________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : વિચાર કરવા માટે વાંધો નથી. પ્રશ્નકર્તા : ભણતર તો સ્કૂલમાં થાય, પણ ઘડતરનું શું ?
દાદાશ્રી : ઘડતર સોનીને સોંપી દેવાનું, એના ઘડવૈયા હોય તે ઘડે. છોકરો પંદર વરસનો થાય ત્યાં સુધી એને આપણે કહેવું, ત્યાં સુધી આપણે જેવાં છીએ એવો તેને ઘડી આપીએ. પછી એને એની વહુ જ ઘડી આપશે. આ ઘડતાં નથી આવડતું. છતાં લોક ઘડે જ છે ને ?! એથી ઘડતર સારું થતું નથી. મૂર્તિ સારી થતી નથી. નાક અઢી ઈચનું હોય ત્યારે સાડા ચાર ઈચનું કરી નાખે ! પછી એની વાઈફ આવશે તે કાપીને સરખું કરવા જશે. પછી પેલો ય પેલીનું કાપશે ને કહેશે, ‘આવી જા.”
કળિયુગમાં જમ્યા વાળવા વેર; લાવો નીવેડો, નવું અટકાવવા ઝેર!
એ તો એવું છે ને, એક તો આપણને મા-બાપ થતાં જ આવડતું
પ્રશ્નકર્તા : એવું દાદાએ તો કહી જ દેવું જોઈએ. મને ઝાટકો છો આજે, મને એવું થાય છે.
દાદાશ્રી : હા, પણ ઝાટકે નહીં તો આ જગત સીધું કેમ થાય છે ? જવાબદારી સમજવી જોઈએ ને ? પોતે છોકરાંનો બાપ થયો અને સંસ્કાર આપતાં ન આવડે અને કોઈકને ત્યાં સંસ્કાર આપવા જવું પડે, એ સારું લાગે ? કોઈકને ત્યાં લઈ જાય નહીં પાછો. પોતે પાછો અક્કલનો ઈસ્કોતરો હોય. એટલે સંસ્કાર આપવાના. અને અમારી પાસે પૂછી જજો બધું. હું તમને દેખાડીશ એ પ્રમાણે સંસ્કાર પછી એને આપવાનાં. જીવન જીવવાની કળા શીખવી જોઈએ આમ ! આ લખવાનું સારું લાગતું હશે, ઈન્ડિયન માટે ! આવું લખાય કે ના લખાય ? કોઈ લખે જ નહીં ને મૂઆ, એનું શું કારણ ? એ જ અનૂકવૉલિફાઈડ ફાધર હોય તો પછી શી રીતે લખે તે ! એટલે કોઈ લખતું નહીં ! મેં તો ઝાટક્યા છે એ લોકોને કે આવા હોય ? મૂઆ, ઋષિમુનિઓના પુત્રો, તમે કોના છોકરાઓ ! આર્ય પ્રજા. આજ અનાડી જેવા થયા છે. આ અનાર્ય કહેવાય પણ... !
પ્રશ્નકર્તા : આવાં છોકરાંને સારા સંસ્કાર કેવી રીતે આપવા !
દાદાશ્રી : સારા સંસ્કાર તો કોઈ બાપ હોય તો ને ! સંસ્કારી બાપ હોય તો એની મેળે સંસ્કાર તો સહેજે આવી જાય છોકરાને. સંસ્કાર આપવાનાં ના હોય. સંસ્કાર જોઈને શીખી જાય. તેથી મારે લોકોને રીસ ચઢે એવું લખવું પડ્યું કે, આ કાળમાં. મને સારું લાગે, આવું લખવાનું? તેથી તો મારે પુસ્તકમાં હાર્ડ શબ્દો વાપરવા પડ્યા. પુસ્તકમાં લખવું પડ્યું. આવું હાર્ડ લખાય નહીં ને ! પણ શું થાય ? આ છૂટકો નહીં ને ! કોઈ જાતની કડકાઈ જ નહીં ને ! આ બાપો તો એમ ને એમ થઈ ગયો. દેશના વડાપ્રધાન જેવી મા-બાપની જવાબદારી છે. વડાપ્રધાનને જવાબદારી છે ને, એટલી જ જવાબદારી છે આપણા ઘરમાં. એટલે સંસ્કાર આપવા જોઈએ અને નહીં તો આપણી જવાબદારી છે. એનું ફળ આપણને મળે છે.
પ્રશ્નકર્તા : છોકરાંના ઘડતર માટે કે સંસ્કાર માટે આપણે કશો વિચાર જ નહીં કરવાનો ?
નથી,
પ્રશ્નકર્તા ઃ તો મા કેમ થવું, એની શરૂઆત કરવી જોઈએ ને !
દાદાશ્રી : એવું થાય ત્યારે શું કરવું, વઢવઢા થાય ત્યારે શું કરવું, રડે ત્યારે શું કરવું, એ બધી કળા જાણવી જોઈએ ને ! ધીબ ધીબ કરીએ...
પ્રશ્નકર્તા : નથી કરવું એ. જાણવાની ઈચ્છા છે કે મા કેમ થવું ? દાદાશ્રી : છોકરું હઠે ચઢે ને આપણે હઠે ચઢીએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : મા હઠે ચઢે ને છોકરું હઠે ચઢે, તો સરવાળે છોકરું ટિપાય.
દાદાશ્રી : ના, પણ એનો અર્થ જ નહીં ને ! એટલે એની, છોકરાની હઠ ભાંગવી જોઈએ.
પ્રશ્નકર્તા: કેવી રીતે ભાંગવી ?
દાદાશ્રી : એની પ્રકૃતિ જેમાં રાજી થતી હોય, થોડી વાર ગલીપચી કરવી ને રાજી કરીને પછી... પછી ગાડું ચાલુ થઈ ગયું. પછી આડાઈ