________________
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
પણ આ તો એક ભૂલ ભાંગવા જતાં નથી, પાંચ ભૂલ વધારી આવે છે. આ બહાર બધું રૂપાળુંબંબ જેવું ને મહીં બધો કકળાટનો પાર નહીં ! આને ભૂલ ભાંગી કેમ કહેવાય ? તમારો તો કોઈ ઉપરી જ નથી. પણ ભૂલ બતાવનાર જોઈએ. ભૂલોને ભાંગો, પણ પોતાની ભૂલ પોતાને કેવી રીતે જડે ? અને તે ય એકાદ-બે જ છે કંઈ ? અનંત ભૂલો છે ! કાયાની અનંતી ભૂલો તો બહુ મોટી દેખાય. કોઈને જમવા બોલાવવા ગયા હો તે એવું કઠોર બોલે કે બત્રીસ ભાતનું જમવાનું તેડું હોય તો ય ના ગમે. એના કરતાં ના બોલાવે તો સારું એમ મહીં થાય. અરે, આ બોલે તો કર્કશ વાણી નીકળે અને મનની તો પાર વગરનાં દુષણો હોય !
ભૂલ કાઢે, મહીં કોણ ? આપણી ભૂલો તો કોણ ભાંગી શકે ? ‘જ્ઞાની પુરુષ', કે જે પોતાની સર્વ ભૂગ્લો ભાંગીને બેઠા છે, જે શરીર છતાંય અ-શરીર ભાવે, વીતરાગ ભાવે રહે છે. અશરીર ભાવ એટલે જ્ઞાનબીજ. બધી ભૂલ ભાંગ્યા પછી પોતાને અજ્ઞાનબીજ નાશ થાય ને જ્ઞાનબીજ ફુલ ઊગે, તે અશરીર ભાવ. જેને કિંચિત્માત્ર-સહેજ પણ દેહ પર મમતા છે, તો એ અ-શરીર ભાવ કહેવાય નહીં ને એ દેહ પરથી મમતા જાય શી રીતે ? જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી મમતા જાય નહીં.
આ જગતમાં બધું જ જડે પણ પોતાની ભૂલ ના જડે. માટે જ પોતાની ભૂલો દેખાડવા જ્ઞાનીની જરૂર છે. જ્ઞાની પુરુષ જ એવા સર્વ સત્તાધારી છે કે જે પોતાને પોતાની ભૂલ દેખાડી તેનું ભાન કરાવી આપે ને ત્યારે ભૂલ ભાંગે. એ ક્યારે બને ? જ્યારે જ્ઞાની પુરુષનો ભેટો થાય અને પોતાને નિષ્પક્ષપાતી બનાવે. પોતાની જાત પ્રત્યે પણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય ત્યારે જ કામ સરે. સ્વરૂપનું ભાન જ્યાં સુધી જ્ઞાની પુરુષ ના કરાવી આપે ત્યાં સુધી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન ના થાય. ‘જ્ઞાન' કોઈની ય ભૂલ ના કાઢે. બુદ્ધિ સર્વની ભૂલ કાઢે, સગા ભાઈની ભૂલ કાઢે.
અંધારતી ભૂલો... આ તો ‘જ્ઞાની પુરુષ' છે, તો પોતાને દોષની ખબર પડે. નહીં તો એને
પોતાને ખબર જ શું પડે ? ચાલી સ્ટીમર કોચીન ભણી. હોકાયંત્ર બગડી ગયું છે, એટલે કોચીન ચાલી ! દક્ષિણને જ એ હોકાયંત્ર ઉત્તર દેખાડે ! નહીં તો હોકાયંત્ર હંમેશા ઉત્તરમાં જ લઈ જાય, એનો સ્વભાવ ! હોકાયંત્ર બગડી જાય પછી ‘ક્યા કરે’ ? અને પોતાને ધ્રુવનો તારો જોતાં આવડતો નથી.
મોટામાં મોટી ભૂલ એ સ્વછંદ. સ્વચ્છેદથી તો આખું લશ્કર ઊભું છે. સ્વછંદ એ જ મોટી ભૂલ. તે સહેજ એમ કહ્યું કે એમાં શું થયું ? એટલે થઈ રહ્યું. એ પછી અનંત અવતાર બગાડે.
‘જાણું છું’ એ અંધારાની ભૂલ તો બહુ ભારે. અને પાછું ‘હવે કંઈ વાંધો નથી’ એ તો મારી જ નાખે. આ તો જ્ઞાની પુરુષ વગર કોઈ બોલી જ ના શકે કે ‘એકુંય ભૂલ નથી રહી’. દરેક ભૂલોને જોઈને ભાંગવાની છે. બધું પોતાના દોષથી બંધાયેલું છે. માત્ર પોતાના દોષ જો જો કરવાથી છૂટું થવાય તેમ છે. આ અમે અમારા દોષ જો જો કર્યા તે અમે છૂટયા. નિજ દોષ સમજાય એટલે છૂટો પડતો જાય. માટે ‘જ્ઞાની પુરુષ' તમારી ભૂલને ભાંગી શકે, બીજાનું ગજું નહીં.
અમે તરત જ ભૂલ એક્સેપ્ટ કરી, નિકાલ કરી નાખીએ. આ કેવું છે કે પહેલાં ભૂલો કરેલી તેનો નિકાલ ના કર્યો તેથી એની એ જ ભૂલો ફરી આવે છે. ભૂલોનો નિકાલ કરતાં ના આવડ્યો તેથી એક ભૂલ કાઢવાને બદલે બીજી પાંચ ભૂલ કરી.
નથી એતે ઉપરી કોઈ !
પ્રશ્નકર્તા : પણ દાદા, આ પ્રત્યક્ષ પુરુષ સિવાય આ ભૂલ સમજાય
નહીં ?
દાદાશ્રી : શી રીતે સમજાય, બળ્યું ?! એમની જ ભૂલ ના સમજાય, પછી એ બીજાની ભૂલ શી રીતે કાઢે ? જેને ઉપરીની જરૂર નથી, જેને કોઈ ભૂલ દેખાડનારની જરૂર નથી, તે એકલો જ ભૂલ કાઢી શકે. બાકી બીજો કોઈ ભૂલ કાઢી શકે નહીં. જે પોતે પોતાની તમામ પ્રકારની ભૂલો બધી જ જાણે છે તેને ઉપરીની જરૂર નથી. ઉપરીની ક્યાં સુધી જરૂર હોય છે કે જ્યાં સુધી