________________
૧૦૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૦૭
જાણીએ જ નહીં. હું આજથી હવે આ કીમીયો વાપરીશ. તે મેં કહ્યું, કીમીયો વાપરશો તો બધું ય ચાલે, આ દુનિયામાં બધું ય ચાલે.
આ તો એક વાત નીકળી ત્યારે જ ને ? પ્લસ-માઈનસની વાત. આ તમને કામ લાગશે આ. તમે જો જો તો ખરાં, કંઈ એક મોટો ચમત્કાર છે આ. મારા એક એક વાક્યમાં ચમત્કાર થઈ જશે. આ નથી લાગતું ચમત્કાર જેવી વાત ! તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : છે.
દાદાશ્રી : પોતાનું આમાં કશું બગડે નહીં. આ તો એકલા બાપ થઈને, એકાંતિક ! અલ્યા, અનેકાંત રાખને ! એટલે આ મને તે દહાડે એ નાની ઉંમરમાં છે તે મેં એમ નક્કી કરેલું કે આ બોજો વધે છે તે મેં પછી આંતરીકથી એને દાદા તરીકે માન્યું. એ મને કહે, તે પહેલાં હું એને દાદા કહી દઉં. એને મનથી એટલે મનમાં હિણપદ આવે જ નહીં એને. અને કોઈ દહાડો મેં એને છંછેડ્યો નથી કે દાદા તરીકે એને મેં ટૈડકાવ્યો નથી. એવું કોઈ દહાડો બને નહીં, પ્રેમ જ હોય. ટેડકાવીએ ક્યારે, એકાંતિક થઈ જાય, હું દાદો થઈ જઉં અને એ પૌત્ર થઈ જાય એટલે પછી ટૈડકાવીએ તો ધાંધલ ચાલુ થઈ જાય.
બોલો, હવે આવી સમજ ના હોય ત્યાં સુધી દીકરાના બાપ થતાં શી રીતે આવડે ?
પ્રશ્નકર્તા : અત્યારે સાથે રહેવું હોય તો બાપે દીકરાના દીકરા તરીકે રહેવું જોઈએ, એક જ રીત છે.
દાદાશ્રી : હા. મેં પેલાને કહ્યું કે, ‘એ મને દાદા કહે છે, તે ઘડીએ હું એને દાદા માનું છું. એ પ્લસ-માઈનસ થઈ ગયું એટલે મને એની તરફ તિરસ્કાર રહે નહીં. ‘હું દાદો છું’ એવું મને ભાન રહે નહીં.
ત્યારે બધી કળાઓ જોઈએ. આ તો એમ ને એમ બાપ થઈ ગયા. એ કૂતરાં બાપ થયેલાં જ છે ને ! ગધેડાં બધાં ય બાપ થાય છે ને ! છોકરો આપણી પાસેથી ખસે નહીં, એવો બાપ જોઈએ. હું એને દાદો માનું એટલે મારી જોડે બેઠો હોય તો એ ખસે નહીં અને બહારગામ ગયા હોય તો એના કાકાની પથારી ના કરે, મારી પહેલી કરી નાખે. જુઓને,
એનું દેવું મને કહી દીધું ને ! એનો કાકો તો સજ્જડ જ થઈ ગયો ! ‘તમે કંઈક ચાવી મારો છો.’ કહે છે. કહ્યું, ‘દેખ અમારી ચાવી !” એવું ના આવડે ?
આ ય કળા છે ને ! આ કળા નાની ઉંમરમાં મને આવડી. પ્રશ્નકર્તા : તે વખતે તમારી ઉંમર કેટલી હશે ?
દાદાશ્રી : એ ૨૦-૨૨ વર્ષ. હું જાણું કે હું દાદો થઈ બેસું, તો પછી એ મારો પારો વધતો જ જાય ને એનો ઓછો થતો જાય. એનું લેવલ ક્યારે આવે ? ‘આવો દાદા, આવો દાદા' કહે, એટલે થઈ ગયો દાદો ! ઊંધા ફેરવો તો ય દાદા, એવા દાદા આપણે નથી જોઈતા ! પ્લસમાઈનસથી ઉડાડી દો, નહીં તો સામા માટે તિરસ્કાર થાય.
પ્રશ્નકર્તા : બાપ એવું વિચારે કે છોકરો મને કેમ એડજસ્ટ ના થાય ?
દાદાશ્રી : એ તો એનું બાપપણું છે એટલે. બેભાનપણું છે. બાપપણું એટલે બેભાનપણું. ધણીપણું એ બેભાનપણું. જ્યાં ‘પણું’ આવ્યું એ બેભાનપણું.
પ્રશ્નકર્તા : ઉલટો બાપ એમ કહે કે હું તારો બાપ છું, તું મારું ના માનું ? મારું માન ના રાખું ?
દાદાશ્રી : ‘તું જાણતો નથી, હું તારો બાપ થાઉં ?” ત્યારે કહે, ‘તમારા બાપા ય જાણતા હતા.” એક જણને તો મેં એવું કહેતાં સાંભળેલો, ‘તું જાણતો નથી, હું તારો બાપ થાઉં ?” કંઈ જાતના ચક્કરો પાક્યા છે ?! આવું ય કહેવું પડે ? જે જ્ઞાન પ્રગટ આખી દુનિયા જાણે છે, તે ય કહેવું પડે ?!
પ્રશ્નકર્તા : દાદા, એની આગળનો ડાયલોગ પણ મેં સાંભળેલો કે તમને કોણે કીધું હતું કે પેદા કરો અમને ?!!
દાદાશ્રી : એવું કહે એટલે આપણી આબરૂ શું રહી પછી ? પ્રશ્નકર્તા : પછી તો જીવવાનો અર્થ જ નહીંને ?