________________
૧૦૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૦૫
આપણા કાકા આવ્યા છે, એટલે જમાડો બરાબર અને પેલા કકળાટ કર્યા વગર રહે નહીં.
અલ્યા મૂઆ, વેઢમીઓ ખાઉં છું ને વળી પાછું આવું બોલું છું ? એ મારો ભત્રીજો થતો હતો. એ જે એમનો કાકો હતો, તે મારો ભત્રીજો થતો હતો. મૂઆ ખઉં છું ને વળી એને ડફળાવું છું ? એટલે પછી આવું ડફળાય ડફળાય કરે અને કાકાનો રોફ મારતા જાય, કાકા થવા ફરે. એ શું કરે ?
પ્રશ્નકર્તા : કાકા થવા ફરે.
દાદાશ્રી : અને જેમ બાપ ટૈડકાવે, એમ કાકો ટેડકાવે. આવું કંઈ જીવવાનું ફાવે ? ના જીવાય ને ! એટલે પેલો બિચારો કંટાળી ગયો. આ કાકા હેરાન કરી નાખે છે. પછી એ ભત્રીજાને થોડું બેએક હજારનું દેવું થયું હશે. તે કાકાએ એક ફેરો કહ્યું, ‘હું તારું દેવું આપવા તૈયાર છું. તું મને દેવું તારું કહે. કોને કોને છે એ ?' એટલે પેલાને જાણે કે આ કાકા તો બોલે છે અવળું અને પછી આપતો ય નથી અને એના કરતાં આપણે ના કહેવું એ શું ખોટું. આપણી આબરૂમાં રહીએ એ સારું. એટલે પેલાએ કહ્યું નહીં. બાપ કરતાં ય વધારે જોર કરતો હતો કાકો. પેલાને બાપ મરી ગયેલો. એના બાપ કરતાં ય વધારે જોર...
પેલો ભત્રીજો બધું આમ શરમથી નભાવી લે. બિચારો બોલે નહીં, નભાવી લે. પણ એના મનમાં એને પ્રેમ ના રહ્યો કાકા ઉપર જરાં ય. એટલે આ ભત્રીજાને બે-એક હજાર રૂપિયાનું દેવું થઈ ગયેલું. તે જમાનામાં બે હજાર દેવું એટલે વધારે થાય એમ, ઓગણીસસો બત્રીસતેત્રીસની સાલની વાત કરું છું. તે બે હજારનું દેવું વધારે પડતું ગણાય ને ! એટલે પછી એને એના કાકાએ આફ્રિકાથી આવીને કહ્યું કે તારું દેવું કેટલું છે, મારે આપી દેવું છે.
એટલે પેલો કહે છે કે મારે કંઈ ખાસ દેવું છે નહીં. એટલે પછી મને કહેવા માંડ્યા એના કાકા, જે મારો ભત્રીજો થાય. મને કહે છે, “આ શું સમજે છે, આ દેવું છે, અને મારે એનાથી અડધા તો પૈસા આપવા છે, હજારેક હું આપું પણ ના પાડે છે. આ કઈ જાતનો માણસ છે. મેં કહ્યું, આ ય દુનિયા નવી જાતની ને ! કાં તો એને ભત્રીજો થતાં નથી
આવડતું ને કાં તો તને કાકા થતાં નથી આવડતું. કંઈક ભૂલ છે આમાં. ત્યારે પછી પેલો કાકો કહે છે, “કંઈ કહેતો જ નથી એની બિમારી અડવા દેતો ય નથી. કેવો આમ નફફટ માણસ છે તે !” મેં કહ્યું, ‘એવો નથી ભઈ, હું એવો નથી માનતો.’ ત્યારે કહે, ‘તમને એના ઉપર વિશ્વાસ છે. મેં કહ્યું, ‘સો ટકા વિશ્વાસ છે.” એટલી વારમાં એ તો આવીને ઉપરથી ઉતર્યો નીચે. એ જતો હતો. મેં કહ્યું, ‘ભઈ, અહીં આય બા, તારે દેવું છે ?” ત્યારે કહે, ‘હા મારે છે દેવું.’ ‘કેટલુંક છે તે ?” ત્યારે કહે, ‘દાદા, ફલાણાનું, ફલાણાનું આ બધું થઈને સોળસો-સારસો રૂપિયા દેવું છે, વધારે છે નહીં.” પછી મેં કહ્યું કે ‘તું જા.” પછી પેલાને કહ્યું, ‘જો તું કહું છું ને કે નાલાયક માણસ છે. આ તો લાયક માણસ છે.' ત્યારે કહે, ‘તમારી પાસે શી રીતે કબૂલ કરે છે અને મને કહેતો નથી !' મેં કહ્યું, ‘ચોથી પેઢીનો દાદો છું. તું પહેલી પેઢીનો કાકો એટલે મારી પાસે આવું કબૂલ કરે છે.' ત્યારે કહે, “ના, ના. એ તમે કંઈક કરામત કરી મારી પર ભાવ જ નહીં રાખતો, હું આપવા ફરું તો ય ' મેં કહ્યું, ‘ના લે, કોઈ કાકો ય ના લે. તું તો આંગળી વાળીને મારીને આપવા માંગું છું. હાથ ઝાલી લે પહેલાં.” પછી એવું કહ્યું કે ‘પચાસ આપું છું, આપી આવ જા! હાથ ધર, બીજા પચાસ આપું.” તે અલ્યા આ તો ક્ષત્રિય પુત્ર છે. ઘર વેચી દેશે, પણ આવું કોઈ ના લે. આવું લેતું હશે ?
તે પછી મને કહે છે, કંઈક તમારી પાસે કરામત છે. મેં કહ્યું, તું કાકો થઈને બેઠો છું. મોટા કાકા આવ્યા ! હેંડતા આવડે નહીં ને મોટા કાકા થઈને બેઠા છે તે ! ત્યારે કહે છે, ‘તમે દાદા નહીં થયા ?” મેં કહ્યું. મને એ દાદા કહે છે અને હું મનથી એને દાદા માનું છું, એમ કરીને પ્લસ-માયનસ કરું છું. હું શું કરું છું ? એ મને મોંઢે કહી શકે. મારાથી મોંઢે ના કહેવાય, નહીં તો બહાર ખોટું દેખાય ને ! એટલે મનથી હું એને દાદા મારા માનું છું અને એ મને મોંઢે કહે છે, પ્લસ-માયનસ કરી નાખું છું. એથી એ બિચારાને એને એમ ના લાગે કે આ મારા વિરોધમાં છે અને તું તો ડફળાવું છું. પ્લસ-માયનસ કરજો, બધું ચાલશે.
બીજી કોઈ કરામત નથી. એ મને દાદા કહે, તો હું એને દાદા માનું. તું કાકો છું તો એ તારો કાકો છે, એવું માની લે ! આવો કીમીયો