________________
૫૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
તો પરણી જશે બહાર બધા ગોરી જોડે.
પ્રશ્નકર્તા : એ લોકો બહાર વધારે રહે અને બહારના વાતાવરણની એમના ઉપર બહુ અસર રહે છે, તો શું કરવું ?
દાદાશ્રી : વાતાવરણની અસર પડ્યા વગર રહે નહીં. અને બહાર શેના માટે રહે છે તે જાણો છો ? આ મારી જોડે અમેરિકામાં જન્મેલા આપણા છોકરાઓને તો હું કહું કે મારી જોડે પડ્યા રહો તો બધા આઘાપાછા ના થાય. નાના હોય, ત્રણ વર્ષના હોય તે ય પડ્યા રહે અને બાર વર્ષના હોય કે અઢાર વર્ષના હોય તે ય પડ્યા રહે મારી પાસે. એનું શું કારણ હશે ?
પ્રશ્નકર્તા : પ્રેમ જુએ છે એટલે.
દાદાશ્રી : પેલા બાબા શું કહેતા'તા ?
પ્રશ્નકર્તા : આઈ લવ યુ દાદા. યુ સ્ટે વીથ મી. અમારી જોડે રહો એમ કહે છે. હાર્ટ દોર્યું'તું, હાર્ટ અને એની અંદર લખ્યું' તું.
દાદાશ્રી : હવે બોલો ત્યારે કે તમારા છોકરા તમારી જોડે કેમ નથી રહેતાં ? તો કે' તમે તો મહીંઓ મહીં ઝઘડો છો એટલે પ્રેમ જ નથી
જોતાં. આ આવા કંઈ ડફોળ ફાધર-મધર મળ્યા એવું મનમાં લાગે. એ કંટાળે બિચારા, એમને બહા૨ પૂછીએ ને, તો તમારું બોલે તો સારું, કે મારા ફાધર-મધર સારાં છે, પણ અંદરખાને મહીં શું છે ? આપણે એનું રહસ્ય જોઈએ તો બહુ અજાયબી લાગે, બહાર તો આ છોકરાઓ બધા હોશિયાર હોય છે ‘મારા ફાધર-મધર બેઉ સારાં છે’ કહેશે, નહીં કે ‘મારા ફાધર ખરાબ છે.' એવું ના બોલે મુઆ. હું પૂછું કે ફાધર તારા વાંકા નથી? ત્યારે કહે, ‘ના બેઉ સારાં છે.’ પાક્કા બધા, પણ પ્રેમ નથી તમારો. આ છોકરા મારી જોડે રહેવા તૈયાર છે બિચારાં. આ સવારમાં ચિઠ્ઠીઓ આપતાં હતા. એમના છોકરાઓ ‘આઈ લવ યુ, આઈ વોન્ટ ટુ સ્ટે વીથ યુ.' અને તમારી જોડે રહેતાં નથી.
પ્રશ્નકર્તા : છોકરા મા-બાપ સાથે સવારમાં એક કલાક હોય. ને રાત્રે બે કલાક, ત્રણ કલાક દિવસમાં મા-બાપ સાથે કાઢે અને આઠ કલાક બહાર સ્કૂલમાં રહે. વધારે પડતી એમની જીંદગી સ્કૂલમાં કે ઘરની બહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જાય, એટલે વધારે સંગ બહારના માણસો જોડે રહે. એટલે એની તકલીફ વધારે થાય છે. આપણે ભલે ને આપણે ગમે તે પણ સમજાવીએ, શીખવીએ ?
૫
દાદાશ્રી : એવું છે ને છોકરાઓને જો તમારો પ્રેમ હોય, તો બહાર નવરો પડ્યો પાછો અહીં આવતો રહે, સ્કૂલમાં નવરો પડ્યો કે તરત ઘેર જ આવતો રહે, એને ઘર વગર ગમે નહીં.
પ્રશ્નકર્તા : પ્રેમ અમારે આપવો હોય, પણ બાળકો અહીંયા બ્રોટ અપ (ઉછર્યા) થાય એટલે બાળકોને અહીંનું કલ્ચર અસર કરી ગયેલું હોય છે અને એ લોકો અહીંના કલ્ચર પ્રમાણે જીવવા માંગે છે અને અમે હિન્દુસ્તાનમાં ઉછરેલા એટલે અમારા સંસ્કાર હિન્દુસ્તાનના રહે છે. અમે અહીંના કલ્ચરને (સંસ્કારને) એડજસ્ટ થવા નથી માંગતા. હવે એ બન્ને વચ્ચે ઘર્ષણ થાય છે, અમે ગમે એટલું કહીએ તો એ લોકોને એક્સેપ્ટ (સ્વીકાર) થતું નથી અને અહીંના જેવું કલ્ચર એ લોકોનું થઈ જાય એવું અમે ઇચ્છતા નથી. તો એનું સોલ્યુશન(ઉકેલ) શું છે ?
દાદાશ્રી : એવું છે ને, કે લોસ એન્જલસના બધા છોકરા-છોકરીઓ હતા તે મારી પાસે મોકલે છે એ લોકો. એ લોકોનું ખાવા-પીવાનું બધું બંધ થઈ ગયું અને એ લોકોનું જીવન ફેરફાર થાય છે. કેટલાક છોકરાઓએ તો ખાવા-પીવાનું બધું છોડી દીધું છે. પછી એના ફાધરમધર ખાતા હોય તે પાછા એ ફરી એ ચાલુ હોય. છોકરો ફાધરને જુએ એટલે ફરી પાછો ચાલુ કરી દે. કારણ કે એ જાણે કે મારા ફાધર અક્કલવાળા છે અને એ જે કરે એ મારે કરવું.
પ્રશ્નકર્તા : ઘણી વખત મોટા ભાગે એવું બને છે કે મા-બાપ જ પોતાના છોકરાઓમાં રસ નથી લેતા હોતા. એમને ટાઈમ જ નથી હોતો હકીકતમાં એ પણ છે.
દાદાશ્રી : ટાઈમ મળતો નથી એ લોકોને હકીકત છે. પણ આપણે ભાવ બદલો. ભાવ બદલો તો ફેરફાર થશે. ભાવ બદલોને તો જ ફેરફાર થશે.
પ્રશ્નકર્તા : હમણાં ડીટ્રોઈટમાં એક કોન્ફરન્સ રાખી’તી. એમાં