપણું દેખાય છે ને તે બે પગને