________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
બદલે ચાર પગ થાય એવું છે. બોલો, કેટલો નફો થયો ?
દ્રષ્ટિ અભિપ્રાય રહિત !
૫૯
દોષ જોવાનું બંધ કરી દોને !
પ્રશ્નકર્તા : જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસ ફૂલ (વધારે પડતા મૂર્ખ) ના લાગીએ ?
દાદાશ્રી : એટલે દોષ જોવાથી સફળ થઈએ આપણે ?
પ્રશ્નકર્તા : દોષ જોવાથી નહીં, પણ ડીસ્ટીંગ્સન કરવાનું (તફાવત જોવાનો) કે આ માણસ આવો છે, આ માણસ આવો છે.
દાદાશ્રી : ના, એનાથી તો જોખમ છે ને બધું. એ પ્રિજ્યુડીશ (પૂર્વગ્રહ) કહેવાય. પ્રિજ્યુડીશ કોઈની પર રખાય નહીં. ગઈકાલે કોટ ચોરી ગયો હોય તો ય આજે ચોરી જશે એવું આપણાથી ના રખાય. પણ ફક્ત આપણે કોટ એકલો ઠેકાણે મૂકવો જોઈએ. સાવચેતી લેવાની આપણે. ગઈકાલે કોટ બહાર મૂક્યો તો આજ ઠેકાણે મૂકી દેવો. પણ પ્રિજ્યુડીશ ના રખાય. તેથી તો આ દુઃખો છે ને, નહીં તો વર્લ્ડમાં દુઃખો કેમ હોય તે ?! અને ભગવાન દુઃખ આપતા નથી બધા તમારા જ ઊભાં કરેલાં દુ:ખો છે ને તે તમને પજવે છે. તેમાં ભગવાન શું કરે ? કોઈની પર પ્રિજ્યુડીશ રાખશો નહીં. કોઈનો દોષ જોશો નહીં. એ જો સમજી જશો તો ઉકેલ આવી જશે.
તમે પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો. માટે તમે બંધનમાં આવ્યા. જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો અને અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. મારે કોઈ પણ માણસ જોડે સહેજેય અભિપ્રાય નથી. કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી હું એના માટે બીજો અભિપ્રાય બદલતો નથી.
સંજોગાનુસાર કોઈ માણસ ચોરી કરતો હોય તે હું જાતે જોઉં, તો ય એને હું ચોર કહેતો નથી. કારણ કે એ સંજોગાનુસાર છે. જગતના લોકો તો જે પકડાયો તેને ચોર કહે છે. આ સંજોગાનુસારનો ચોર હતો કે કાયમનો ચોર
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
હતો, એવી કંઈ જગતને પડેલી નથી. હું તો કાયમના ચોરને ચોર કહું છું. અત્યાર સુધી કોઈ પણ માણસનો અભિપ્રાય મેં બદલ્યો નથી. ‘વ્યવહાર આત્મા’ સંજોગાધીન છે ને તે ‘નિશ્ચય આત્મા'થી એકતા છે. અમારે આખા વર્લ્ડ જોડે મતભેદ નથી.
FO
પ્રશ્નકર્તા : એ તો હોય નહીં. કારણ કે આપને તો કોઈ માણસ દોષિત લાગતો નથી ને, નિશ્ચયથી.
દાદાશ્રી : દોષિત લાગે નહીં. કારણ કે ખરેખર એવું હોતું નથી. આ જે દોષિત લાગે છેને, તે દોષિત દ્રષ્ટિથી દોષિત લાગે છે ! જો તમારી દ્રષ્ટિ નિર્દોષ થાય તો દોષિત લાગે જ નહીં કોઈ !
આમ અંત આવે ગૂંચવાડાઓતો !
ગૂંચવાડાનો ‘એન્ડ’ ક્યારે આવે ? રિલેટિવ અને રિયલ આ બે જ વસ્તુ
જગતમાં છે. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અને રિયલ ઈઝ ધી પરમેનન્ટ. હવે પરમેનન્ટ ભાગ કેટલો અને ટેમ્પરરી ભાગ કેટલો, એની વચ્ચે લાઈન ઑફ ડીમાર્કેશન નાખી આપે, તો ગૂંચવાડો બંધ થાય, નહીં તો ગૂંચવાડો બંધ થાય નહીં. ચોવીસેય તીર્થંકરોએ એ ડીમાર્કેશન લાઈન નાખેલી. કુંદકુંદાચાર્યે આ લાઈન નાખેલી અને અત્યારે આપણે આ ડીમાર્કેશન લાઈન
નાખી દઈએ છીએ કે તરત એને રાગે પડી જાય છે. રિલેટિવ અને રિયલ,
આ બેના ગૂંચવાડા વચ્ચે લાઈન ઑફ ડીમાર્કેશન નાખી આપીએ કે આ ભાગ તારો અને આ પારકો ભાગ છે. હવે પારકા ભાગને ‘મારો’ માનીશ નહીં, એવું એને સમજાવી દઈએ કે એનો ઉકેલ આવી ગયો.
આ તો પારકો માલ બથાડી પડ્યો છે. તેની વઢવાડો ચાલે છે, ઝઘડાં જ ચાલ્યા કરે છે. ગૂંચવાડો એટલે ઝઘડાં ચાલ્યા જ કરે અને એકુંય પોતાની ભૂલ દેખાય નહીં, આમ તો છે આખું ભૂલવાળું જ ખાતું ! એટલે રિલેટિવ અને રિયલનું જ્ઞાન થયા પછી પોતાની જ ભૂલો દેખાય. જ્યાં જુઓ ત્યાં પોતાની જ ભૂલો દેખાય અને છે જ પોતાની ભૂલ. પોતાની ભૂલથી આ જગત ઊભું રહ્યું છે, આ કોઈકની ભૂલથી જગત ઊભું રહ્યું નથી. પોતાની ભૂલ ઊડી