________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જતી રહી. આડાઈ આવે તેટલા પૂરતું ગલીપચી કરી લેવી પડે.
પ્રશ્નકર્તા : પણ છોકરો આડો હોય, તો આપણે શું કરવું એમ ?
દાદાશ્રી : પણ આડાને જ આવું કરવું પડે ને ! ગલીપચી કરીને એક વાર સીધું કરીને પછી ચાલ્યા કરે. પણ આ તો વધારે આડા બનાવે છે લોકો. એની જોડે પોતે ય આડો થાય. પેલું તો છોકરો ના બોલે ને તો મા ય ના બોલે.
પ્રશ્નકર્તા : હા, મોઢું ચઢાવી દે. દાદાશ્રી : મોઢે ચઢાવે. એટલે આ તો મા થવાનાં લક્ષણ જ ન્હોય
પ્રશ્નકર્તા : અર્થ કંઈ નહીં, બરાબર છે. દાદાશ્રી : બહુ તારે જાણવાની ઈચ્છા હોય તો પછી જ્ઞાન લઈ
લેવું.
પ્રશ્નકર્તા : જાનવરો હોય છે, એમાં માતૃત્વ તો કુદરતી જ હોય છે. એને કેમ મા થવું, કેમ એના પેલા બચ્ચાને ઉછેરવાં, એ તો કુદરતી જ હોય છે ને !
દાદાશ્રી : એ તો કુદરતી. પ્રશ્નકર્તા તો પછી મનુષ્યોમાં કુદરતી એ ગુણ ન હોય ?
દાદાશ્રી : હતો. ત્યારે દોઢ ડહાપણથી સુધાર્યો લોકોએ. કુદરતી જ હતો તે પેલા દોઢ ડહાપણે સુધાર્યો.
પ્રશ્નકર્તા સુધાર્યો કેમ ગણાય ?
દાદાશ્રી : એ એને સુધાર્યો જ કહો ને આપણે ! બગાડ્યો એવું કહીએ તો ખોટું દેખાય. એના કરતાં સુધાર્યો, દોઢ ડહાપણથી.
પ્રશ્નકર્તા : ખરી રીતે તો કુદરતી જ હોય ને ?
દાદાશ્રી : કુદરતી જ હોય. ‘મા કેમ થવું ?” એ તો કુદરતી હોય. સંજ્ઞા જ છે એક જાતની.
પણ લોકોનું જોઈ જોઈને પેલી ધીબતી હોય એટલે પેલી ય ધીબે.
છોકરું ચોરી કરી લાવ્યું, એટલે પેલી ધીબે તો પેલી ય ધીબે અને પાછી કહે શું, મારી કૂખ વગોવી. ત્યારે એ હતી જ એવી, સારી જ ક્યાં હતી ? તારી કૂખ તે અમથી વગોવી વગોવી બોલે છે તું ! સારી હોય તો આ જન્મ ક્યાંથી આવા પવિત્ર પુરૂષો !? પાછી કહે શું, કૂખ મારી વગોવી ! એવું બેનો બોલે ને ? મને કહે, મારી કૂખ વગોવી. મેં કહ્યું, સારી હતી તે ! સારી હોય તો વગોવે ખરું ? અને કળિયુગમાં તો એવો જ માલ આવે ! કોણે કહ્યું હતું કળિયુગ સુધી બેસી રહેજો ? આ કળિયુગમાં તો છોકરાં અને એ બધું વેરભાવે આવે છે. કેવું આવે છે ? વેર વાળવા માટે.
પ્રશ્નકર્તા : વેર વાળવા માટે આવે છે એને જ પ્રેમ કરવાનો.
દાદાશ્રી : એની જોડે ફરી વેર ના બંધાય એવી રીતે જેમ તેમ કરીને નિવેડો લાવવાનો. સત્યુગમાં બધે પ્રેમભાવે આવતા હતા.
પ્રશ્નકર્તા : પણ આ તો પશુ-પક્ષીઓની સમજ છે, એનાં કરતાં નીચી કોટીની સમજ ઊભી થઈ એના જેવું થયું ને !
દાદાશ્રી : ના, ના. સમજની જરૂર જ નથી આમાં. આ તો ઓટોમેટિકલી ચાલેલું અને જો ગાયના બાબાને તમે હેરાન કરો ને નાનો બાબો હોય તો, તો ગાયની આંખમાં જે ઝેર આવે ને, તે ખરેખરું ઝેર આવે. મારી નાખે ત્યાં સુધી છોડે નહીં એવું ઝેર આવે. હોય ખરું એની આંખમાં ? પેલા ભેંસના ભઈની ય આંખમાં ઝેર જોયેલું ને તમે ! ભેંસના ભઈ જબરા હોય ને !
પ્રશ્નકર્તા: જબરા તો હોય, પાડા.
દાદાશ્રી : એટલે બેન, જેમ તેમ કરીને નિવેડો લાવવાનો. આપણે છોકરાઓને તો સારા સંસ્કાર આપીએ, સારું એ કરીએ તો કંઈ રાગે પડે. જો સંસ્કારની સારી જગ્યા હોય તો તેડી જઈએ તો ત્યાં રાગે પડે.
કેટલા છોકરા છે ? પ્રશ્નકર્તા : એક જ બાબો છે.
દાદાશ્રી : ઓહોહો ! મેં જાણ્યું કે સો એક હશે. કૌરવો-પાંડવો જેટલા પેસી ગયા હશે. તે એ બાબાને મારી પાસે તેડી લાવજે. હું રીપેર