SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પાત્રની પસંદગી કેવી ને કઈ રીતે કરવી ? પૂજ્યશ્રી, છોકરાઓને તેમજ છોકરીઓને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપે છે જેથી મા-બાપ, છોકરાં વચ્ચે સુમેળ રહી પાત્રની પસંદગી થાય ! છોકરીઓએ સાસરીમાં બધાંને પ્રેમથી વશ કરવાની સુંદર ચાવીઓ પૂજયશ્રી પૂરી પાડે છે. મા-બાપની સેવા, વિનય, એમનો રાજીપો લેવો, તેનું મહત્વ શું ને કઈ રીતે લેવાય ? અંતમાં ઘરડાંઓની વ્યથા ને તેના ઉકેલમાં ઘરડાંઘરની જરૂરિયાત ને અધ્યાત્મ જીવન કેમ જીવવું તેનું સુંદર માર્ગદર્શન પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત થાય છે જે વાંચીને સમજતા મા-બાપ અને છોકરાંઓ બન્નેને આદર્શ વ્યવહારમાં મૂકી દે છે ! ડૉ. નીરુબહેન અમીન મા-બાપ છોકરાંનો થયો વ્યવહાર; અનંતકાળથી, ન તો ય આવ્યો પાર! ‘મેં ઉછેર્યા, ભણાવ્યા’, ન બોલાય; ‘તમને કોણે ભણાવ્યા ?” ત્યાં શું થાય? છોકરાંની ફરજો બધી છે ફરજિયાત! તારું બધું કરનારો હતો જ ને બાપ? અમસ્તો દબડાવીને ના આપ તાપ; મોટાં થઈને છોકરાં કરશે તારું શાક! છોકરાં આવાં હોય તેમ ખોળે; પોતે કેવાં બન્ને ઝગડે, તે ન તોલે! મા મૂળો ને બાપ હોય ગાજર! છોકરાં સફરજંદ કયાંથી પ્રોપર! એક બાળક ઉછેરવાની જવાબદારી; ભારતના વડાપ્રધાન કરતાં ભારી! ‘તારા કરતાં જોઈ મેં વધારે દિવાળી; છોકરાં કહે, ‘તમે કોડીયામાં ને અમે વીજળી'! મા-બાપના ઝગડા, બગાડે બાળ માનસ; પડે આંટીઓ, માને એમને બોગસ! વઢીને ન સુધરે આજનાં છોકરાં કદિ; પ્રેમથી વળી, ઉજાળશે બે હજારની સદી! મારો વઢો તો ય ન ઘટે પ્રેમ; પ્રેમથી જ થાય બાળ, મહાવીર જેમ! નવી જનરેશન હેલ્થી માઈન્ડવાળી; છે વિષયી, ન કષાયી એવા માલવાળી ! 10
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy