SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : અર્થ જ નહીં. ઐસી દુનિયામાં રહેવું, એનાં કરતાં વૈરાગ લઈ લેવો સારો. પ્રેમ ભરેલી દુનિયા જોઈએ ! આવી દુનિયા ?! - ઘરમાં ‘તમે મોટા” સંભળાય છે એ જ તમારી ભૂલ છે. તમે ‘મોટા' એવું સાંભળો જ નહીં. એ કહે, તેનો વાંધો નહીં. પણ તમે એને સાંભળો નહીં, જો તમને રોગ ચઢતો હોય તો અને જો રોગ ના ચઢતો હોય તો સાંભળો નિરાંતે. એ શબ્દ રોગ કરનારા હોય તો તમે ના સાંભળો. નહીં તો ‘તમે મોટા, હું નાનો' એવું છે તે પ્લસ-માઈનસ કરી નાખો. તો બોજો વધશે નહીં ને બધાને આનંદ રહેશે. આ સમજણ પડી પ્લસ-માઈનસની ? સમજ નહીં પડી, નહીં !? આ પ્લસ-માઈનસની સિસ્ટમ, જો તમને આવડે તો સ્વીકારી લેજો. મારી પાસે આ વ્યવહારિક જ્ઞાન બધું જાણવાને માટે બહુ ટાઈમ હોય, તો લાભ લેવો. તને ગમ્યું કે બધું ? પ્રશ્નકર્તા : હા. () પ્રેમથી સુધારો ભૂલકાંતે ! પ્રેમથી છોડવાં ય ઉછરે કાઠાં; અકળાયે સહુને લાગે માઠાં! પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે. તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો ? દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએ ને. કહેતા આવડવું જોઈએને, શું ? પ્રશ્નકર્તા ઃ કઈ રીતે ? દાદાશ્રી : બાબાને કહીએ, ‘તારામાં અક્કલ નથી, ગધેડો છું.” આવું બોલીએ તો પછી શું થાય તે ! એને ય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે “તમારામાં અક્કલ નથી, ગધેડો છું.” એવું કહે તો શું થાય? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ. પ્રશ્નકર્તા : કઈ રીતે કરવાની ટકોર ?
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy