________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જજમેન્ટ આપેલું, કહે છે. મેં બધું પૂછી લીધું. છોકરાં બધાંને, ઘણાં ખરાં છોકરાં પપ્પાને છેલ્લો નંબર મૂકે છે. બાપ છોકરા ઉપર રોફ મારે એટલે એમનાં હૃદયમાં નીકળે નહીં ને, પછી શું થાય ? ‘મારા પપ્પા સાતમો નંબર” બોલે. રોફ રાખીને આબરૂ બગડી, તેનાં કરતાં રોફ ના રાખવો એ શું ખોટું ?
શાથી સાતમો એમ કહે છે ? તમે વધારે ભાવ બગાડતા હોય એની ઉપર, ત્યારે જેટલો ભાવ વધારે બગાડેને એટલો ધક્કો વાગે પેલો. એટલે ગુસ્સો ય ત્યાં કરે. એટલે પેલાને નંબર ઉતરી જાય. પેલા બાપના મનમાં એમ થાય કે હું આટલું ભાવ કરું તો ય મારો નંબર સાતમો આવે? અલ્યા મૂઆ, આ ન હોય ભાવ તારો. ભાવ તો આ દાદા કરે છે. કશું આપતા નથી, લેતા નથી. તો ય છે તે પેલો કહે છે, “ના, દાદા સારા છે.” કહે કે ના કહે ? કારણ કે જગત એવું ખોળે છે કે વીતરાગ થાવ. રાગદ્વેષ શેના કરો છો ?
પ્રશ્નકર્તા છોકરાઓ ઊંધા રસ્તે જાય છે એવું આપણને ખબર પડે, કે આ જે રસ્તે ચાલી રહ્યા છે એ રસ્તો ખરાબ છે અને એમને એ જ રસ્તો ચાલુ રાખવો હોય તો શું કરવું પડે ?
દાદાશ્રી : કકળાટ કરવાથી વધારે બગડ્યા ઉલટાં, જે હતા ને તેના કરતાં ! બહુ કકળાટ કરીએને, તો નાસી જાય ઘરમાંથી. અને નાસી ગયા પછી પેપરમાં છપાવે, ‘તું જ્યાં હોય ત્યાંથી પાછો આવજે, અમે તો આમ... તારી મમ્મી રડે છે, એમ તેમ.’ મેર ચક્કર, મુઆ નાસી ગયેલા ને બોલાવો છો શું કરવા તે !? એ સુધારવાનો રસ્તો છે ?
આ તો સડી ગયું, ત્યારે એમને ખબર પડી કે બગડ્યો, એમને સુધારો. સુધરે એ રસ્તો છે પાછો. છોકરા હજુ સુધરે એવા છે, સરસ છે છોકરાઓ.
પ્રશ્નકર્તા : કેવી રીતે પણ ?
દાદાશ્રી : પણ જ્ઞાન લીધું એ તો સુધરી શકે. પોતાની પ્રકૃતિને કંટ્રોલમાં રાખી શકે આમ ! ના રાખી શકે ?
પ્રશ્નકર્તા : રાખી શકે દાદા.
દાદાશ્રી : એટલે બોલાવીને પછી હાથ ફેરવવાનો. એને પૂછવું. તમને કેવું લાગે છે, આ બરોબર છે ? એની પાસે ન્યાય જ્યારે કરાવીએ ને તો કહે, “ના, એ બરોબર નથી.” એટલે એને ખાતરી થવી જોઈએ. એને શ્રદ્ધા બેસવી જોઈએ કે ‘આ બરોબર નથી.” અને તમે કહેશો તો એનો અહંકાર જાગશે. કારણકે તમારા શબ્દોમાં બરકત નથી. એમાં વચનબળ નથી. એટલે એનો અહંકાર જાગ્રત થશે કે આ ખોટું ખોટું કહ્યા કરે છે. ઉલ્ટો મહીં વિચાર કરે, ‘જાવ એમ કરીશ જ !' આપણે કહીએ કે ના કરીશ, ત્યારે એ ભઈ ઉછું કરે. ‘કરીશ, જાવ થાય એ કરો.” એ વધારે બગાડે છે ઉલટાં ! છોકરાઓ ધૂળધાણી કરી નાખે છે. આ ઈન્ડિયનો એને જીવતાં નહીં આવડ્યું ! આ બાપ થતાં આવડ્યું નહીં અને બાપ થઈ બેઠા છે. એટલે જેમ તેમ મારે સમજાવવા પડે છે, પુસ્તકો મારે બહાર પાડવા પડે છે. એટલે આપણું જ્ઞાન લીધેલું છે, એ તો સરસ છોકરાં બનાવી શકે. બેસાડીને, હાથ ફેરવીને એને પૂછ કે ‘ભાઈ, તને નથી લાગતું આ ભૂલ થઈ એવું !'
પ્રશ્નકર્તા: પણ ત્યાં પેલું બાપપણાનો અહંકાર આગળ આવે
દાદાશ્રી : હવે ખરો અહંકાર તો જતો રહ્યો છે, હવે આ મડદાલ અહંકારને શું કરવાનો?
પ્રશ્નકર્તા: હવે તો બહુ એમ કે બધા અહીંના ધોળિયાં છોકરાઓ જેવાં કપડાં એવાં જ જોઈએ. જીદ કરે અને પછી આપણે લાવી આપવા જ પડે, અને પછી એવું થાય કે આ છોકરાઓ બગડે છે.
દાદાશ્રી : પેલું ભણવા એની જોડે મોકલ્યા, એટલે એની ઇચ્છા થાય. પણ પછી આપણે એને સમજણ પાડીએ, કે આપણે કોણ ! કંઈ નાતના ! ત્યારે એ પાછો ફરી જાય.
પ્રશ્નકર્તા : એ લોકોને સમજવું જ નથી હોતું.
દાદાશ્રી : બધી તૈયારી હોય છે. હું પૂછી જોઉં છોડીઓને અમેરિકા ભણતી કે ‘તમારે અમેરિકન જોડે પૈણવું છે ?” ના, બા. એટલે મન પાછું પડી જાય. ત્યાં પેઠું હોય તો ય. મેં કહ્યું, ‘તમારે દક્ષિણ ભારતવાળી જોડે ?” ના. એમ કરતાં કરતા એની જગ્યા ઉપર લાવી દઉં.