________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
પપ
નિજદોષ દર્શનથી . નિર્દોષ !
દાદાશ્રી : તમે સામાનો દોષ આપો તો તમારી બુદ્ધિ સ્થિર થઈ, એટલે તમને ખાવા દે, પીવા દે, બધું ઊંઘવા દે પણ સામાનો દોષ આપવાથી સંસાર ઊભો રહેશે. અને હું શું કહું છું કે સંસાર જો આથમી નાખવો હોય તો મૂળ દોષ તમારો છે, વાસ્તવિકતામાં આમ છે. હવે પોતાનો દોષ આપો, તો અહીં ય બુદ્ધિ સ્થિર થઈ જશે. બુદ્ધિને એવું નથી કે આપણો પોતાનો દોષ કાઢે. પણ બુદ્ધિ સ્થિર થવી જોઈએ, બુદ્ધિને સ્થિર કર્યા સિવાય ચાલે નહીં. આવું કંઈ શાસ્ત્રમાં ઓછું લખવામાં આવે છે ?
ને, કોઈ ફરિયાદ જ નહીં ને ! ગાયો-ભેંસો છે, બધા એવાં અનંતા જીવો છે, એ લોકોને કોઈ ફરિયાદ નહીં, બિલકુલ ફરિયાદ નહીં.
પ્રશ્નકર્તા: આ બહુ મોટી વાત નીકળી કે બુદ્ધિને સ્થિર કરવાની. પહેલા બુદ્ધિને ત્યાં સંસારમાં સ્થિર કરતાં હતાં ત્યાં દોષ દેખાતો હતો.
દાદાશ્રી : હા, બુદ્ધિને સ્થિર કરવા માટે સાધન જોઈએ. તે છેવટે પોતે ગુનેગાર નથી એમ ઠરાવે લોકો. તો આપણે કહીએ, પેલો તો ગુનેગાર ખરોને ! એટલે કોઈકને ચોંટી પડીએ, પણ ત્યાં બુદ્ધિ સ્થિર કરીએ કોઈ જગ્યાએ. એટલે બુદ્ધિ જો સ્થિર ના થાય તો બીજું શું કરો ? તો પછી તમારે એમ કહેવું કે મારો જ દોષ છે. એટલે બુદ્ધિ અહીં સ્થિર થાય. નહીં તો બુદ્ધિ હાલી એટલે મહીં અંતઃકરણ આખું હાલમડોલ, હાલમડોલ, અહીં જેમ હુલ્લડ થયું હોયને, એવું જ. એટલે બુદ્ધિ સ્થિર કરવી પડે ને ? સ્થિર ના કરીએ ત્યાં સુધી હુલ્લડ જાગ્યા જેવું થાય. અજ્ઞાની પોતાની જવાબદારી પર બુદ્ધિ સ્થિર કરે છે અને તમે લોકો પોતાની ભૂલ જોવામાં સ્થિર કરો. અને પછી સ્થિર કરે એટલે હુલ્લડ બંધ થઈ ગયું ને ! નહીં તો વિચારોની પરંપરા ચાલ્યા કરે મહીં.
જો એવું કહ્યું કે આ પેલાની ભૂલ છે. એટલે આપણી બુદ્ધિ સ્થિર થાય. પછી નિરાંતે જમવાનું ભાવે. પણ એમાંથી પછી સંસાર આગળ વધતો જાય. છે. આપણે સંસાર કાઢી નાખવો છે. એટલે આપણે કહીએ, ભૂલ મારી છે, તો જ બુદ્ધિ સ્થિર થશે અને પછી જમવાનું ભાવશે. બુદ્ધિ સ્થિર થવી જોઈએ. સમજાય એવી વાત છે ને ?
પ્રશ્નકર્તા : બુદ્ધિ સ્થિર થાય એ તદન સમજાય એવી વાત છે.
દાદાશ્રી : હા, અને જ્યાં સુધી બુદ્ધિ અસ્થિર છે, ત્યાં સુધી ખાવા નહીં દે, જમવા નહીં દે, સુવા નહીં દે, કશું નહીં કરવા દે. ત્યાં એ મનની ચંચળતા નથી, બુદ્ધિની ચંચળતા છે. બુદ્ધિ સ્થિર થઈ કે ઉકેલ આવી ગયો.
એવું છેને, આ જગતનું આખું સરવૈયું શાસ્ત્રામાં નથી રહ્યું. પણ અમે એને ખુલ્લું કરીએ છીએ કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આવું બધું જે દેખાય છે, મારફાડ, ખૂન ખરાબી બહુ થાય છે, ચોરીઓ, લુચ્ચાઈ બધું થાય છે, એમાં કોઈ દોષિત જ નથી. એ વાસ્તવિક દ્રષ્ટિ છે. વાસ્તવિક દ્રષ્ટિ ઉપરથી જો કદી એનો તાળો મેળવો તો તમારી દોષ દ્રષ્ટિ નીકળી ગઈ કે તમે ખુદા થઈ ગયા, બસ ! બીજું કશું છે નહીં !!
પામવા મુક્તિ, જુએ તિજદોષ જગત નિર્દોષ જ છે કાયમને માટે, સાપે ય નિર્દોષ છે ને વાધે ય નિર્દોષ છે. સાપ ને વાઘ બધાય નિર્દોષ છે. આ ઇન્દિરા ય નિર્દોષ છે અને મોરારજી ય નિર્દોષ છે અને જલોકવાળા ય નિર્દોષ છે, બધા નિર્દોષ છે. પણ દોષ દેખાય છે ને ? બીજાના દોષ દેખાતા જેટલાં બંધ થઈ ગયાં એ જ મોક્ષની ક્રિયા. દોષ દેખાય છે એ સંસારની અધિકરણ ક્રિયા. એટલે આપણો જ દોષ, બીજા કોઈનો દોષ નહીં. પારકાંના દોષ દેખાતા બંધ થઈ ગયા એ મોક્ષની ટિકિટવાળો થઈ ગયો. નહીં તો જગત આખું બધું પારકાંના જ દોષ જુએ. એટલે પોતાના દોષ જોવા માટે જગત છે. પારકાના દોષ જોવાથી જ આ જગત ઊભું થયું છે અને પારકાંનાં દોષ જુએ કોણ ? જેને ગુરુત્તમ બનવું હોય તે !
મોક્ષે જનારો પોતાની ભૂલ જોયા કરે ને પારકાની ભૂલ જોનારો સંસારમાં ભટક્યા કરે. કોઈ પારકાંની ભૂલ જોતાં હશે, તેમાં કંટાળવું નહીં. મૂઓ એ અહીં ભટકવાનો છે એટલે એ જોયા જ કરેને, એ ભટકવાનો છે. તે એવું ના
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને બુદ્ધિ સ્થિર થાય, સંસાર તરફ અગર તો આત્માની તરફ....