________________
સંપૂજય દાદાશ્રી પાસે કેટલાંય યુવાનો આવતાં. એમના એક બોલ પર બધા પ્રાણ પાથરતા ! એ કંઈ ધાકધમકીથી નહીં પણ સંપૂર્ણ પ્રેમથી ! પ્રેમથી ઘડીને મૂર્તિને વંદનીય બનાવતાં !
૫. સમજાવવાથી સુધરે સુપુત્રો... ટોકવાથી બાળકો સુધરે ? બહુ ટોક ટોક કરવાથી ‘કચકચ કરે છે” એવું એમને થાય, ને ઉલ્ટાં બગડે. હંમેશા મનુષ્યની સાયકોલોજી કેવી હોય કે જે આગ્રહ પૂર્વક ના કરવાનું કહે તે પહેલાં કરે. કારણ કે મહીં અહંકાર છંછેડાય છે ! વળી મા-બાપની એવી કેપેસીટી નથી હોતી કે બાળકને કન્વીન્સ કરાવીને વાળે. છોકરાં જયાં સુધી કન્વીન્સ ના થાય ત્યાં સુધી એને જુદી જુદી રીતે સમજાવવું પડે. આ તો મા-બાપને સમજાવતાં ફાવતું નથી અને છોકરાં છોડતાં નથી એટલે છેવટે ચીઢાઈને બોલીઝમ કરે એટલે અમુક હદ પછી છોકરાં ગાંઠે નહીં, સામા થાય કે ધાર્યું કરે જ. એટલે છોકરાંને આગ્રહપૂર્વક આમ જ કરો એમ કહેવાથી એનો અહંકાર છંછેડાશે. આગ્રહ એ ઊઘાડો અહંકાર છે. મા-બાપ અને છોકરાંના સામસામો અહંકાર ટકરાય છે જે સમાધાનને પામતા જ નથી. માટે માબાપે સમજીને છોકરાંના અહંકારને છંછેડયા વગર કામ લેવું. તે માટે પહેલાં પોતાનાં અહંકારને ઊભો ના થવા દેવો જોઈએ, મનમાંથી એ ગ્રંથી કાઢી નાખવી જોઈએ કે અમે કહીએ તેમ જ છોકરાઓએ કરવું જોઈએ, છોકરા શું સમજે ? આમ જ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, વિ. વિ. કારણ જે કંઈ છોકરાં કરે કે મા-બાપ કરે તે સહુ સહુના કર્મના ઉદય મુજબ કરે છે. મા-બાપથી ટોકયા વગર નહીં રહેવાય, માટે ટોકાઈ જાય કે બીજી જ ક્ષણે પોતે પોતાની જાતને સમજાવી દેવી જોઈએ કે છોકરાંને કહ્યું ખરું પણ કહ્યા પ્રમાણે થાય કે ના થાય, બન્નેની તૈયારીઓ રાખજો ! પછી જે બન્યું તે એકસેપ્ટ સહજતાથી થઈ જશે.
સોળ વર્ષ સુધી મા-બાપ તરીકે કંઈક કહેવાય, સોળ વર્ષ પછી છોકરા જોડે મિત્ર તરીકે રહેવું પડે.
દાદાશ્રીએ સુંદર ચાવી આપી છે મા-બાપને છોકરા સાથે એડજસ્ટમેન્ટ કરવાની. બોસીઝમ ના હોવું જોઈએ. છોકરા જોડે વ્યવહાર
કરતાં મહીં પહેલેથી બટન દાબી રાખવું કાયમનું કે એ મારો બાપ ને હું એમનો બેટો.
૬. પ્રેમથી સુધારો ભૂલકાંતે ! બગીચો ખીલવવા પહેલાં માળી બન ! એક છોડવો ય પ્રેમથી ઉછેર્યો હોય તો બહુ સુંદર ઉછરે ! ને કષાયથી ઉછેરે તો કરમાયેલો લાગે ! સત્તા કરતાં પ્રેમની શક્તિ અનેક અનેક ગણી હોય ને તે વળી પોઝીટીવ સાઈડની. ઘણી ફેર કુટુંબમાં કોઈ વિચિત્ર પ્રકૃતિનું હોય તો તેની જોડે કળથી કામ કરવું પડે. ડાયરેકટ ડીલીંગ કરતાં દઝાવાતું હોય તો વચ્ચે ચીપીયાનો ઉપયોગ કરવો પડે, જેમ દેવતા પકડીએ તેમ ! વચ્ચે કોઈ મિડિયમ ખોળી રાખવું પડે.
બોલવું કયારે કે જે બોલ ઝીલાતા હોય ત્યારે ! જે બોલ નિરર્થક જાય તે બોલવામાં શો સાર ? ત્યાં મૌન રહેવું ઉત્તમ.
આપણે ગમે તેટલું પ્રેમથી કરવા જઈએ તો ય સામો ન સમજે તો ? તો પછી ત્યાં શાંત રહેવામાં માલ સમજી શાંત રહેવાય તો સારી વાત છે, નહિ તો પોલીસવાળા આગળ કેવા ડાહ્યા ડમરાં થઈ જઈએ છે ?! એવું કરવું પડે !
લગભગ બધાં જ મા-બાપો એમ કહેતાં હોય છે કે અમને તો અમારે મન બધાંય છોકરાં સરખાં. કોઈના ય માટે અમારે ઓછું વજુ ના હોય ! હવે આવું કહે પણ એમનાં કોઈ છોકરાને ગળે આ વાત ના ઉતરે ! કારણ એવું બની જ ના શકે ને ? ઓછું વજું તો હોય જ. કારણ વ્યક્તિએ વ્યક્તિ જોડેનો સંબંધ રાગ અને દ્વેષના લેણદેણના હિસાબ પ્રમાણે હોય છે ! તે બધાં જોડે સરખું કઈ રીતે હોઈ શકે ? એક આમલીના ઝાડને જો અતિ અતિ ઝીણવટથી જોવાય તો ખુલ્લુ થાય એમ છે કે આખા ઝાડમાં બે પાંદડા એક સરખા એકઝેકટલી ના મળે ! આટલું બધું સાયન્ટિફિકલી કરેકટનેસવાળું વિશ્વ છે !!!
ઘડીકમાં ઘટે ને ઘડીકમાં વધુ એ જોય પ્રેમ ! એ તો છે બધી આસક્તિઓ !!! છોકરો ફર્સ્ટ કલાસ લઈને આવે તો ખુશી ખુશી થઈને
15
16