________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
તો કામ થાય. દ્વેષની ઉલટી કરી નાખવી જોઈએ.
દાદા ગ્રેટેસ્ટ ડૉકટર ઑફ માઈન્ડ! દરેક દર્દી પર સરખા કાઈન્ડ!
પ્રશ્નકર્તા : હા, તમને જ સોંપીએ. અમારાથી નહીં થાય.
દાદાશ્રી : હં. એટલે અમે રીપેર કરી આપીએ તો રાગે પડી જાય. કારણ કે અમે ડૉકટર કહેવાઈએ, ડૉકટર ઓફ માઈન્ડ, બેબીને રીપેર કરી આપી. હવે પૈસા નહીં બગાડે. પહેલા તો પૈસા એને આપીએ તો સારા કામમાં વાપરે નહીં અને ધૂળધાણી કરી નાખે અને હવે તો અમારી પાસે આવે તો શેમાં તું વાપરું ?
પ્રશ્નકર્તા : તમને મળવા માટે.
દાદાશ્રી : હા. સારા કામમાં વાપરી દઉં, નહીં ! હવે પેલા કામમાં ના વાપરું. એવું તો રીપેર અમે કરીએ છીએ. બેબી પૈસા નહીં બગાડે એ ખાતરી હવે.
સોળ વર્ષે છોકરાંતે રાખે, ફ્રેન્ડ તરીકે; ઉપરીપણું નહિ, તો બગડે ત જરાં કે!
એક ભાઈ આવેલા. તે કહે કે એક છોકરો આમ કરે છે ને બીજો તેમ કરે છે, એમને શી રીતે સુધારવા ? મેં કહ્યું, ‘તમે એવા છોકરા શું કરવા લાવ્યા ? છોકરા સારા વીણીને આપણે ના લઈએ ?” આ હાફૂસની કેરીઓ બધી એક જાતની હોય છે તે બધી મીઠી જોઈને, ચાખી કરીને બધી લાવીએ. પણ તમે બે ખાટી લાવ્યા, બે ઊતરેલી લાવ્યા, તૂરી લાવ્યા, બે ગળી લાવ્યા, પછી એના રસમાં બરકત આવે ખરી ? પછી વઢવઢા કરીએ એનો શો અર્થ ? આપણે ખાટી કેરી લાવ્યા પછી ખાટીને ખાટી જાણવી તેનું નામ જ્ઞાન. આપણને ખાટો સ્વાદ આવ્યો તે જોયા કરવાનું. આ પ્રકૃતિને જોયા કરવાની છે. કોઈના હાથમાં સત્તા નથી. અવસ્થા માત્ર કુદરતી રચના છે. આમાં કોઈનું કશું ચાલે નહીં, ફેરફાર થાય નહીં ને પાછું ‘વ્યવસ્થિત' છે.
કેરી ખરાબ નીકળે તો આપણે નાખી દઈએ, મૂઆ પાંચ ડોલર બગડ્યા આપણા. પણ ધણી ખરાબ નીકળે તો શું કરાય, કંઈ નાખી દેવાય ?
પ્રશ્નકર્તા : છોકરાઓને કહીએ તમે સાચવીને ચાલો, બધી બાબતમાં તો એ લોકોને ગમે નહીં એટલું જ, બીજું કંઈ નથી. જરૂરિયાત તો બધી એ લોકોને મળે છે. “પૈસાનો સદુપયોગ કરો” એમ કહીએ અમે.
- દાદાશ્રી : હા. એ બરાબર છે. પણ અત્યારે આપણી પાસે એવું છે ને કે એ કહેવાથી જો કદી રીપેર ન થતું હોય તો બીજી કંઈ દવા કરીને પણ રીપેર કરવું પડે.
પ્રશ્નકર્તા : ને આ ઓટોમેટિક જ થઈ ગઈ. - દાદાશ્રી : ના, ના. એ તો રીપેરનું મને સોંપો તો હું કરી આપું. તમે રીપેર કરો તો વધારે બગડે.
પ્રશ્નકર્તા : મા-બાપ અને છોકરાંઓ વચ્ચે કેવું રીલેશન હોવું જોઈએ ? એ લોકોની લાઈફમાં આપણે કેટલે સુધી ઇન્ટરફીયર થવું જોઈએ ? કઈ ઉંમર સુધી અને કેવી રીતે !
દાદાશ્રી : સોળ વર્ષ પછી આપણાં ફ્રેન્ડ તરીકે ગણવો જોઈએ. માબાપના હક્કો છોડી દેવા પડે ! અને પછી ફ્રેન્ડ તરીકે રહેવું જોઈએ.
પ્રશ્નકર્તા : સોળ વર્ષ પછી છોકરું કંઈ ખરાબ કામ કરતું હોય, જેમાં એને હાર્મ (નુકશાન) થવાનું હોય તો આપણે એ રોકવું ?
દાદાશ્રી : ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ, એઝ એ ફ્રેન્ડ તરીકે રોકવાનું. તો વાંધો નહીં આવે. ફાધર બનીને કહેશો તો થોડો વાંધો આવશે.
પ્રશ્નકર્તા : ફ્રેન્ડ તરીકે રોકવાની કોશીષ કરીએ અને ના માને તો એને કરવા દેવું ખોટું ?
દાદાશ્રી : તો પછી એને કરવા દેવાનું, એ તો ચાલ્યા જ કરવાનું. નહીં તો આપણે એને જો કદી માર મારીશું, તો સામો થશે અગર એ કાર્ય ગુપ્ત રાખે, છાનું રાખશે. એને સમજ પાડવી જોઈએ ફ્રેન્ડ તરીકે