________________
ઉપોદ્ધાત ડૉ. નીરુબહેન અમીત
મોઢે જ કહી દે કે તો તમને અમને જન્મ આપવાનો કોણે કહ્યો હતો ? ‘વી આર બીકોઝ ઓફ યોર ફન” ત્યારે મા-બાપનું શું મોટું રહે ?! એના કરતા મા-બાપે ના સમજવું જોઈએ કે બાળકો માટે આપણે જે કંઈ કરીએ છીએ તે બધું ફરજિયાત છે ! ફરજિયાત કરીએ તેમાં શું કહી બતાવાય ? એ તો કહેનારની જ મૂર્ખાઈ છે ! અને બાળકો માટે ઉપકાર કરવા નથી કરતા પણ પોતાને પોતાના બાળકો માટે ખૂબ મોહ છે તે મોહ જ કરાવડાવે છે ! આ તો છોકરાં સામા થાય ત્યારે મોહનું આવરણ ખસે ત્યારે અવળું બોલાય !
મા-બાપતો છોક્સ પ્રત્યે વ્યવહાર !
(પૂર્વાર્ધ)
૧. સિંગત સંસ્કારતાં.. દરેક મા-બાપને મહીંથી ઝંખના હોય જ કે મારું બાળક મોટું થઈને આવું થાય, આમ સંસ્કારી થાય, પ્રખ્યાત થાય વિ. વિ. પણ થોડાક સિવાય બધા ફેઈલ જાય છે ! સંસ્કારી થાય તેવી મહત્વકાંક્ષા રાખે પણ જોડે જોડે સંસ્કાર સિંચનનું જ્ઞાન, ભાન હોવું જોઈએ ને ? સંસ્કારી જ સંસ્કારી શકે બીજાને ! મા મૂળો ને બાપ ગાજર, છોકરાં સફરજંદ કયાંથી થાય ?! ‘અનુસટિફાઈડ ફાધર્સ એન્ડ અનૂસર્ટિફાઈડ મધર્સ!” આવાં કડક વેણો માબાપ માટે જ્ઞાનીને કહેવાં પડે તે કંઈ અમસ્તું જ હશે ? આ કાળની આ મા-બાપની કચાશ હોવાને કારણે સંસ્કાર પુરાતા નથી ! વળી ‘જનરેશન ગેપ’ બે પેઢીમાં અંતરને પૂરવા મા-બાપે જ પહેલ કરવી ઘટે. જે નહિ થવાને કારણે મતભેદ, મનભેદ ને પૈડપણમાં જુદા એવા કે ઘરડાઘરમાં જવું પડે ! મા-બાપ ને માસ્તરો કમાણીમાં પડ્યા, પછી સંસારે-વ્યક્તિત્વ ઘડતર માટે ખ્યાલ પણ ના રહે.
જે ઘરમાં નિયમિત આરતી, પ્રાર્થનાઓ થતી હોય, ત્યાં વાતાવરણ પવિત્ર હોય જ, જે બાળકોને સુંદર સંસ્કાર ને આત્મબળ અર્પે છે !
3. ત ઝઘડાય બાળકોની હાજરીમાં... મા અને બાપ વચ્ચે રોજ કકળાટ થતો દેખે ને એકબીજાના દોષ દેખાડે ને તે ય છોકરાંઓનાં દેખતાં, એટલે છોકરાંના બાળમાનસ પર એ દોષોની પ્રીન્ટ થઈ જાય. તે જ મોટા થયા બાદ મા-બાપની સામે નીકળે ! આમાં કોનો વાંક ?
પતિને, ‘તમને ઓછી સમજણ પડે, ચૂપ રહો’ કહ્યું હોય, ‘તારામાં અક્કલ જ નથી” એવું પત્નીને વારંવાર સંભળાવ્યું હોય, તે છોકરાં મોટાં થયાં પછી માને ને બાપને સંભળાવે ત્યારે પછી સહન નહીં થાય ! માટે પહેલેથી જ જાગૃત રહેવું જોઈએ. છોકરાના દેખતા એકબીજાનું કંઈ જ ના બોલાય ! આપણે જ એમને બગાડીએ છીએ. આજકાલ તો કેટલાંય છોકરાં એવા છે કે જે પરણવાની જ ના પાડે છે. કારણ શું ? તો કહે કે “અમે અમારા મા-બાપનું લગ્નજીવનનું સુખ જોઈ લીધું !!!?
૪. અત્સર્ટિફાઈડ ફાધર્સ એન્ડ અત્સર્ટિફાઈડ મધર્સ !
મોટાભાગના મા-બાપની ફરિયાદો હોય છે કે છોકરો અમારું સાંભળતાં નથી, સામાં થાય છે ! ત્યારે તેમને દાદાશ્રી ફટકારે છે, “કઈ કોલેજમાંથી મા-બાપ થવાનું સર્ટિફિકેટ લીધું હતું ? અનૂસર્ટિફાઈડ ફાધર્સ ને અનૂસર્ટિફાઈડ મધર્સ ! પછી કહેવાનું કોને ?! મા-બાપ થવાની લાયકાત એટલે છોકરાઓને કાયમ મા-બાપ પર પૂજ્યતા હોય ! સામું ના બોલે ! અને છોકરાં ય વશ વર્તે એવો તો મા-બાપનો પ્રેમ હોય !
૨. ફરજિયાતમાં ગાવાનું શું ? ‘તમને ભણાવામાં મોટા કરવામાં અમને કેટલી વીતી હશે જાણો છો ? તમને એની કંઈ કીંમત લાગે છે ?” આવું તો કંઈ કેટલીય વાર કેટલાંય મા-બાપોના મોંઢે સાંભળેલું યાદ છે ? ત્યારે છોકરાં મોંઢે ના બોલે પણ મનમાં તો જરૂર બોલે કે “તમને તમારા મા-બાપે તમારા માટે આ બધું ન હતું કર્યું ? એમાં નવું શું ?” એમાં ય અમેરિકામાં તો છોકરાઓ
13
14