________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૦૧
૧૦)
મા-બાપ છોકરાંનો વ્યવહાર કે આમાં શું ફાયદો ? આમાં જેલ થાય, એવું બધું થાય એવી સમજ પાડવી જોઈએ ફ્રેન્ડ તરીકે, ફાધર-મધર તરીકે નહીં. ફાધર-મધરનો ફોર્સ હોય છે. એ ફોર્સ ના હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : જેમ ગાંધીજી પાસે એમની બાએ પ્રોમીસ લીધું હતું કે ‘હું દારૂ નહીં પીઉં, માંસ નહીં ખાઉં.” એવી રીતે આપણે આપણા છોકરાઓને કહીએ કે તું કોલેજ જાય છે, તો મને પ્રોમીસ આપ કે હું હવે દારૂ નહીં પીઉં, માંસ નહીં ખાઉં કોઈ દિવસ. તો છોકરો ના પાડે કે હું એવું પ્રોમીસ નહીં આપું, ત્યારે આપણે શું કરવું ? આપણને દુઃખ થાય એવું કરે છે !
દાદાશ્રી : છોકરો ના પાડે એટલે આપણે કહેવાનું બંધ કરી દેવાનું. આપણે શું લેવાદેવા છોકરા જોડે ? એક કલાક આવડી આવડી ગાળો ભાંડે તો શું થાય ?
પ્રશ્નકર્તા : જતાં રહે. દાદાશ્રી : આપણે બોલ્યા નથી ત્યાં સુધી એ ફ્રેન્ડ જેવો રહે.
પ્રશ્નકર્તા: તો એને પૈસા આપવાનું, કોલેજની ફી આપવાની બધું બંધ કરી દેવાનું ?
દાદાશ્રી : ના. એ તો ફરજિયાત છે, એ ગાળો ભાંડે તો ય આપવું પડે. ઇટ ઇઝ એ ડ્યુટી, ડ્યુટી બાઉન્ડ, યુ આર ડ્યુટી બાઉન્ડ. એ ગાળો ભાડે તો ય આપવા પડે. તમે ફ્રેન્ડશીપ કરશો તો સુધરશે. ફ્રેન્ડશીપ હશે તે છોકરા સુધરશે. બાકી ફાધર-મધર તરીકે રહો છો, રોફ પાડવા જાવ છો, એ જોખમ છે બધું ! ફ્રેન્ડશીપ તરીકે રહેવું જોઈએ અને બહાર ફ્રેન્ડ ખોળે જ નહીં, એ રીતે રહેવું જોઈએ. આ ફ્રેન્ડ તો એ... પાના રમવા જોઈએ, બધું જ એની જોડે કરવું જોઈએ ! તું આવ્યા પછી અમે ચા પીશું, એવું કહેવું જોઈએ. આપણે બધાએ સાથે ચા પીવાની. “યોર ફ્રેન્ડ હોય એ રીતે વર્તવું જોઈએ તો એ છોકરા તમારાં રહેશે. નહીં તો છોકરાં તમારાં-કોઈ છોકરું કોઈનું થાય જ નહીં. કોઈ મરી ગયો, એની પાછળ છોકરો મરી ગયો ? બધા ય ઘેર આવીને નાસ્તો કરે, આ છોકરાં એ છોકરા છે નહીં. આ તો ખાલી કુદરતી નિયમને આધારે દેખાય છે એટલું
જ. ‘યોર ફ્રેન્ડ’ તરીકે રહેવું જોઈએ. પહેલાં ફ્રેન્ડ તરીકે તમે નક્કી કરો તો રહી શકાય. જેમ ફ્રેન્ડને રીસ ચડે એવું બોલતા નથી. એ અવળું કરતો હોય તો આપણે ફ્રેન્ડને સમજાવીએ કેટલું ? એ માને ત્યાં સુધી. ના માને તો આપણે પછી કહીએ, તારી મરજીની વાત ! અને મનમાં ફ્રેન્ડ થવા માટે પહેલું શું કરવું પડે ? બાહ્ય વ્યવહારમાં હું એનો ફાધર છું, પણ અંદરખાને મનમાં આપણે માનવું કે હું એનો છોકરો છું. ત્યારે ફ્રેન્ડશીપ થાય, નહીં તો થાય નહીં ! ફાધર ફ્રેન્ડ કેવી રીતે થાય ? ત્યારે કહે, લેવલ લઈએ ત્યારે. લેવલ કેવી રીતે લેવાય ? ત્યારે કહે, એના મનમાં એવું માને કે હું આનો છોકરો થઉં છું, એનું કહે તો કામ થઈ જાય. કેટલાક લોકો કહે છે ને કામ થઈ ય જાય છે !
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને સોળ વર્ષ પછી એના ફ્રેન્ડ થવાનું, પણ સોળ વર્ષ પહેલાં પણ ફ્રેન્ડશીપ જ રાખવાની !
દાદાશ્રી : એ તો બહુ સારું. પણ દશ-અગિયાર વર્ષ સુધી તો આપણે ફ્રેન્ડશીપ રખાય નહીં. ત્યાં સુધી ભૂલચૂક થાય. એટલે એને સમજણ પાડવી જોઈએ. એકાદ ધોલ મારવી ય પડે દશ-અગિયાર વર્ષ સુધી. એ બાપની મૂછો ખેંચતો હોય તો ધોલ મારવી પડે. બાપ થવા ગયેલાને, એ માર ખાઈને મરી ગયેલા. આ ગાયો-ભેંસોએ બાપ ના થાય. બાર મહિના પછી ફ્રેન્ડશીપ ! વાછરડું નાનું હોય ત્યાં સુધી છ મહિના સુધી સાચવે. એવું આપણે એની બુદ્ધિ જરા ખીલે નહીં ત્યાં સુધી....
દાદાએ આપી બધાં બાપાતે ચાવી; છોકરાંત ગણ દાદો, તો જઈશ ફાવી!
સુધારવાના તો પ્રયત્ન બધાએ કરવા જોઈએ. દરેક માણસે, પણ પ્રયત્નો સફળ થવા જોઈએ. બાપ થયો અને છોકરાને સુધારવા માટે એ બાપપણું છોડી દે એમ છે ? ‘હું ફાધર છું” એ છોડી દે ખરો ?
પ્રશ્નકર્તા : જો એ સુધરતો હોય તો, અહમ્ ભાવ, દ્વેષ બધું કાઢીને એને સુધારવાનો પ્રયત્નો કરવો જોઈએ.
દાદાશ્રી : તમારે બાપ તરીકેના ભાવ છોડી દેવા પડે.