________________
પE
મા-બાપ છોકરાંનો વ્યવહાર
(૪) અસર્ટિફાઈડ ફાધર્સ એન્ડ અસર્ટિફાઈડ મધર્સ !
છોકરાઓ અને મા-બાપ એ લોકોની વચ્ચે સામસામી એકબીજાને પ્રશ્નોતરી રાખેલી. તેમાં પછી છોકરાઓ પોતાના ફાધરને એમ કહેલું કે તમે છે તે પૈસાની પાછળ જ પડ્યા છો, તમે પૈસા સિવાય બીજું કશું શીખ્યા જ નથી આ જીવનમાં અને અમારું તમે સમજતા નથી. અમે ના ઇન્ડિયન રહ્યા કે ના અમેરિકન રહ્યાં. ઘરમાં અમારે ઇન્ડિયન કલ્ચર અપનાવવાનું, બહાર જઈએ તો અમારે અમેરિકન કલ્ચર રાખવાનું એટલે અમારી આવી દશા થયેલી છે !
દાદાશ્રી : ખરું કહે છે. પણ જેટલું બને એટલું આપણે ફેરવવું અને અમુક ઉંમરના થાય તો તે પહેલાં દેશમાં લઈને ત્યાં ફરી ઘર માંડવું.
પ્રશ્નકર્તા : એ લોકોને ત્યાં દેશમાં રહેવું નથી હોતું. એ લોકો ઇન્ડિયા જવા નથી તૈયાર થતા છોકરાઓ.
દાદાશ્રી : પણ એ સમજાવે તો થઈ જાય છે. પાછા એવું નહીં. સમજાવીએ તો થઈ જાય છે.
પ્રશ્નકર્તા : અમુક ઉંમર પછી નથી થતાં, નાના હોય ત્યાં સુધી જ થઈ જાય પછી નથી થતાં.
દાદાશ્રી : હા, પણ અમુક ઉંમર સુધી જો આપણે સમજાવી લઈએ તો ચાલે. બધું જડમૂળથી ફેરફાર કરવો છે એવું નક્કી કરો. તો એની મેળે ફેરફાર થયા કરશે બધું ય. સ્ત્રી-પુરુષના વ્યવહાર બધું ફેરફાર થતા જાય તે એકદમ ફેરફાર થતો જાય.
પ્રશ્નકર્તા : અહીંથી ઇન્ડિયા પાછું જવું હોય તો કંઈક તક મળવી જોઈએ ને અમે કામ કરવા તૈયાર છીએ ? સંજોગ બાઝવો જોઈએ ને ?
દાદાશ્રી : નથી બાઝતો. ત્યાં તો ડૉલર પડાવી લે એવા છે. જોઈને જ બેઠા હોય કે અમેરિકાથી આવ્યા છે તે કંઈ લઈને આવ્યા છે. ‘વ્યવસ્થિત’ જેમ દોરવણી કરે તેમ ચાલજો. બહુ ચિંતા કરવા જેવી નથી, વિચાર કરવા નહીં. આવા વિચાર શેના માટે કહ્યા કે તમારા થોડા ઘણાં ભાવ ફેરવવા જોઈએ.
બાપ થઈને પડયા છોકરાંને માથે;
કર પૂરી ફરજ, સખી ધર્મતે સાથે પ્રશ્નકર્તા : બેબીના નાનાજી છે ને, એને બહુ ચઢાવે છે. બધી વસ્તુમાં એની જ સાઈડ લે છે ! માનો પક્ષ ના લે !
દાદાશ્રી : પક્ષ તો છોકરાનો લેવો જ પડે ને ! નહીં તો ડરી જાય ! પણ એવા તે શા ગુના કરી નાખ્યા છે કે એને દંડ આપવાની જરૂર છે ? એવો શો ગુનો કરી નાખ્યો એણે ?
પ્રશ્નકર્તા : બીજું કંઈ નહીં, પણ નાના-મોટાનું જુએ નહીં ને સામું બોલી દે. એટલે આપણે કહેવું પડે.
દાદાશ્રી : એ તો તમે અટકાવો છો, તેથી બોલ બોલ કરે છે. ના અટકાવો અને આપણે કહીએ કે “બોલ જોઈ બધા જોડે, બધાને ગાળો ભાંડી આય’. તો ના કરે.
એક બાપ કહે છે, “આ છોકરા બધા મારી સામા થઈ જાય છે.” મેં કહ્યું, ‘તમારામાં બરકત નથી, એ ખુલ્લું થાય છે.” તમારામાં બરકત