________________
બાલમાનસને કેવી ‘કેર'થી ‘હેન્ડલ’ કરાય ? મા-બાપ કાળી મજૂરી કરી કમાય ને છોકરાં ઊડાવે તો શું એડજસ્ટમેન્ટ લેવું ? બાળકોને સ્વતંત્રતા અપાય ? અપાય તો કેટલી હદ સુધીની ? છોકરો દારૂડિયો હોય તો શું પગલાં લેવાં ? વહુ ગાળો દે તો શું કરવું ? અધ્યાત્મ અને મા-બાપ છોકરાંનો વ્યવહાર એનો કઈ રીતે સમન્વય કરવો, ધ્યેય મોક્ષનો લક્ષમાં રાખીને ?! મા-બાપ છોકરાથી જુદા થાય તો ?
છોકરીઓ રાત્રે મોડી આવે તો ? લફરાંવાળી થઈ ગઈ હોય તો શું કરવું ? પરનાતમાં છોડી પણી ગઈ તો શું કરવું ? છોડી પર શંકા રહ્યા કરે તેનું શું ?
વીલ કરવું? કેવું કરવું ? કોને કેટલું આપવું ? મરતા પહેલા આપવું કે પછી ? છોકરા પૈસા માગે તો શું કરવું ? ઘરજમાઈ કરાય ?
ક્યાંથી મેળવવું ? બગડેલા બાળકોને કઈ રીતે સુધારવા ? વાતે વાતે માબાપ છોકરો વચ્ચેની અથડામણોથી અટકાય શી રીતે ? છોકરાને મા-બાપ બોસીઝમ કરતાં લાગે છે ને મા-બાપને છોકરાં વંઠી ગયેલા લાગે છે; હવે આનો રસ્તો શું ? છોકરાંને સારું શીખવાડવા કહેવું તો પડે જ તેને છોકરાં કચકચ માનીને સામો આર્ગ્યુમેન્ટસ કરે ત્યાં શું કરવું ? નાના છોકરાં, મોટાં છોકરાં સાથે કઈ રીતે જુદો જુદો વ્યવહાર ગોઠવવો ?
- ઘરની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓનો સાચો માળી કઈ રીતે બનાય ? એનો લાભ કઈ સમજણથી ઊઠાવી શકાય ? કોઈ લોભી તો કોઈ લાફો, કોઈ ચોર. તો કોઈ ઑલિયો, આવી ભિન્ન ભિન્ન ઘરમાં છોકરાંઓની પ્રકૃતિઓ હોય તેનાં વડીલે શું સમજવું ને શું કરવું ?
બાપને દારૂ, બીડીનું વ્યસન પડી ગયું હોય ત્યાં કઈ રીતે તેનાંથી છૂટવું કે જેથી કરીને છોકરા પર તેની ખરાબ અસરથી બચાવી શકાય ?
છોકરાં દિવસે, મોડી રાત સુધી ટી.વી. સીનેમા જોયા કરે ત્યાં કઈ રીતે તેમને બચાવવા ? નવી જનરેશનની કઈ સારી વસ્તુને ધ્યાનમાં લઈ તેનો લાભ ઊઠાવવો ! કાલના કષાયી અને વર્તમાનના વિષયી જનરેશનની ગેપ કઈ રીતે પૂરવી ? એકબાજુ આજની જનરેશનનું ‘હેલ્વી માઈન્ડ' જોઈ ગરદન ઝૂકી જાય તેમ લાગે ને બીજી બાજુ વિષયાંધ દેખાય, ત્યાં શું થઈ શકે ?
મોડા ઊઠનાર છોકરાંને કઈ રીતે સુધારવા ? ભણવામાં ‘ડલ’ છોકરાંને કઈ રીતે “ઈમ્યુવ’ કરવા ? એમને કઈ રીતે ભણવામાં ‘એન્કરેજ' કરવા ? છોકરા જોડે વ્યવહાર કરતાં પટ્ટા તૂટી જાય તો કઈ રીતે “કાઉન્ટર પુલીઓ’ ગોઠવવી ?
છોકરાં અંદરોઅંદર લઢે તો કઈ રીતે તટસ્થ રહી જાય તોળવો ? છોકરાં રીસાય ત્યારે શું કરવું ? છોકરાંના ક્રોધને બંધ કરવા શું કરવું ? છોકરાંને ટકોર કરાય ? છોકરાંને વઢાય ? વઢાય કે ટકોર કરાય તો કઈ રીતે ? છોકરાને વઢે તો કયું કર્મ બંધાય ? એમને દુઃખ થાય તેનો ઉપાય શું ? છોકરાને મરાય ? મારી દેવાય તો શું ઉપાય ? કાચ જેવા
છોકરાં પર કેટલો મોહ રખાય ? લાગણી, મમતા એનું શું રહસ્ય છે ? કેટલી ફાયદાકારક ? “ગુરુ” આવતાં જ દીકરો પાટલી બદલી દે ત્યારે શું કરવું ?
જેને છોકરા ના હોય તેનું કર્મ કેવું કહેવાય ? છોકરાં ના હોય તો ? શ્રાદ્ધ સરાવી મુક્તિ કોણ કરાવે ? નાની ઉંમરમાં ભૂલકાં મરી જાય ત્યાં મા-બાપે કેમ કરીને સહી લેવું ? તેના માટે શું કરવું ? પૂજ્ય દાદાશ્રીનાં બાળકો મરી ગયા ત્યારે તેમણે શું કરેલું ? રીલેશન ફાટતાં હોય તો કઈ રીતે સાંધવું ? જ્ઞાનીઓ કયા જ્ઞાનથી સંસાર સાગર તરવાનો એ રસ્તો બતાવે છે !
કળીને ખીલવવાની કળા જ્ઞાનીની કેવીક હોય તે જોવા મળે છે અહીં બે વર્ષથી બાર વર્ષના ભૂલકાંને ખીલવતાં જોઈએ તો ખૂબ ખૂબ શીખવા મળે, પ્રેમ, સમતા ને આત્મીયતાનો રંગ !
છોકરાને ભણતર, ગણતર ને ઘડતર ત્રણે ય કઈ રીતે અપાય ? છોકરાં પરણવાલાયક થાય ત્યારે મોટો પ્રશ્ન આવીને ખડો થાય છે,