________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
નિજદોષ દર્શનથી.. નિર્દોષ !
તમે ભૂલો નહીં જોઈ શકો ને અમુક પ્રકારની ભૂલો તમને રહેતી હોય તો એ તમારે ઉપરી હોય જ. ને ઉપરીપણું ક્યારે છૂટે છે ? તમારી એક પણ ભૂલ તમને જે દેખાતી ન હોય, એ બધી જ દેખાયા કરે. આ તો કાયદેસરની વાત છે ને ! તમને બધાને ઓછી દેખાય છે માટે તો હું ઉપરી છું હજુ. તમારી દેખાતી થાય તો પછી શું કરવા હું ઉપરી થઉં ? આ પંચાતમાં હું ક્યાં પડે ? એટલે કાયદો જ દુનિયાનો એ છે. જેને પોતાની પર્ણ ભૂલો દેખાશે એટલે એને ઉપરી કોઈ ના રહ્યો. તેથી અમે કહીએ ને કે અમારી કોઈ બાપોય ઉપરી નથી. ઉલટા ભગવાન અમને વશ થઈ ગયેલા છે. ‘અમને’ હરેક ભૂલ, પોતાની કિંચિત્માત્ર ભૂલ, કેવળજ્ઞાનની અંદર દેખાતી ભૂલો પણ અમને દેખાય. બોલો, હવે કેવળજ્ઞાન વર્તે નહીં, છતાંય કેવળજ્ઞાનમાં દેખાતી ભૂલ દેખાય !
દ્રષ્ટિ તિજદોષ ભણી..
આ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સવૉશ નહીં. અંદર ખરાબ વિચાર આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. સારા ઉપર રાગ નથી અને ખરાબ ઉપર દ્વેષ નથી. સારું-ખોટું જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી, એટલે જ્ઞાનીઓ શું જુએ ? આખા જગતને નિર્દોષ જુએ. કારણ કે આ બધું ‘ડિસ્ચાર્જ’માં છે, એમાં એમનો બિચારાનો શો દોષ? તમને કોઈ ગાળ ભાંડે તે ‘ડિસ્ચાર્જ’. ‘બોસ' તમને ગૂંચવે તે પણ ‘ડિસ્ચાર્જ' જ છે. બોસ તો નિમિત્ત છે. કોઈનો દોષ જગતમાં નથી. જે દોષ દેખાય છે તે પોતાની જ ભૂલ છે અને એ જ ‘બ્લેડર્સ’ છે અને તેનાથી જ આ જગત ઊભું રહ્યું છે. દોષ જોવાથી, ઊંધું જોવાથી જ વેર બંધાય છે.
પ્રમત્ત ભાવથી દિસે પરદોષ..
પ્રશ્નકર્તા : પ્રમત્ત ભાવ એટલે શું ?
દાદાશ્રી : વસ્તુ, વસ્તુનો સ્વભાવ ચૂકે તે પ્રમત્ત કહેવાય. વસ્તુ તેના મૂળ ધર્મમાં રહે તે અપ્રમત્ત ભાવ.
વીતરાગોએ કીધું મુક્તિકાજ ! તમે તમારી અણસમજણથી આવું બધું ગૂંચાઓ છો. એ ગૂંચવણ માટે તમારે મને પૂછવું જોઈએ કે મને અહીં ગૂંચાય છે તો આમાં શું કરવું ? એટલે પૂછવું. એના માટે આપણે સત્સંગ રાખીએ છીએ.
એક કર્મ ઓછું થઈ જાય તો ગૂંચો દહાડે દહાડે ઓછી થતી જાય. એક દહાડામાં એક જ કર્મ જો ઓછું કરે, તો બીજે દહાડે બે ઓછા કરી શકે. પણ આ તો રોજ ગુંચો પાડ્યા જ કરે છે ને વધાર્યા જ કરે છે ! આ બધા લોકો શું દિવેલ પીને ફરતા હશે ? એમનાં મોઢાં પર જાણે ‘દિવેલ પીધું ના હોય !” એવાં થઈને ફરે છે. બધા દિવેલ વેચાતું લાવતા હશે કંઈ ? મોંઘા ભાવનું દિવેલ રોજ ક્યાંથી લાવે ? મહીં પરિણતી બદલાય કે દિવેલ પીધા જેવું મોટું થઈ જાય ! દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની, એનાથી મહીંની પરિણતી બદલાઈ જાય. પોતાનો દોષ ખોળો એમ ‘વીતરાગો’ કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. ‘તું તારા દોષને ઓળખ અને છૂટ્ટો થા. બસ, આટલું જ મુક્તિધામ આપશે તને.” આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને.
જરૂર છે ભૂલ વગરના જ્ઞાન અને સમજણની !
એક આચાર્ય મહારાજ કહે, “મારો મોક્ષ ક્યારે થશે ?” ત્યારે ભગવાન કહે, ‘તમારું જ્ઞાન ને તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે.’ આ ભૂલ છે, એ જ ભૂલથી અટક્યા છે. તમારું જ્ઞાન અને તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. ત્યારે શું ખોટું કહે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : ત્યારે કોઈ કહે, સાહેબ જપ-તપ કરવાના તે ? એ તો તારે જે દહાડે પેટમાં અજીર્ણ થયું હોય તો તે દહાડે ઉપવાસ કરજે. જપ-તપની
આ જગતમાં કોઈ ગુનેગાર નથી. જે ગુનેગાર દેખાય છે એ આપણી પોતાની કચાશ છે. કોઈ ગુનેગાર દેખાય છે એ જ તમારો પ્રમત્ત ભાવ છે. ખરી રીતે અપ્રમત્તપણું હોવું જોઈએ. એટલે કોઈ ગુનેગાર દેખાય જ નહીં.