________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર બેઠો છે. એટલે પેલા છોકરાં બાપાની સામાં થયા કરે છે. અત્યારે બધે
એવું જ થયું છે. હવે આ છોકરાઓમાં પણ 'ફીટનેસ' નથી બળી, પણ એને આ ભણતર છે ને તે એને એમ દેખાડે છે કે મારા બાપાની જ ભૂલો થાય છે. એ તો બાપાની એ ખામી હોય છે. સર્ટિફાઈડ ફાધર હોય ત્યાં એના છોકરા કેવાં હોય ?! આમ છોકરાં કૂદાકૂદ કરતા હોય, એવું હોય ? ના હોય !
પ્રશ્નકર્તા : સર્ટિફાઈડ ફાધર્સ-મધર્સના છોકરા કેવાં હોય ?
દાદાશ્રી : સંસ્કારી હોય એ. એના ઘરમાં બાપ ગમે તે બોલે તો ય છોકરો કહેશે, ‘ના, મારાથી ના બોલાય. પૂજ્ય છે મારા !'
૬૨
ઘીબે છોકરાંતે જેમ કપડાં! આ તે બાપ, ગયો કૂતરાં કરતાં!
આ તો જીવન જીવતાં ય નહીં આવડતું, કશું એને આવડતું જ નથી. આ દુનિયા કેવી રીતે ચલાવવી તે જ નથી આવડતું. એટલે પછી છોકરાને માર માર કરે. અલ્યા મૂઆ, ધીબું છું તે આ લૂગડાં છે તે માર માર કરે છે ?! છોકરાને સુધારીએ, માર માર કરીએ, તે આ કંઈ રીત છે ! એટલે જાણે પાપડનો લોટ ના બાંધતા હોય, પેલા ઘણથી પાપડનો લોટ બાંધતા હોય એવી રીતે માર માર કરતાં એક જણને દેખ્યો. એટલે પછી મારે પુસ્તકમાં લખવું પડ્યું કે હિન્દુસ્તાનના ફાધર-મધર એ અન્ન્ક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ અકવૉલિફાઈડ મધર્સ છે !! ક્વૉલિફાઈડ હોવો જોઈએ. છોકરાં જોડે કેવું વર્તન કરવું, એ ક્વૉલિટી ના હોવી જોઈએ ? છોકરાંને વઢ વઢ કરે, ત્યારે બાપ થતાં આવડતું નહીં ને મૂઆ. શું જરૂર છે તે વઢે છે ? તને શરમ નથી આવતી? તે છોકરાંની આ સ્થિતિ કરી તમે ?
પ્રશ્નકર્તા : એ લોકોને સર્ટિફિકેટ લેવું હોય તો જાય ક્યાં ?
દાદાશ્રી : ના, એમ નહીં. સર્ટિફાઈડ હોવાં જોઈએ. કેમ તમારા છોકરા માને નહીં ?! છોકરા ના માને ત્યારથી અર્ટિફાઈડ થયો. તમારા ખેતરના છોડવાં તમને જ દુઃખ આપતા હોય, તો તમે ખેડૂત જ
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ન્હોય. એટલે ચોખ્ખું લખ્યું મેં. કોણ લખે આવું, આવું ઊઘાડું કોઈ લખતા હશે ? બધા મીઠું મીઠું લખતાં’તાં અને અમારે એમને છોડાવું છે કે આ સમજો આ, આવું સમજો, આમ કેમ ચાલે છે ! એટલે ધીબ ધીબ કરે, જાણે આ પથ્થરો ના હોય. ત્યારે આ ધીબવાની વસ્તુ ન હોય ! આ તો એમ ને એમ બાપ થઈ ગયો. કૂતરાં વગર ભણે બાપા થાય છે ને એવી રીતે ?! કૂતરા પણ ફાધર થાય છે એમાં નવું શું કર્યું તે ?! કૂતરા ફાધર નહીં થતાં હોય ? દાદા હઉ થાય. આ તો કૂતરા-કૂતરીની પેઠ મા-બાપ થઈ જાય છે અને પછી છોકરાં ઉછેરતાં આવડતું નથી. કૂતરાએ લઢે નહીં એનાં છોકરાને. કોઈકના ઘરમાંથી પૂરી લઈને આવતું રહ્યું છોકરું. તો બાપ કંઈ લઢતો હશે કૂતરો ! એ ભૂખ્યું હતું તે ખઈ ગયું વળી !
મા-બાપ તે કોને કહેવાય? પ્રેમે વંઠેલાં ય વશ થાય!
૬૩
પ્રશ્નકર્તા : પણ છોકરાં ખરાબ લાઈને ચઢી જાય તો મા-બાપની ફરજ છે ને કે એને વાળવો જોઈએ ?
દાદાશ્રી : એવું છે ને, કે મા-બાપ થઈને એને કહેવું જોઈએ. પણ મા-બાપ છે જ ક્યાં અત્યારે ?
પ્રશ્નકર્તા : મા-બાપ કોને કહેવાય ?
દાદાશ્રી : મા-બાપ તો તેનું નામ કહેવાય કે છોકરો ખરાબ લાઈને ચઢ્યો હોય છતાં ય એક દહાડો મા-બાપ કહેશે, ‘ભઈ, આ આપણને શોભે નહીં, આ તેં શું કર્યું ?” તે બીજે દહાડેથી એનું બંધ થઈ જાય ! એવો પ્રેમ જ ક્યાં છે ? આ તો પ્રેમ વગરનાં મા-બાપ. આ જગત પ્રેમથી જ વશ થાય. આ મા-બાપને છોકરાં પર કેટલો પ્રેમ છે-ગુલાબના છોડ પર માળીનો પ્રેમ કેટલો હોય તેટલો ! આને મા-બાપ કેમ કહેવાય ? ‘અસર્ટિફાઈડ ફાધર’ ને ‘અસર્ટિફાઈડ મધર’ ! પછી છોકરાંની શી સ્થિતિ થાય ? તને સમજણ પડી, ભૂલ થાય છે એવી ? છોકરાં તો ડાહ્યા હોય છે, તે ઉલ્ટાં બગાડે છે આપણા લોકો. સારું લાગે આ, આવું કહીએ તે ?