________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : એ મૌન આપણા હાથની વાત નથીને. મૌન થાય તો સારી વાત છે અને ના થાય તો આવી રીતે કરવું.
પ્રશ્નકર્તા: મૌન રાખવાથી સામા માણસમાં ફેર પડે ? દાદાશ્રી : પડે. પ્રશ્નકર્તા : વઢવા કરતાં વધારે પડે ? દાદાશ્રી : હા, ઘણો ફેર પડે, મૌન બહુ કામ કરે.
પ્રશ્નકર્તા : કોઈને શીખવાડવાનું હોય તો પછી મૌનથી કેવી રીતે શીખવાડાય ?
દાદાશ્રી : ના, એ શીખી જવાય, એમ ને એમ આવડે. શીખવાડીને બગડે છે ઉલ્લુ આ તો. અહીં બધું જ્ઞાન છે, આપણે મૌન રહીએને તો એને જ્ઞાન પહોંચી વળે. એ જ્ઞાન છે જ એને, છોકરાઓને ય જ્ઞાન છે, છતાં બોલાય છે તે આપણે જોયા કરવું.
આ કચ કચ કર્યા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધારવા કરતાં બગડે, માટે અક્ષરે ય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ?
પ્રશ્નકર્તા : હા, સમજાય એવી વાત છે, દાદા.
દાદાશ્રી : જરા ય છોકરાને કહેવાય નહીં. કારણ કે છોકરું જ્ઞાન લીધેલું નથી અને તરત જ એને લાગે કે અવળું બોલે છે. હું કહું, ત્યારે અવળું બોલે છે એવું ના કહે, હું મારીને કહું તો ય ! કારણ કે એને વિશ્વાસ બેઠો હોય, મારા વાક્યોથી. એ તમારું તો વાક્ય તમને જ સમજણ પડતી ના હોય ત્યાં આગળ ! મફતમાં બાપ થઈને બેઠો !! એટલી મારી વાત સમજાય છે ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : એટલે આ મા-બાપ કહે છે મારાં છોકરાં સુધરે, મૂઆ શેના સુધરે પણ ? અનૂકવૉલિફાઈડ ફાધર્સ. છોકરાં વધારે બગડે છે. એનું
કારણ એના મા-બાપને લીધે.
આ તો જ્ઞાન લીધા પછી ડાહ્યા થાય થોડા. હવે થોડું ડહાપણ આવે કે ના આવે !
પ્રશ્નકર્તા : હા, આવે દાદા.
દાદાશ્રી : તમે હિસાબ કાઢોને, તમને નાનપણમાં વઢતા હોય કોઈ તો મહીં કશી અસર થતી હતી ? શું થતું હતું ?
પ્રશ્નકર્તા : ખોટું કરીએ છીએ એવું લાગે. મને ખબર પડી જતી કે હું ખોટું કરી રહ્યો છું. બેનો કહે છે કે અમને એવું લાગતું હતું કે આ બધા અમને વગર કામના લઢ લઢ કરે છે.
દાદાશ્રી : હં, બધાને એમ જ લાગે. બહુ લઢે ત્યારે.... પ્રશ્નકર્તા : લાગે, દાદા. એમ લાગે કે મારી ભૂલ છે.
દાદાશ્રી : કો'ક ફેરો લાગે. રોજ એમ કરે તો ‘નકામાં આ કચકચ કર્યા કરે છે' એમ માને. અને તમારા છોકરાં શું કહે, આ ડબલ કચકચ કરી રહ્યા છે, આ નકામાં, યુઝલેસ ! એને પૂછીએ કે તારા ઘરમાં સાત માણસ છે એમાં નંબર, તારા ફાધરનો નંબર ? ત્યારે સેવન્થ નંબર. આ તારું પૂરું કરે છે. ઘરનું બધું કરે છે. એ એનો નંબર ના લાગે. આવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને, દાદા. દાદાશ્રી : એ એવું જ થયેલું.
છોકરાઓ ન્યાયાધીશનું કામ કરે છે. એટલે છોકરાંઓને હું પૂછું, મેં કહ્યું, તારા ઘરમાં કોનો પહેલો નંબર લાગે ? ત્યારે કહે, ઘરમાં સાત માણસ હોય ને, ‘મારા મોટાભાઈનો નંબર પહેલો લાગે.” ચાલો, પછી બીજો ? ત્યારે કહે, ‘મારી નાની બેનનો.” અને બધાં નંબર કહી આપે. ‘પછી તારી મમ્મીનો ?” ત્યારે કહે, મમ્મીનો પાંચમો નંબર. છ જણ હોય તેમાં. ‘તમાં છઠ્ઠો કોનો ? ત્યારે કહે, “છઠ્ઠો મારો.’ ‘સાતમો કોનો ?” મારા પપ્પાનો.’ મેર ગાંડીયા, તારા પપ્પાએ મહેનત કરી અને તારા હારું આખી ઢીંગલી લઈ આવ્યા, ને મૂઆ આવો સાતમો ?! લે !